
UP Kanpur Crime: ઉત્તર પ્રદેશના કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક નવપરિણીત દલિત યુવતી પર તાંત્રિક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે આક્રોશ અને ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસે આરોપી તાંત્રિક બ્રજેશ યાદવની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કાનપુરના ચૌબેપુર વિસ્તારની એક દલિત યુવતી સાથે રેપની ઘટના બની છે. જેના લગ્ન 5 મે, 2025ના રોજ સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ થોડા સમયથી જ યુવતી ખાંસી, શરદી અને તાવ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી હતી. તેણે ઘણી જગ્યાએ સારવાર કરાવી, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં. આ સ્થિતિમાં પરિવારે એવું માન્યું કે આ સમસ્યા પાછળ કોઈ અલૌકિક શક્તિ હોઈ શકે છે. આથી તેમણે કાનપુર ગ્રામ્ય વિસ્તારના એક જાણીતા ભૂવા બ્રજેશ યાદવનો સંપર્ક કર્યો, જેથી તે યુવતીની સમસ્યાનું નિરાકરણ લાવી શકે.
ભૂવો નવપરણિત મહિલાના ઘરે આવ્યો
15 જુલાઈ, 2025ના રોજ બ્રજેશ યાદવ પીડિતાના ઘરે આવ્યો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ભૂવાએ ઘરના વરંડામાં લગભગ દોઢ કલાક સુધી પૂજા-પાઠ અને મંત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન, તેણે મહિલાને સ્નાન કરીને આવવા જણાવ્યું, જેથી શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરી શકાય. ભૂવાએ લાલ અને કાળા રંગના કપડામાં બે નારિયેળ બાંધીને શુદ્ધિકરણની વિધિનો દાવો કર્યો અને યુવતીને એક રૂમમાં લઈ ગયો.
પીડિતાના આરોપ અનુસાર રૂમમાં પહોંચ્યા બાદ ભૂવાએ મંત્રોનો જાપ શરૂ કર્યો, જે બાદ તે બેભાન થઈ ગઈ. આ દરમિયાન આરોપીએ તેની બેભાન હાલતનો લાભ લઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. જ્યારે યુવતી ભાનમાં આવીત્યારે આરોપીએ તેને ધમકી આપી કે જો તેણે આ ઘટના વિશે કોઈને જણાવ્યું, તો તે અને તેના પરિવારને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
પરિવારની ફરિયાદ અને પોલીસની કાર્યવાહી
આ ઘટનાથી આઘાતમાં સરી પડેલી યુવતીએ રડતાં-રડતાં પોતાના પરિવારના સભ્યોને આ દુર્ઘટના વિશે જણાવ્યું. પરિવારે તાત્કાલિક આ મામલે સચેંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો. જોકે, શરૂઆતમાં પોલીસે FIR નોંધવામાં ઢીલાશ દાખવી. યુવતીનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જેમાં બળાત્કારની પુષ્ટિ થઈ, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી.
ઘટનાના પાંચમા દિવસે પોલીસે આરોપી તાંત્રિક બ્રજેશ યાદવને ઝડપી લઈને FIR નોંધી. પંકીના સહાયક પોલીસ કમિશનર (ACP) શિખરે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ ચાલુ છે.
પણ વાંચો:
London: ઇસ્કોન મંદિરની રેસ્ટોરન્ટમાં યુવક ચિકન લઈ ઘૂસ્યો, પોતે ખાધુ અને કર્મચારીઓને ખાવા કહેતા જ…
UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!
Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ
London plane crash: લંડન એરપોર્ટ પર ટેકઓફ થયાની થોડીવારમાં વિમાન થયું ક્રેશ, જાણો વિગતો