
સુરતમાં 13 ફેબ્રુઆરીની રાત્રે એક મહિલાના ઘૂસી 2 જેટલા શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. પતિને બંધક બનાવ્યા બાદ પત્નીને ઉપરના માળે લઈ જઈ આરોપીઓએ વારફરતી દુષ્કર્મ ગુજાર્યું હતુ. બાદમાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી રિકન્ટ્રક્શન કર્યું છે. આ ઘટનામાં એક શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા. ભાવનગરથી બંને આરોપીઓને સુરત લવાયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ આરોપીઓને પોલીસે વેશ પલટો કરી ઝડપ્યા હતા.
બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું
ગેંગરેપના બંને આરોપીઓને આજે પુણા પોલીસે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. જ્યાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતુ. બંને આરોપીઓને પહેલા તે રહેતા હતા તે જગ્યાએ પણ લઈ જવાયા હતા. બંને આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલતા હતા અને ઓનલાઇન પંચનામુ કરવામાં આવ્યું હતું. જેથી પોલીસે જબજસ્ત માર માર્યો હોવાની આશંકા છે. રિકન્સ્ટ્રક્શન સમયે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.
આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
આ મામલે પોલીસે ભાવનગરથી બે આરોપી નિકુંજ ડથ્થર ઉર્ફે બુલેટ ભિંગરાળિયા અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવને પકડી પાડી 5500 રોકડ કબજે કરી છે. જ્યારે હજુ એક બ્રેસ્લેટ મળી આવ્યુ નથી. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુનામાં પોલીસે વધુ એક શકમંદની અટક કરી છે.
આ પણ વાંચોઃ US Deportation: મોદીની અમેરિકા મુલાકાત શું કામની? અમેરિકાએ ફરી તો ભારતીયોને સાંકળ બાંધી મોકલ્યા?