
Donald Trump: ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન ઉપર કરેલી સયુંકત લશ્કરી કાર્યવાહીમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીનું નિધન થયું છે. તેમની સાથે તેમના પરિવારના ચાર વધુ સભ્યોનું પણ નિધન થયું છે. ઈરાની મીડિયાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. મીડિયાના અહેવાલો મુજબ ખામેનીના નિધનને લઈ ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
Leader of the Islamic Revolution Ayatollah Seyyed Ali Khamenei was martyred in Israeli-American attack on Saturday. pic.twitter.com/dx80n47GoR
— IRNA News Agency ☫ (@IrnaEnglish) March 1, 2026
ઈઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં, ઈરાને પણ ઈઝરાયેલ સહિત 7 દેશો ઉપર અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવી હુમલા કર્યા હતા જ્યારે ઈરાન ઉપર થયેલા હુમલાઓ દરમિયાન, રવિવારે (1 માર્ચ, 2026) ખામેનીના પુત્રી, જમાઈ અને પૌત્રી સાથે મોત થયા છે.
■ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે 86 વર્ષીય આયાતુલ્લા અલી ખામેની લશ્કરી કાર્યવાહીમાં માર્યા ગયા છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ખામેની ઇતિહાસના સૌથી દુષ્ટ લોકોમાંના એક હતા અને તેમના મૃત્યુને ન્યાયની નિશાની ગણાવી હતી, તેમણે એમ પણ કહ્યું હતું કે એક અઠવાડિયા સુધી હજુપણ હુમલા ચાલુ રહેશે.
આ હુમલા મધ્ય પૂર્વ અને વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય ત્યાં સુધી વિરામ વિના ચાલુ રહેશે. ટ્રમ્પના નિવેદન પછી, આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ અહેવાલો ઝડપથી ફેલાઈ ગયા હતા,જોકે ખામેનીના મૃત્યુના અહેવાલો અંગે જુદા જુદા મત પ્રવર્તી રહયા છે, ઈરાનની અન્ય મુખ્ય સમાચાર એજન્સીઓ તસ્નીમ અને મેહરે કઈક અલગજ કહે છે. તેમણે જણાવ્યું હતું કે 1989 થી ઈરાનનું નેતૃત્વ કરી રહેલા આયાતુલ્લાહ અલી ખામેની જીવંત છે.
ઈરાનમાં આ સમાચાર વિશે અલગ અલગ રીતે દાવા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, એક વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીએ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે હુમલા પછી ખામેનીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, આ દાવાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. કોઈ સત્તાવાર આંતરરાષ્ટ્રીય સંગઠન કે સ્વતંત્ર સ્ત્રોતે આ સમાચારની પુષ્ટિ કરી નથી પણ ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટથી પૃષ્ટિ કર્યા બાદ ખામેનીના મોતની ખબર ઝડપથી વિશ્વમાં ફેલાઈ ગઈ હતી.






