
Vadodara: ગુજરાતની ‘સંસ્કારી નગરી’ તરીકે જાણીતી વડોદરા હવે અસામાજિક ઘટનાઓના કેન્દ્ર બની પડી છે, જ્યાં વિદ્યાર્થીઓના ‘પ્રેમલીલાઓ’થી શિક્ષણના ધામો પણ કલંકિત થઈ રહ્યા છે. તાજેતરમાં MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ક્લાસરૂમમાં જ ચુંબન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેણે આખા શહેરને શરમથી નીચું માથું કરાવ્યું છે. મળતી માહિતી મુજબ આર્ટ્સ ફેકલ્ટીમાં ATKT પરીક્ષા ચાલુ હતી, ત્યારે આ ‘ અશ્લીલ દ્રશ્ય’ બને, જેનો વીડિયો તરત જ વાયરલ થઈ ગયો.
MSUનો વધુ એક અશ્લીલ વીડિયો વાયરલ
આ મામલે યુનિવર્સિટીના ડીન પ્રો. કલ્પના ગવલીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, “આ ઘટના અત્યંત દુ:ખદ છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને રસ્ટિકેટ કરવા સુધીની કાર્યવાહી કરાશું, વીડિયો શૂટ કરનાર અને સુપરવાઇઝર સામે પણ નોટિસ આપીને કાર્યવાહી થશે.”
MS યુનિ. માં વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે ચુમાચાટી કરવા? | Newz Room Gujarat
(ન્યૂઝ રૂમ ગુજરાત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.)#vadodara #msuniversity #viralvideo #vadodaranews #students #newzroomgujarat pic.twitter.com/EuVxhusMY8— Newz Room (@NewzRoomGujarat) October 13, 2025
વડોદરાના ગરબા ગ્રાઉન્ડ્સ પણ થયા બદનામ
આ ઉપરાંત, વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ સુરક્ષાના અભાવ પર ચિંતા વ્યક્ત કરી, “યુનિવર્સિટીમાં અવાવરૂ જગ્યાઓ છે અને સિક્યુરિટીનો અભાવ છે. સીસીટીવી પર લાખો ખર્ચ કરીને પણ ક્લાસરૂમમાં કેમેરા નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ડર નથી.”આ ઘટના એકલી નથી; વડોદરાના ગરબા ગ્રાઉન્ડ્સ પણ આવી અશ્લીલતાથી બદનામ થયા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યુનાઇટેડ વે અને LVP ગરબા ગ્રાઉન્ડ પર ત્રણ કપલ્સે જાહેરમાં ચુંબન કરીને વીડિયો વાયરલ કર્યા, જેના કારણે ગાયક અતુલ પુરોહિતે કહ્યું, “માતાજીની આમાન્યા રાખો, ગ્રાઉન્ડ પર આવી હરકતો ના કરો.”
આ ઘટનાઓથી શહેરીજનોમાં તંત્ર પરના આક્ષેપ વધ્યા છે. ABVP જેવી સંસ્થાઓએ કડક કાર્યવાહીની માંગ કરી છે. વડોદરા ક્યારે જાગશે, જ્યાં વિદ્યા અને વિશ્વાસ બંનેને કલંક લાગે છે?
આ પણ વાંચો:
Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!
Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન









