
Surat: સુરતના કોપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ ડાયમંડ કારખાનામાં કોઈએ પાણીના કુલરમાં ઝેરી દવા નાખી દેતાં 118 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. જેમાંથી 6 લોકોને આઈસીયુમાં ખસેડવા પડ્યા છે. જો કે આટલા બધાં રત્નકલાકોરની જીવ લેવાનો કોણે પ્રાયસ કર્યો તે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે.
કાપોદ્રા ચાર રસ્તા પાસે જીવરાજભાઈ ગાબાણીનું અનભ ડાયમંડના નામે કારખાનું આવેલું છે. અહીં ગઈકાલે સાડા 9 વાગ્યા આસપાસ સંખ્યાબંધ રત્નકલાકારોએ ચક્કર આવવા લાગ્યા હતા. ચક્કર આવવાની ફરિયાદ સાથે આ કારખાનામાં કામ કરતાં 118 રત્નકલાકારોની હાલત બગડી જતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા તેમની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી 6 લોકો આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. કારખાનામાં તપાસ કરતાં પાણીના કુલરમાંથી ઝેરી દવાની પડકી મળી આવી હતી. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારની તબિયત લથડી હતી. જે બાદ તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાણીના કુલર નાખી હતી ઝેરી દવા
પીવાના પાણીના કુલરમાંથી દુર્ગંધ આવતી હોવાથી તપાસ કરી હતી. તપાસ કરતાં પાણીની અંદરથી સેલફોસ દવા( અનાજમાંથી જીવાત મારવાની દવા)નો પાઉચ મળી આવ્યો હતો. જેથી કોઈએ પાણીમાં અનાજની દવા નાખી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ બાદ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી કોઈ આરોપી ઝડપાયું નથી. કોઈ જાણકારે જ આ કાવતરુ કર્યાની આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ
કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress
યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow
UP: માતાએ દીકરીનો ઘરસંસાર ઉજાડ્યો, થનાર જમાઈને લઈ સાસુ ભાગી ગઈ
મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence







