
UP: ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક ખાનગી શાળાના આચાર્યને કેટલાક બૂકાનીધારીઓએ લાતો, જૂતા, લાકડીઓ અને મુક્કાઓથી નિર્દયતાથી માર માર્યો હતો. શખ્સોએ રસ્તા વચ્ચે આચાર્ય વિનય ગુપ્તાની કાર રોકી માર માર્યો હતો. શિક્ષક સ્ટાફમાંથી કોઈએ શાળાની છોકરીઓને ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખી આ હુમલો કરાયો છે.
ભોગ બનનાર પ્રિન્સિપાલ વિનય ગુપ્તા ઇટાવા શહેરથી 24 કિમી દૂર ચૌબિયા વિસ્તારમાં જયપુર કોન્વેન્ટ સ્કૂલ ચલાવે છે. ઘરે પરત ફરતી વખતે, કેટલાક માસ્ક પહેરેલા શખ્સોએ વિનય ગુપ્તાને કારમાંથી બહાર કાઢ્યો અને તેને ખરાબ રીતે માર માર્યો હતો. માસ્ક પહેરેલા માણસે વિનય ગુપ્તા સાથે બેઠેલા કેટલાંક લોકને પણ માર માર્યો હતો. ખરાબ રીતે માર માર મારતાં આચાર્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી પોતાની પત્ને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આચાર્યને જિલ્લાની ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે કેસ નોંધ્યો
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હકીકતમાં, કારની અંદર બેઠેલા કોઈએ આખી મારપીટની ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે હવે વાયરલ થઈ રહ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે માસ્ક પહેરેલા લોકો કોણ હતા અને તેમણે વિનય ગુપ્તાને શા માટે માર માર્યો હતો. જો કે ચર્ચા થઈ રહી છે કે શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનઓને ઠપકો આપવામાં આવ્યો હતો. જેની રીસ રાખી આ હુમલો કરાયો હોઈ શકે છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2025-26: રાજ્યની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના, યુવનો માટે ખાસ વ્યવસ્થા
આ પણ વાંચોઃ Gujarat Budget 2025-26: શાળામાં ભણવાની સાથે બળકોને પોષણ પુરુ પાડવા સરકારની હાકલ, રુ.617 કરોડની જોગવાઈ
આ પણ વાંચોઃ ભારતીય સેના ઉપર ટિપ્પણી કરવાને લઈને કોર્ટે રાહુલ ગાંધીને મોકલી નોટિસ; જાણો શું આપ્યું હતુ નિવેદન