ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે થશે માવઠું?

  • Gujarat
  • December 20, 2024
  • 0 Comments

હાલ શિયાળાની મૌસમમાં ઠંડી પડી રહી છે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધે તેવી આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠું થવાની સંભાવના છે. ખેડૂતોએ તાજેતરમાં કરેલી વાવણીને નુકસાન પહોંચી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ થવાથી 4 જાન્યુઆરી સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે. આગામી દિવસોમાં હજુ પણ ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. રાજ્યમાં સવારના સમયે ઠંડી રહેશે. બપોરના સમયે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે.

અંબાલલ પટેલે વધુમાં કહ્યું કે મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 27 અને 28 ડિગ્રી કે તેથી વધારે થઈ શકે છે. આવતીકાલે તારીખ 21 ડીસેમ્બરથી સાયન સૂર્ય મકર રાશિમાં આવશે એટલે તે પછીના દિવસોમાં ધીરે ધીરે ઠંડા પવનો ફૂંકાશે. 21 ડિસેમ્બર બાદ કડકડતી ઠડી પડવાની શક્યતા રહેશે.

ઉપરાંત 22 ડિસેમ્બરથી ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે.

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

  • June 21, 2026
  • 4 views
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

  • June 21, 2026
  • 6 views
CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

  • June 21, 2026
  • 8 views
Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

  • June 21, 2026
  • 10 views
Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

  • June 21, 2026
  • 9 views
Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

  • June 21, 2026
  • 6 views
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?