વિસાવદ અને કડીમાં ત્રિપાંખિયો જંગ, કોણ ફાવશે? | Elections

દિલીપ પટેલ

કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી(Elections) થશે. 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. 4 દિવસ પછી 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

કડી અને વિસાવદર બેઠકો પર ભાજપ, કોંગ્રેસે ઉમેદવારોએ અંતિમ દિવસે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી છે. કડી અને વિસાવદર બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. બંને બેઠકો પર કુલ 49 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

18 વર્ષથી આ બેઠક ભાજપને ફાળે આવી નથી. કડીમાં પણ સરળતાથી જીત મેળવી શકાય તેવી સ્થિતી નથી.

શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારો ઉભા રાખ્યા છે. પણ તે મત કાતરું સિવાય કોઈ ભૂમિકા રહેશે નહીં. અમિત શાહ અને વાઘેલા વચ્ચે બેઠક થઈ ત્યારથી જ તેમના વચ્ચે ઉમેદવારો ઉભા રાખીને સામેના પક્ષને નુકસાન કરવા માટે ઉપયોગ થઈ શકે છે.

કડી-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત કરવી પડી છે.

વિસાવદર

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં વિસાવદર નગર અને 98 ગામો આવેલાં છે. ગીર જંગલનો વિસ્તાર હોવાથી ત્યાંની આબોહવા આરોગ્યપ્રદ નથી. વિસાવદરમાં ભાજપે જે ખેલ કર્યા તેના કારણે છેલ્લા 1.5 વર્ષથી ત્યાંના વિકાસ કાર્યો ઠપ છે. બેઠક ડિસેમ્બર 2023 થી ખાલી છે.

ઘણા રાજકીય પક્ષોને નાગરિકોએ ચૂંટેલા છે. જનતા દળ, આમ આદમી પાર્ટી જેવા પક્ષોને લોકો ચૂંટીને સત્તા સામે બળવો કરતાં રહ્યાં છે. અહીંથી જીતીને કેશુ પટેલ મુખ્યમંત્રી પણ બન્યા હતા. તેમને મોદીએ હાંકી કાઢવા માટે ષડયંત્રો રચેલા તે અહીંના મતદારોને પસંદ નથી તેથી 14 વર્ષથી વિસાવદર વિધાનસભામાં ભાજપને જે સંન્યાસ મળ્યો છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. પહેલાં આમ આદમી પાર્ટી અને પછી ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતાં. છેલ્લે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. 22 ઉમેદવારી પત્રો ભરાયા હતા.

ઉમેદવારનું નામ પક્ષ

કિરીટ બાલુ પટેલ ભારતીય જનતા પાર્ટી
રાણપરીયા નિતીનકુમાર લખમણ ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ
ગોપાલ ગોરધન ઈટાલીયા આમ આદમી પાર્ટી
રમણીક જીવરાજ દુધાત ભારતીય જનતા પાર્ટી
કલ્પનાબેન અનિલ ચાવડા ભારતીય જન પરિષદ
કિશોર ગોબર કાનકડ પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી
અનિલ નરેન્‍દ્ર ચાવડા ન્યુ ઈન્‍ડીયા યુનાઈટેડ પાર્ટી
ચંદ્રીકાબેન કરશન વાડદોરીયા ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ
હરેશ છગન સાવલીયા આમ આદમી પાર્ટી
બિનલકુમાર વિષ્ણુ પટેલ આપકી આવાઝ પાર્ટી
દલસુખ વશરામ હીરપરા અપક્ષ
પરમાર રાજેશકુમાર પ્રેમજી અપક્ષ
રજનીકાંત પોપટ વાધાણી અપક્ષ
યુનુસ હુસુન સોલંકી અપક્ષ
હિતેશ પ્રેમજી વઘાસીયા અપક્ષ
સોલંકી રોહિત બધા અપક્ષ
તુલશી મનુ લાલૈયા અપક્ષ
સુરેશકુમાર જયંતી માળવીયા અપક્ષ
પ્રજાપતિ ભરત સવજી અપક્ષ
ટાંક સંજય હિતેષ અપક્ષ
રાજ પ્રજાપતિ અપક્ષ
નિરૂપાબેન નટવરલાલ માધુ અપક્ષ

વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ છે. આમ આદમી પક્ષ, ભાજપ અને કોંગ્રેસ એમ ત્રણેય ઉમેદવાર પાટીદાર છે.

વર્ષ 2022માં વિસાવદર બેઠક પર આમ આદમી પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતા. ભાજપ અને કોંગ્રેસની સૌથી મોટો પડકાર એ છે કે, ઈટાલિયાને ગાંધીનગર આવતા રોકે. આ તરફ, આપે પણ આ બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. કોંગ્રેસ પણ મેદાનમાં છે. વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે.

આમ આદમી પક્ષ

વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયા ઉમેદવાર છે. તેઓ કાયદાની કોલેજમાં અભ્યાસ કરે છે. આપના પ્રદેશ પ્રમુખ હતા. હવે રાષ્ટ્રાય નેતા છે. ગોપાલ ઇટાલિયા પાસે 14 લાખની સંપત્તિ, ઘર-ગાડી નથી, 21 કેસ તેમની સામે છે. પત્નીના ખાતામાં રૂ.1846 છે.

આમ આદમી પક્ષના કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન માન અહીં પ્રચાર કરીને ગયા છે. દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આતિશી સિંહ અહીં આવીને ગયા છે.

જમીન, કાર, વાહન કે મકાન નથી. છેલ્લા પાંચ વર્ષની તેમની વાર્ષિક આવક 6 લાખ સુધી રહી છે. કેશુ સાથેનો ઇટાલિયાનો AI વીડિયોએ ચર્ચા જગાવી હતી. જેમાં લાલજી કોટડિયાએ બદનક્ષીનો ગુનો નોંધવા અરજી કરી કરી છે.

ભાજપ

ભાજપના વિસાવદર પર કિરીટ બાલુ પટેલ ઉમેદવાર છે. બે ટર્મ સુધી જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ હતા. હર્ષદ રીબડીયા અને ભુપત ભાયાણીને રાજકીય પછડાટ આપી કિરીટ પટેલ બીજી વખત ઉમેદવાર બનવાયા છે.

પક્ષપલટું

વિસાવદરમાં ભાયાણી અને રિબડીયાને પક્ષપલટો કર્યાં પછીય ફાયદો ન થયો. તેઓ ભાજપમાં ગયા પણ ભાજપે બીજી વખત ઉમેદવાર ન બનાવ્યા. ભૂપત ભાયાણીએ વિસાવદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યુ હતું. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભાજપ પક્ષપલટો કરાવીને લઈ ગયો હતો. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાને ભાજપે પક્ષપલટો કરાવીને પોતાના પક્ષમાં લઈ ગયા હતા. બંને પક્ષપલટુઓ વિસાવદર બેઠક માટે મજબૂત દાવેદાર હતાં. બન્નેએ રાજકીય સોદાબાજી થઈ હતી. બંનેની ગણતરી ઉંધી પડી છે. બંને પક્ષપલટુ નેતાઓને ભાજપે હાંસિયામાં ધકેલી દીધા છે. ઘરના, ન ઘાટના બની રહ્યાં હતાં.

ભાજપે નવા ચહેરાની પસંદગી કરી છે. ભાજપના કેશુ પટેલ અહીં ધારાસભ્ય હતા. મોદીના સમયમાં અત્યાર સુધી ભાજપને લોકોએ ફેંકી દીધો હતો. ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સહિતના દિગ્ગજ નેતાઓને આ બેઠક જીતવા જવાબદારી આપી છે.

ઓપરેશન સિંદૂરથી ભાજપ ચૂંટણી જીતવા તમામ કામ કરશે

વિસાવદરમાં ભાજપના ઉમેદવારની 31 કરોડની સંપત્તી રજૂ કરાઈ છે. જેમાં 2017ની સરખામણીએ 10 કરોડનો વધારો થયો છે.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે મજબૂત દાવો રમ્યો છે. પાર્ટીએ પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ટિકિટ આપી છે. કિરીટ પટેલ તેમના સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે. પાર્ટી દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

કિરીટ પટેલ જૂનાગઢ યુવા ભાજપ પ્રમુખ હતા. તાલાલા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના પ્રમુખ હતા. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ હતા. એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે. બિલ્ડર છે. 20 વર્ષથી ભાજપમાં છે. ગ્રામ્ય વિસ્તારમાં તેમનો પ્રભાવ છે.

કોંગ્રેસ

કોંગ્રેસા વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયા વિધાનસભા માટે નવા ઉમેદવાર છે. ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે. નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય અને વિસાવદર તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાની 25 લાખની સંપત્તિ જાહેર કરાઈ છે.

કડી
2.89 મતદારો છે. કડીના દરેક ગામમાંથી ભાજપના એક એક ઉમેદવારે ઉમેદવારી 2022માં કરી હતી. 87 કાર્યકરોએ ટીકીટ માંગી હતી. કડી એસસી અનામત બેઠકમાં પાટીદાર અને ઠાકોર સમાજના મતો મહત્વના છે.

કડી વિધાનસભા જ્ઞાતિ સમીકરણ

પાટીદાર 31 ટકા
ઠાકોર 30 ટકા
એસ સી 12.5 ટકા
મુસ્લિમ 9 ટકા
રબારી સમાજ 04 ટકા
બ્રાહ્મણ 2 ટકા
દરબાર 04 ટકા
પ્રજાપતિ સમાજ 04 ટકા
રાવળ 04 ટકા

કડીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક 2025માં ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. કડીમાં ચાવડા સામે ચાવડાનો જંગ છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં 87 જેટલા દાવેદારોએ કડી બેઠક માટે ભાજપમાંથી દાવેદારી કરી હતી, કરશન સોલંકીને રિપીટ કરવામાં આવ્યા હતા.

કડી બેઠક ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુ:ખાવો છે. કડી અનામત બેઠક પર વર્ષ 2017માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી અને વર્ષ 2022માં પણ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી.

કડી વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવાર
– રાજેન્‍દ્રકુમાર દાનેશ્વર ચાવડા (ભારતીય જનતા પાર્ટી)
– રમેશભાઈ મગનભાઈ ચાવડા (ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ)
– અલ્પેશભાઈ જશુભાઈ પરમાર (માલવા કોંગ્રેસ)
– ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ (આમ આદમી પાર્ટી)
– પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ (ભારતીય જન પરિષદ)
– મકવાણા દશરથભાઈ ગણપતભાઈ (આપકી આવાઝ પાર્ટી)
– નાગેશકુમાર ગણપતભાઈ ઝાલા (અપક્ષ)
– સેનમા ભરતકુમાર ગાભુભાઈ (અપક્ષ)

ભાજપ

કડીમાં મોડીરાત્રે ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડા ઉમેદવાર જાહેર કર્યા હતા. મહેસાણાના જોટાણાના વતની છે અને બી.એ. અભ્યાસ છે. 1972થી જનસંઘમાં હતા. મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય હતા.

કોંગ્રેસ

કડી બેઠક માટે કડીના પૂર્વ ધારાસભ્ય અને લડાકુ નેતા રમેશ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર છે. હિતુ કનોડિયાને ચૂંટણીમાં હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની પસંદી છે.

આમ આદમી પક્ષ

કડી વિધાનસભામાં જગદીશ ચાવડા આમ આદમી પક્ષના ઉમેદવાર છે.

 

આ પણ વાંચો:

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ