
Aruna Irani: પાંચ દાયકા સુધી પોતાની અભિનય કુશળતાથી બોલિવૂડ પર રાજ કરનારી અનુભવી અભિનેત્રી અરુણા ઈરાનીને તો તમને યાદ જ હશે. મુખ્ય અભિનેત્રી, વેમ્પ અને માતાની ભૂમિકા ભજવીને રૂપેરી પડદે છાપ છોડી જનાર અભિનેત્રીને આપણે કેવી રીતે ભૂલી શકીએ? બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અરુણા ઈરાનીએ પોતાના લાંબા કરિયરમાં 500 થી વધુ ફિલ્મો અને ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો હતો અને આજે પણ તે જ ઉર્જા અને હિંમત સાથે પોતાનું જીવન જીવી રહી છે. 80 વર્ષની ઉંમરે પહોંચેલી અરુણા માત્ર ફિટ જ નથી દેખાતી, પણ હજુ પણ કામ કરી રહી છે અને તેનો જુસ્સો પ્રેરણાથી ઓછો નથી. પરંતુ તેના સ્મિત પાછળ એક લાંબી અને મુશ્કેલ લડાઈ છુપાયેલી છે. વર્ષોથી કોઈને કહ્યા વિના આ લડાઈ લડનાર અભિનેત્રીએ હવે તેના વિશે ખુલાસો કર્યો છે.
પ્રથમવાર કેન્સરની ખબર પડી ત્યારે…
તાજેતરમાં લહરેન સાથેની વાતચીતમાં અરુણા ઈરાનીએ(Aruna Irani) ખુલાસો કર્યો કે તેને બેવાર સ્તન કેન્સર થયું છે. પ્રથમવાર જ્યારે તેમને ખબર પડી કે મને કેન્સર છે ત્યારે તે ફિલ્મનું શૂટિંગ કરી રહતી. તેણે કહ્યું, ‘એક દિવસ હું શૂટિંગ કરી રહી હતી, મને ખબર નથી કે મને કેવી રીતે ખબર પડી, પરંતુ મેં કહ્યું ‘મને કંઈક લાગે છે’. જ્યારે અભિનેત્રી હોસ્પિટલમાં ગઈ, ત્યારે તેને ખબર પડી કે તેણીને કેન્સર છે. સાવચેતી રાખીને તરત જ સર્જરી કરાવી હતી. ડોક્ટરોએ કીમોથેરાપી સૂચવી, પરંતુ અરુણા ઈરાનીએ ઇનકાર કર્યો હતો. અરુણાને વાળ ખરવા અને ચહેરાના રંગ બદલાવાનો ડર હતો. કારણ કે તે ફિલ્મના શૂટિંગના કામમાં વ્યસ્ત હતી. જો વાળ ખરે તો શૂટિંગમાં અચણરુપ થઈ શકે.
મારી પોતાની ભૂલને કારણે કેન્સર ફરી થયું
‘જો મારા વાળ ખરી જશે તો હું કેવી રીતે ફલ્મ શૂટ કેવી રીતે કરીશ?’, આ વિચારીને અરુણા ઈરાનીએ ડૉક્ટરની સલાહ પર દવાઓનો માર્ગ પસંદ કર્યો. ડૉક્ટરોએ તેને સલાહ આપી કે જો તમે કીમોથેરાપી નહીં લો, તો તમારે દવા લેવી પડશે, જેના માટે તે સંમત થઈ ગઈ. પરંતુ માર્ચ 2020માં જ્યારે આખી દુનિયા કોવિડના આગમનથી ડરી ગઈ હતી, ત્યારે કેન્સર તેના જીવનમાં પાછું આવ્યું. આ વખતે અરુણા ઈરાનીએ પોતાના નિર્ણયથી પાછળ ન હટવાનો નિર્ણય કર્યો અને કીમોથેરાપીનો પણ આશરો લીધો. તેણે કહ્યું, ‘તે મારી ભૂલ હતી, કારણ કે મેં પહેલાં કીમોથેરાપી લીધી નહોતી. આ વખતે મેં તે અપનાવી.’ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. કીમોથેરાપી ટેકનિકલી સારી થઈ ગઈ હતી, વાળ થોડા ખરતા હતા પણ ઝડપથી પાછા આવતા હતા. આ વખતે તેણીએ દરેક સલાહનું પાલન કર્યું, દરેક પીડા સહન કરી અને ફરીથી કેન્સરને હરાવ્યું.
અભિનેત્રીને ડાયાબિટીસથી પણ….
માત્ર કેન્સર જ નહીં, અભિનેત્રીને ડાયાબિટીસથી પણ સંઘર્ષ કરવો પડ્યો હતો, જેના કારણે તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ડોક્ટરોએ તેને ચેતવણી આપી હતી. તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવી પડી હતી, પરંતુ તેની કોઈ પ્રક્રિયા થઈ ન હતી. છતાં આજે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તે હસે છે, વાત કરે છે અને સૌથી અગત્યનું કામ કરે છે. આજે પણ તે તેના કામથી લોકોના દિલ જીતી રહી છે. અરુણા ઈરાનીએ તેના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર અને હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કોમેડી, ડ્રામા, નેગેટિવ ભૂમિકાઓ ખૂબ સારી રીતે ભજવી છે. તેની કેટલીક મુખ્ય અને યાદગાર ફિલ્મોમાં ‘મા’, ‘કારવાં’, ‘બોમ્બે ટુ ગોવા’, ‘ફકીરા’, ‘બિદાઈ’, ‘અંદાઝ’, ‘રોટી’નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
UP: પાર્કિગની બબાલમાં યુવકને કચડી નાખ્યો, બે લોકોની ધરપકડ, જાણો વધુ
Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ
Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર
Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો
IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ