
Sonam Wangchuk: સુપ્રીમ કોર્ટ દ્વારા લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર આજે સુનાવણી કરતા સરકારને ફિટકાર લગાવતાં જવાબ માગ્યો હતો.
વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર જેલ અધિક્ષકને નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો કે, શા માટે વાંગચુકને જેલમાંથી મુક્ત કરવા ન જોઈએ?
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ તેમની અટકાયત સામે અને તેમની મુક્તિની માંગ કરતી ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગ્મોની અરજી પર કેન્દ્ર, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ, જોધપુર સેન્ટ્રલ જેલના પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી છે.
એડવોકેટ સર્વમ રિતમ ખરે કહે છે, “અમે આજે સોનમ વાંગચુકને મળવા જોધપુર જઈશું…”
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગ્મો કહે છે,”તે ગેરકાયદેસર અટકાયત હતી.
તે કોઈપણ રીતે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો નથી. તેથી તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. અટકાયતના કારણો અમને આપવામાં આવ્યા નથી.
તેઓએ ઉમેર્યું હતું કે સોનમ વાંગચુકની ધરપકડ રાષ્ટ્રીય સુરક્ષા કે કાયદો અને વ્યવસ્થાનો મામલો નથી, પરંતુ એક કાર્યકર્તાને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તેઓએ કહ્યુ કે ” મારા પતિ ગાંધીવાદી રીતે વિરોધ કરી રહ્યા હતા અને આ એક બંધારણીય અધિકાર છે” તેમને બોલવાનો અધિકાર છે જેથી તેમની ધરપકડ કરવી વાજબી નથી જે બંધારણની કલમ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુકની 26 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. તેમના પર હિંસા ભડકાવનારા નિવેદનો આપવાનો આરોપ છે.
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!








