અજબ ગજબ! લો બોલો, પ્રેમિકા સાથે લગ્ન નહોતાં કરવા એટલે યુવાને પોતાનું જ અપહરણ કર્યું

અજબ ગજબ! પ્રેમને માટે લોકો સાત દરિયા પાર ઊતરી જતા હોય છે. પ્રેમ માટે પર્વતો તોડી નાખતા હોય છે પણ આ કિસ્સામાં પ્રેમી જેલના સળિયા ગણતો થઈ ગયો છે. ઘટના જ એવી છે કે આપણે કોઈ ફિલ્મનો સીન જોતાં હોઈએ એવું લાગે. ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનું ગંગેશ્વરી ગામના હરિઓમ સૈનીને કોઈ ઉઠાવી ગયું હતું. એનું અપહરણ થઈ ગયું છે એવો હરિઓમના મોટા ભાઈ અરવિંદને કૉલ આવ્યો ત્યારે ખબર પડી. અપહરણ કર્યું હોય તો ખંડણી માટે જ કર્યું હોય, એટલે હરિઓમ જીવતોજાગતો પાછો જોઈતો હોય તો 5 લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે, એવી ધમકી પણ મળી. મોટા ભાઈ ટેન્શનમાં આવી ગયા. સીધા પોલીસ સ્ટેશન દોડ્યા અને પોલીસને જાણ કરી કે નાના ભાઈનું અપહરણ થયું છે. કિડનેપિંગની વાત સાંભળીને પોલીસ પણ ક્રાઇમ પેટ્રોલની જેમ સતર્ક થઈ ગઈ. તપાસના ઘોડા દોડાવ્યા અને અંતે ગુરુગ્રામથી અપહરણકાર પકડાઈ ગયો. આરોપી પકડીને ખુશ થવાને બદલે પોલીસ ચોંકી ગઈ! કારણ કે અપહૃત હરિઓમ સૈની જ અપહરણકાર નીકળ્યો. હરિઓમે પોતે જ પોતાના અપહરણનો કારસો રચ્યો હતો.

પ્રેમિકા સાથે લગ્ન નહોતાં કરવા એટલે યુવાને પોતાનું જ અપહરણ કર્યું

પોલીસે હરિઓમને આમ કરવા પાળનું કારણ પૂછ્યું અને કારણ સાંભળીને વધારે ચોંકી ગઈ. હરિઓમે કહ્યું કે એ એક યુવતીને બહુ પ્રેમ કરે છે. એ યુવતી પણ હરિઓમને પ્રેમ કરે છે. બંને એકબીજાને પ્રેમ કરે ત્યાં સુધી બધું બરાબર હતું પણ યુવતી લગ્નનું દબાણ કરવા લાગી અને એનું દબાણ એટલીહદે વધી ગયું કે હરિઓમ ત્રસ્ત થઈ ગયો. એને પ્રેમિકા સાથે લગ્ન નહોતાં કરવા પણ પ્રેમિકા હાથ ધોઈને પાછળ પડી ગઈ હતી. એટલે કંટાળીને હરિઓમ ગુરુગ્રામ ભાગી ગયો અને ત્યાં અપહરણની યોજના ઘડી. એ પ્રેમિકાનું પછી શું થયું એ તો ખબર નથી પણ હરિઓમ જેલના સળિયા ગણતો થઈ ગયો છે. પ્રેમિકાના લગ્નથી છૂટવા અપહરણની યોજના ઘડી, એમાં એ આરોપી બની ગયો. પોલીસે હરિઓમ સૈનીની ધરપકડ કરી છે અને અદાલતમાં રજૂ કર્યો છે.

 ચાર સંતાનના પિતા ચાર સંતાનની માતા સાથે પ્રેમ

આ તો પ્રેમિકા સાથે લગ્ન ન કરવાની વાત થઈ પણ સોનભદ્રમાં આનાથી ઊલટી ઘટના બની છે. વિંઢમગંજમાં ધરતી ડોલવા ગામ છે. ત્યાં ચાર સંતાનનો પિતા સંજય પાસવાન અને ચાર સંતાનની માતા લલિતા પ્રેમમાં ગળાડૂબ હતાં અને બંનેએ લગ્ન પણ કરી લીધાં. સંજયનાં તો આ ત્રીજાં લગ્ન છે, બોલો! આ પ્રેમલગ્નથી બંનેના પરિવારમાં તો ઠીક આખા ગામમાં ભૂકંપ આવી ગયો. મહેન્દ્ર પાસવાન સાથે 20 વર્ષ પહેલાં લલિતાનાં લગ્ન થયાં હતાં. લલિતા સંજય સાથે પરણીને ગઈ ત્યારે ચારમાંથી એક દીકરી મા સાથે ગઈ અને ત્રણ બાળક મહેન્દ્ર પાસે રહ્યાં છે. મહાપંચાયતમાં ઝારખંડ, બનારસી અને ડઝન જેટલાં ગામના લોકો એકઠા થયા હતા. ત્યાં સંજયનાં ચાર સંતાનની માતા અને બીજી પત્ની મનીષા મહાપંચાયત સામે ચોધાર આંસુએ રડી પડી અને મારાં છોકરાંનું શું? એ સવાલ ઉઠાવ્યો. એટલે મહાપંચાયતે સંજય પાસવાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પંચાયતે કહ્યું કે સંજય પોતાનું ઘર તો તોડ્યું જ છે પણ બીજા લોકોનાંય ઘર તોડ્યાં છે. આવા લોકોની સમાજમાં કોઈ જ જગ્યા નથી. જોકે પોલીસ અને પરિવારજનોની સમજાવટ છતાં સંજય અને લલિતા પોતાના નિર્ણય પર અડગ રહ્યાં છે અને નવેસરથી સંસાર માંડ્યો છે.

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Ajab Gajab: કુદરતનો કેવો ખેલ?, બાળકી જન્મતાની સાથે જ વૃદ્ધ થઈ ગઈ!, સ્ટોરી જાણી ચોકી જશો!
    • November 11, 2025

    Ajab Gajab: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક જન્મતાની સાથે જ વૃદ્ધ બની જાય છે?, આવી જ એક ચોંકાવનારી  સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી બધા…

    Continue reading
    Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત
    • October 16, 2025

    Ring One: આજકાલ બધું ઓનલાઇન થઈ ગયુ છે અને ખૂબ જ ઓછા લોકો કેશથી પેમેન્ટ કરતા હોય છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી UPI પેમેન્ટ માટે QR Code સ્કેન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    • September 20, 2026
    • 4 views
    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 5 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 6 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 7 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 9 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 10 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?