
Trump Peace Prize: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે નોબેલ શાંતિ પુરસ્કાર માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામાંકનની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસમાં રાત્રે ભોજન કરતી વખતે નેતન્યાહૂએ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર સમિતિને મોકલવામાં આવેલ નામાંકન પત્ર આપ્યો છે. મતલબ ટ્રમ્પને કહ્યું જુઓ અમે તમને શાંતિ પુસ્કાર મળે તે માટે રજૂઆત કરી છે.
નેતન્યાહૂએ શાંતિ સ્થાપિત કરવાના ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું, “તેઓ એક પછી એક દેશ અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરી રહ્યા છે. તેઓ તમારા માટે આ સન્માનના સંપૂર્ણપણે લાયક છે.” નોમિનેશન પત્ર પ્રાપ્ત કર્યા પછી, ટ્રમ્પે જવાબ આપ્યો, “ખૂબ ખૂબ આભાર. મને આ ખબર નહોતી – વાહ, ખૂબ ખૂબ આભાર.”
After Pakistan, Prime Minister of Israel Netanyahu sends a letter to the Nobel Prize Committee, nominating Donald Trump for the peace prize. 😹😺pic.twitter.com/MU4uO0cckT
— Mohammed Zubair (@zoo_bear) July 8, 2025
નેતન્યાહૂ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપવવા કેમ ટમ ટમી હહ્યા છે?
નેતન્યાહૂએ ટ્રમ્પના નેતૃત્વને મધ્ય પૂર્વમાં શાંતિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. તેમણે ખાસ કરીને ગયા મહિને ઈરાનના પરમાણુ સ્થળો પર યુએસ હવાઈ હુમલાની મંજૂરી આપવા અને અબ્રાહમ કરાર જેવા ટ્રમ્પના ઐતિહાસિક પગલાંનો ઉલ્લેખ કર્યો. નેતન્યાહૂએ વધુમાં કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલાથી જ ઘણી મોટી તકોનો અનુભવ કરી ચૂક્યા છે. તેમણે અબ્રાહમ કરારને શક્ય બનાવ્યો અને હવે તેઓ એક પછી એક પ્રદેશમાં શાંતિનો પાયો નાખી રહ્યા છે.”
નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ટ્રમ્પના નેતૃત્વની માત્ર ઇઝરાયલીઓ જ નહીં, પરંતુ વિશ્વભરના યહૂદી સમુદાય અને તેમના ચાહકો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવે છે. તેમણે ટ્રમ્પની “અસાધારણ ટીમ” ની પણ પ્રશંસા કરી અને કહ્યું કે બંને દેશોની ટીમો પડકારોનો સામનો કરવા અને તકોનો લાભ લેવા સક્ષમ છે.
ટ્રમ્પે ખાતાં ખાતાં કહ્યું મેં ભારત પાકિસ્તાન યુધ્ધ રોકાવ્યું
हमने भारत पाकिस्तान के बीच के संघर्ष को ट्रेड की बात के ज़रिए रोका : अमेरिकी राष्ट्रपति ट्रंप एक बार फिर
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) July 8, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર જશ લઈ રહ્યા છે કે મેં વ્યાપાર સંબંધોની ધમકી આપી ભારત-પાકિસ્તાન યુધ્ધ રોકાવ્યું છે. અહીં પણ રાત્રી ભોજન કરતાં કરતાં ફરી તે જ રાગ આલાપ્યો હતો અને કહ્યું હતુ કે મેં ટ્રેડ ડીલની ધમકી આપી ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું હતુ. જો કે આ મુદ્દે હજુ સુધી ભારતના વડાપ્રધાન મોદી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેમણે હજુ સુધી ટ્રમ્પના દાવોઓનો સીધી રીતે જવાબ આપ્યો નથી.
પાકિસ્તાન પણ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર અપાવવા ધનગની રહ્યું છે
આ પણ વાંચોઃ
સંજય રાઉતનો નિશિકાંત દુબે પર વાર, કહ્યું તેમને કોણ ઓળખે છે? CM ફડણવીસને આડે હાથ લીધા | Sanjay Raut
Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Bihar: એક જ પરિવારના 5 સભ્યોને જીવતા ધીકાવી દીધા, જાણો શું છે સમગ્ર ઘટના
રાહુલ ગાંધી અંગે ફેક ન્યૂઝ ફેલાવનાર માત્ર બે શખ્સો સામે FIR, જાણો શું છે સમગ્ર મામલો
Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?