
Wintrack Company in India : PM મોદીના સ્લોગન “હું ખાતો નથી અને ખાવા દેતો નથી!”ની પોલ ખોલવા કંપની કટિબદ્ધ કહ્યુ’ભારતમાં ધંધો કરવો મુશ્કેલ!ભારતમાં ધંધો કરવો હોયતો અધિકારીઓ લાંચ આપવી પડે તે મુદ્દો વૈશ્વિક સ્તરે દેશની ઇમેજ માટે નુકશાનકારક સાબિત થાય તેમ છે.
ભારતમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બનતો જઈ રહ્યો છે કે પૈસા વગર કોઈ કામ થતું નથી દેશમાં વાસ્તવિક સ્થિતિ ખૂબજ ખરાબ છે જેમાંથી બિઝનેસ ક્ષેત્ર પણ બાકાત નથી અને જો ધંધો કરવો હોયતો ગાંધીછાપ આપવા જ પડે તેવી સ્થિતિ છે આવું દરેક જગ્યાએ છે અને સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ પૈસા વગર કામ કરતા નહિ હોવાનું લગભગ બધા જાણે છે ત્યારે હવે જે મુદ્દો સામે આવ્યો છે તેમાં વાત એટલા માટે ગંભીર છે કે એક કંપની ભારતીય કસ્ટમના અધિકારીઓના ત્રાસથી ભારતમાંથી પોતાનો ધંધો સમેટી રહી હોવાનું તેણે સોશ્યલ મિડિયા સાઈટ ઉપર કહ્યુ છે જેની દુનિયાભરમાં ફજેતી થઈ શકે તેમ છે.
મહત્વનું છે કે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચીજો પર ભારે ટેરીફ નાખતા દેશની સ્થિતિ આમેય ખરાબ છે પરિણામે ભારતમાં ઉત્પાદન એકમો વધારવા તેમજ ઇનોવેટીવ સ્ટાર્ટઅપ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવાની માંગ ઉઠી છે અને ભારતમાં એક તરફ નવાં ઉત્પાદન એકમો ઉભા કરીને રોજગારી પેદા કરવાનો પ્લાન તૈયાર કરાયો છે તેવા સમયે જ ચેન્નાઇમાં કસ્ટમ ખાતાથી ત્રસ્ત થઈ વિનટ્રેક નામની એક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કંપનીએ ભારત છોડવાની તૈયારી કરવા મુદ્દે જાહેરાત કરતા ભારે હોબાળો મચી ગયો છે. તમિળનાડુમાં વિનટ્રેક કંપનીએ ભારતના કસ્ટમ વિભાગ ઉપર ખૂબજ ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં ચેન્નાઇ કસ્ટમ દ્વારા તેઓ પાસે લાંચ માંગી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહયા છે અને જો ભારતમાં ધંધો કરવો હોયતો ‘હપ્તો’ આપવો પડશે તેવી ધમકી આપવા સાથે સતત પૈસાની માંગણીથી કંટાળીને ચેન્નાઇ ખાતેની કંપની બંધ કરી ભારત છોડી રહયા હોવાની જાહેરાત કરી છે. હવે જો આ પ્રકારનો ભારતમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી જો કોઇ કંપની ભારત છોડે છે તો તે મુદ્દો વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતની છબીને મોટું નુક્સાન પહોંચાડી શકે છે.
આ કંપનીએ ચેન્નાઇના કસ્ટમ વિભાગના અધિકારીઓની કનડગતના કારણે અને ખોટી રીતે પૈસા માંગી થઈ રહેલી હેરાનગતિ અંગે કંપની વિનટ્રેકે જાહેરમાં વાત કરતા હવે દુનિયામાં ફજેતી થવાના ડરથી હવે કેન્દ્ર સરકારે ઘટનાની ન્યાયિક તપાસ મામલે કાર્યવાહી હાથ ધરી છે અને નાણા મંત્રાલયે ચેન્નાઇ કસ્ટમ સામે થયેલા આક્ષેપોની તપાસ કરવા આદેશ આપ્યા છે જેની તપાસ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂના સિનિયર અધિકારી દ્વારા થશે.
વિનટ્રેક કંપનીએ પોતાની સાથે ભારતીય અધિકારીઓ દ્વારા થઈ રહેલી હેરાનગતિ મામલે સોશ્યલ મીડિયાની માઇક્રો બ્લેાગીંગ સાઇટ એેક્સ પર લખતા આખો મામલો સામે આવ્યો હતો, જેમાં કંપનીએ લખ્યું હતું કે ભારતમાંથી આયાત નિકાસના કામો બંધ કરીએ છીએ કેમ કે અમે ચેન્નાઇ કસ્ટમની સતત હેરાનગતીથી કંટાળ્યા છીએ. અમારી કંપની પહેલી ઓક્ટોબરથી ભારતમાંથી કરાતી આયાત નિકાસના કામો બંધ કરી રહી છે. કંપનીના અધિકારીએ ઉમેર્યું હતું કે ચેન્નાઇ કસ્ટમે વર્ષમાં બે વાર લાંચ (હપ્તો) માંગવાની શરૂઆત કરી હતી અને જો અમે તેમની માંગણીના સંતોષીએ તો કામગીરી ખોટકી નાખવાની ધમકી આપે છે તેઓએ આક્ષેપ કર્યો કે છેલ્લા ૪૫ દિવસથી ચેન્નાઇ કસ્ટમના અધિકારીઓ સતત હેરાન કરી રહ્યા છે.
જોકે, વિવાદ વધ્યા બાદ ચેન્નાઇ કસ્ટમ વિભાગ આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી રહ્યું છે અને દાવો કર્યો કે આ કંપની પોતનો માલ સામાન યોગ્ય કાર્યવાહી કર્યા વગર મોકલવા માંગે છે જે ન થવા દેવામાં આવેતો ખોટા આક્ષેપ કરવામાં આવી રહયા છે. ચેન્નાઇ કસ્ટમે કહ્યું છે કે અમે માત્ર કાયદાનું પાલન કરવા કહ્યું છે.
બીજી તરફ કંપનીએ કસ્ટમ ડિપાર્ટમેન્ટની પોલ ખોલતા કહ્યું કે ચેન્નાઇના અધિકારીઓેએ તેઓનુ શિપમેન્ટ ક્લીયર કરવા દોઢ લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરાયો છે.
કંપની અને સરકારી અધિકારીઓ વચ્ચે લાંચનો આ મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો છે ત્યારે ભારતમાં ભ્રષ્ટાચાર અને કનડગતનો આ મામલો વૈશ્વિક સ્તરે દેશની ઇમેજ બગાડી શકે છે.
એક તરફ ભારતના પીએમ કહે છે કે “હું ખાતો નથી અને ખાવા દેતો નથી!” ત્યારે બીજી તરફ ઠેરઠેર ઉઠી રહેલા આ પ્રકારના ભ્રષ્ટાચારની ફરિયાદો વિરોધાભાસ ઉભો કરી રહી છે ત્યારે હવે આ પ્રકરણમાં સરકાર શુ કરશે તેતો સમયજ બતાવશે.
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!








