
UP: બાંદામાંથી હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો, એક યુવકે પત્નીથી કંટાળી આત્મહત્યા કરી, તે પહેલા તેને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેને પત્ની અને તેના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને હેરાન કરતાં હતાં.
પત્નીનું બીજુ લગ્ન કરાવવા આપ્યો ત્રાસ
પતિએ આરોપ લગાવ્યો કે પત્ની પરિવારના સભ્યો તેના બીજા લગ્ન કરાવવા માંગતા હતાં. અને આ જ કારણે તેઓ તેને હેરાન કરતાં હતાં કોઈને કોઈ બહાને તેના સાથે ખરાબ વ્યવહાર કરતાં રહેતા,અને પત્ની પણ આપતી હતી ત્રાસ. આ બધાથી કંટાળી યુવકે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. યુવકે વિડીયો બનાવી તેના સાસુ સસરા અને દાદા પર પણ આરોપ લગાવ્યાં, પતિએ મરતાં પેલા કહ્યું કે મારી પત્નીનું બીજું લગ્ન કરાવી શકે માટે હું આત્મહત્યા કરું છુ.
वीडियो बनाकर युवक ने फांसी लगाकर की आत्महत्या,
पत्नी और सांस की प्रताड़ना से आहत होकर युवक ने लगाईं फांसी,
वीडियो पर दर्द बयां करने के बाद फंदे पर झूला युवक,
मृतक के परिजनो ने वीडियो सोशल मीडिया पर किया वायरल,
पत्नी और सांस पर गम्भीर आराेप लगाकर युवक ने किया सुसाइड,… pic.twitter.com/kt8EbtXTzh
— Bharat State|भारत स्टेट (@bharat_state) August 18, 2025
પરિવારને જાણ થતાં હોબાળો થયો
આ ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર પોતાના એકમાત્ર દિકરાનો મૃતદેહ જોઈ બૂમાબૂમ કરી, તેમને બહુ મોટો ઝાટકો લાગ્યો હતો તેમના માથે જાણે આભ ફાટયું હોય એવો માહોલ થયો હતો.આ પછી મામલો મારચરી પોલીસ સ્ટેશન પહોંચ્યો, પોલીસે તરત ત્યાં પહોંચી મૃતદેહને કબ્જામાં લીધો, અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
હાલ હવે પોલીસે ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. અને તેની પત્ની અને પરિવારની પણ પૂછપરછ કરી છે. આ મામલામાં દોષીને સજા આપવાનું પણ કહ્યું છે.
🔴बांदा में पत्नी से परेशान युवक ने की आत्महत्या
🔴आत्महत्या से पहले युवक ने बनाया वीडियो
🔴पत्नी और उसके माँ बाप द्वारा प्रताड़ित करने के लगाए गंभीर आरोप
🔴अतर्रा थाना क्षेत्र के पचोखर गांव की घटना@bandapolice #banda #uttarpradesh #viralvideo pic.twitter.com/v19OAZJulj— Tehelka Digital News (@DigitalTehelka) August 18, 2025
અતુલ સુભાષ આત્મહત્યા કેસ
નોંધનીય છે કે, છે કે, તાજેતરમાં પત્નીની ત્રાસથી આપઘાતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પત્નીના કારણે પતિ જીવન ટુંકાવી રહ્યા છે .થોડા મહિના પહેલા, બેંગલુરુમાં અતુલ સુભાષ નામના એક એઆઈ એન્જિનિયરે આત્મહત્યા કરી હતી . અતુલે તેની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા, પત્નીના ભાઈ અનુરાગ અને પત્નીના કાકા સુશીલ પર દહેજ માટે ઉત્પીડન અને હત્યા સહિત 9 કેસ નોંધાવવાનો અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા અતુલ સુભાષે 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી અને 81 મિનિટનો વીડિયો પણ બનાવ્યો હતો.
અતુલે પોતાની નોટ અને વીડિયોમાં પોતાની આખી વેદના વ્યક્ત કરી હતી. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘આ કોર્ટ, આ પોલીસ અને આખી સિસ્ટમ મારા ટેક્સના પૈસાથી મને, મારા પરિવારને અને મારા જેવા અન્ય લોકોને હેરાન કરશે. અને જો હું ત્યાં નહીં હોઉં, તો મારા માતા-પિતા અને ભાઈને હેરાન કરવાનું કોઈ કારણ નહીં હોય.’
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ