કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

  • India
  • April 14, 2025
  • 3 Comments

Congress  MLA BJP  leader beaten in Rajasthan : રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બૌનલીમાં ભાજપ મંડળ પ્રમુખ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે જબ્બર મારામારી થઈ છે. આ વિવાદ ડો. બી.આર. આંબેડકરની પ્રતિમા પાસે તકતી લગાવવાને લઈને શરૂ થયો હતો. જેમાં કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને કોલર પકડીને ધબેડી નાખ્યો છે.

એવો આરોપ છે કે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ઈન્દિરા મીનાએ કથિત રીતે ભાજપ નેતા હનુમાન દીક્ષિત પર હુમલો કર્યો હતો. તેનો કોલર ખેંચ્યો અને શર્ટ ફાડી નાખ્યું હતુ. ઝપાઝપી દરમિયાન કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ કહ્યું, “શું ભાજપમાંથી હોવાનો અર્થ એ છે કે તમે ગુંડાગીરીનો આશરો લેશો?”

બે વર્ષ પહેલા બૌનલીમાં ડો. બી.આર. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જાહેર બાંધકામ વિભાગ (PWD) હવે ટ્રાફિક ઇન્ટરસેક્શન બનાવાયું છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ બામનવાસના ધારાસભ્ય ઇન્દિરા મીણા દ્વારા કરવામાં આવ્યો હતો. તે સમયે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સાથે તકતી પર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ લખેલું હતું.

તકતી બદલવા પર વિવાદ

મળતી માહિતી મુજબ આ તકતી રવિવારે રાત્રે દૂર કરવામાં આવી હતી. તેના સ્થાને ઇન્દિરા મીણા અને નગર પરિષદના પ્રમુખ કમલેશ દેવી જોશીના નામની બીજી તકતી લગાવવાની હતી. આના પર ભાજપના બાઉનલી મંડળના પ્રમુખ હનુમાન દીક્ષિત અને સ્થાનિક વડા કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો અને તેને હટાવી દીધી હતી.

કોંગ્રેસના ધારાસભ્યો મધ્યરાત્રિએ ઘટનાસ્થળે પહોંચ્યા

તકતી હટાવવાની માહિતી મળતા જ ધારાસભ્ય ઇન્દિરા મીણા મધ્યરાત્રિએ ત્યાં પહોંચી ગયા  હતા.  તકતી દૂર થતી જોઈને મીના હનુમાન દીક્ષિત સાથે તકરારમાં ઉતરી ગઈ હતી. ધીમે ધીમે ઝઘડો ઉગ્ર બની ગયો હતો. આ પછી જ્યારે હનુમાન દીક્ષિત પોતાની કારમાં જવા લાગ્યા, ત્યારે મીના તેમની કારના ફૂટરેસ્ટ પર ચઢી ગઈ જેથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી ઝપાઝપી પણ થઈ હતી.

બે કલાક સુધી હોબાળો ચાલ્યો

માહિતી અનુસાર આ હંગામો લગભગ 2 કલાક સુધી ચાલુ રહ્યો હતો. બાદમાં, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ચંદ્ર પ્રકાશ વર્મા, ASP નીલકમલ અને SHO રાધા રમણ ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ દરમિયાનગીરી કરી અને બંને પક્ષોને શાંત પાડ્યા. હાલમાં બંને તકતીઓ સુરક્ષિત રાખવામાં આવી છે.

આ પણ વાંચો:

Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

પ્રદૂષણના કારણે ગુજરાતમાં 4 લાખ લોકો અજાણતા મોતને ભેટે છે | Gujarat pollution

Related Posts

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!
  • October 27, 2025

SIR: ચૂંટણી પંચે હવે બિહારની જેમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કરવાની જાહેરાત કરી છે. દાવો છે કે નકલી મતદાર યાદીઓ અટકાવવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચે…

Continue reading
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’
  • October 27, 2025

BJP Minister Blames Victims in Indore Harassment: મહિલા વર્લ્ડ કપ મેચ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર્સ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયેલી અપમાનજનક છેડતીની વાત વિશ્વમાં ચર્ચામાં છે. આ ઘટનાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 4 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 17 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 20 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 24 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો