
World Boxing Finals: ગ્રેટર નોઈડામાં યોજાયેલા વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સ 2025માં ભારતીય બોક્સરો હાવી થઈ પડયા અને રીતસર તરખાટ મચાવી દીધો છે.
તા.16 નવેમ્બરથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં 10 મહિલા અને 10 પુરુષો એમ કુલ 20 ભારતીય બોક્સરોએ ભાગ લીધો અને તે પૈકીના 15 ખેલાડી ફાઈનલમાં પહોંચ્યા જેમાં નવ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આમાંથી સાત ગોલ્ડ મેડલ મહિલા વર્ગમાં આવ્યા હતા, જેમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન અને પ્રીતિ પવાર જેવી સ્ટાર્સ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
પરવીન હુડા અને જાસ્મિનએ પણ પોતપોતાની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેમાં મીનાક્ષી હુડ્ડાએ 48 કિગ્રા વર્ગમાં ઉઝબેકિસ્તાનની બોક્સરને હરાવી પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો ત્યારબાદ 54 કિગ્રા વર્ગમાં ઈટાલિયન બોક્સરને હરાવનાર પ્રીતિ પવારે પંચ સાથે ભારતનો ગોલ્ડ મેડલ સુરક્ષિત કર્યો.જ્યારે 70 કિગ્રા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર અરુંધતી રેડ્ડીએ ભારત માટે ગોલ્ડ મેડલની હેટ્રિક પૂર્ણ કરી હતી.
ભારતનો ચોથો ગોલ્ડ મેડલ 80 કિગ્રા વર્ગમાં આવ્યો, જ્યાં નુપુર શિઓરા ઉઝબેકિસ્તાનની ઓલ્ટિનોયને 5-0 થી એકતરફી રીતે હરાવી ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.હવે સૌની નજર જેના ઉપર હતી તેવી બે વખતની વિશ્વ ચેમ્પિયન રહેલી નિખત ઝરીન કે જે ખભાની ઈજાને કારણે એક વર્ષ બહાર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વાપસી કરી છે તે નિખતે 51 કિગ્રા વર્ગ મુકાબલામાં ઉઝબેકિસ્તાનની જાનિવા ગુલસેવરને હરાવીને ફાઈનલમાં પહોંચી અને ફાઈનલમાં તેણીનો સામનો ચાઈનીઝ તાઈપેઈની ગુઓ યી ઝુઆન સાથે થયો અને તેને હરાવી નિખતે ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
જ્યારે જાસ્મિન લેમ્બોરિયાએ પણ 57 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો, અને પરવીન હુડ્ડાએ 60 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ સિવાય પુરુષોના વર્ગમાં ભારતના સચિન સિવાચે પુરુષોના 60 કિલોગ્રામ વર્ગમાં દેશનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. આ વર્લ્ડ કપ ફાઈનલમાં આ ભારતનો આઠમો ગોલ્ડ મેડલ હતો તેજ રીતે હિતેશ ગુલિયાએ ભારતને નવમો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો આમ,કુલ નવ ગોલ્ડ મેળવી ખેલાડીઓએ તરખાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







