
Surat:અમરેલી જિલ્લાના ફુલઝર ગામે પાટીદાર યુવાનો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલાની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. આ બાબતે યોજાયેલી પાટીદાર સમાજની બેઠકમાં પ્રખ્યાત નેતા અલ્પેશ કથીરિયાએ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું, “લુખ્ખો કાલ સવારે પણ લુખ્ખો જ હોય, તેની સામે લુખ્ખો જ પેદા કરવો પડશે. હવે ફરિયાદી નહીં, પણ આરોપી બનવાનો સમય આવ્યો છે.”
ફુલઝર ગામની ઘટના અમરેલીના ધિંગાણા કેસ સાથે જોડાયેલી છે, જ્યાં બંને સમુદાયો વચ્ચે ધારદાર શસ્ત્રો વડે હુમલાનું આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. પાટીદાર પક્ષના મુજબ, તેમના યુવાનો પર ખોટા કેસ નોંધાયા છે, જ્યારે સીસીટીવી ફૂટેજ અવગણવામાં આવ્યું છે. બેઠકમાં વિજયભાઈ માંગુકિયા જેવા અગ્રણીઓ અને યુવાનો રહ્યા હતા. કથીરિયાએ વધુ કહ્યું, “પહેલા પાટીદારો 20 -20 લુખ્ખાઓને સાચવતા હતા, એટલે સમાજ સુખી હતો. વિઠ્ઠલભાઈ રાદડિયા, વિનુ સિંગાળા, સવજીભાઈના ડેલામાં લુખ્ખાઓને સાચવતા હતા.”
સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાનું મોટું નિવેદન
લુખ્ખો લુખ્ખો જ હોય તેની સામે લુખ્ખો પેદા કરવો પડશે અને હવે ફરિયાદી નહીં પણ આરોપી બનવાનો સમય આવ્યો : અલ્પેશ કથીરિયા
પહેલા પાટીદારો 20-20 લુખ્ખાને સાચવતા હતા એટલે સમાજ સુખી હતો….વિઠ્ઠલભાઈ રાદડિયા, વિનુ સિંગાળા, સવજીભાઈના… pic.twitter.com/pRkmOS8KUI
— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) November 9, 2025
તેમણે એકતાની અપીલ કરતા કહ્યું, “5 હજાર લોકો ફુલઝર જાય તો પણ ફુલઝર સુખી નહીં થાય. મદદમાં નામ આવે તો જેલમાં ભેગી થાળી પણ ખાવી પડે.”આ નિવેદન વાયરલ થતાં સોશિયલ મીડિયા પર વિવાદ ભભૂક્યો છે. કેટલાક તેને સમાજને જાગૃત કરવાનો પ્રયાસ માને છે, જ્યારે અન્ય તેને હિંસા પ્રોત્સાહન તરીકે જુએ છે. પાટીદાર સમાજ ફુલઝરમાં રેલી કરી ન્યાયની માગ કરવાની તૈયારીમાં છે. આ ઘટના સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં સમુદાયી તણાવ વધારી શકે છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો








