Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • India
  • February 14, 2026
  • 0 Comments

Yogi Adityanath: ભાજપ હંમેશા હિન્દુત્વનો ઝંડો લઈ આગળ આવ્યું છે અને સાધુ, સંત ,ગાય ,ભગવા આ બધું ઓળખ બનું ગયું હતું પણ પ્રયાગરાજમાં શંકરાચાર્ય વાળો મુદ્દો જ્યારથી ઉઠ્યો ત્યારથી અને કતલખાના વાળું પ્રકરણ સામે આવ્યું ત્યારથી લાગે છે કે હિંદુત્વની હવા ધીરેધીરે ફુગ્ગામાંથી બહાર નીકળી રહી છે.

યોગી આદિત્યનાથ અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે કહ્યું હતું કે, બધાજ વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે અને કોઈપણ પીઠના આચાર્ય વાતાવરણ ખરાબ ન કરી શકે. તેઓએ તેમની મર્યાદામાં રહેવું પડે અને કાયદાનું પાલન કરવું પડે.

જો તેઓ શંકરાચાર્ય હોત તો બધાજ નિયમોનું પાલન કર્યું હોત પણ તેનાથી વિપરીત શુ થયું? વારાણસીમાં લાઠીચાર્જ સુધી સ્થિતિ કેમ પહોંચી અને FIR કેમ થઈ ? નૈતિકતાની વાતો કરનારાઓએ પહેલા પોતાના આચરણ પર ધ્યાન આપવું જોઈએ તેમ યોગીએ કહ્યું હતું.

મુખ્યમંત્રી યાગીએ કહ્યું કે, પ્રયાગરાજના માઘ મેળામાં સાડા ચાર કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા ત્યારે ત્યાં વ્યવસ્થા અને સુરક્ષા સર્વોપરી છે. સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ એક્ઝિટ ગેટથી બહાર નિકળી રહ્યા હોય, ત્યારે તે ગેટથી કોઈએ અંદર આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’
સરકારની પ્રાથમિકતા વ્યવસ્થા જાળવવાની અને શ્રદ્ધાલુઓની સુરક્ષા કરવાની છે.’

જે ગેટ માત્ર ભક્તોને બહાર નીકળવા માટે બનાવ્યો છે તેવા એક્ઝિટ ગેટથી તેઓ એન્ટ્રી કરવાના હતા તેનાથી નાસભાગ થવાની આશંકા હતી અને શ્રદ્ધાળુઓ માટે મોટું જોખમ હતું ત્યારે એક જવાબદાર વ્યક્તિ ક્યારેય આવા પ્રકારનું આચરણ ન કરી શકે, યોગી અદિત્યનાથે કહ્યું કે ‘જો સમાજવાદી પાર્ટીના લોકો તેઓને પૂજવા ઈચ્છે છે તો ભલે પૂજે, પરંતુ સરકાર કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે.’

યોગીના આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વળતા પ્રહારમાં મુખ્યમંત્રીને નકલી યોગી ગણાવી કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સૌથી વધુ સાંપ્રદાયિક, અલોકતાંત્રિક અને અસંસ્કારી છે. સરકાર કાનપુરને બદનામ કરવા માટે બુલડોઝરથી લોકોને ડરાવતી રહે છે. તેઓ શંકરાચાર્ય અને ત્રિવેણી વિવાદનું સત્ય છુપાવવનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા નબળી પડી ગઈ છે અને મેક ઈન ઈન્ડિયાની વાતો પોકળ સાબિત થઈ રહી છે.’

આમ,હિન્દુત્વ અને સંતો માટે મોટી મોટી વાતો કરનારા ભાજપ માટે હવે આ પ્રકરણ તેઓની ઈજ્જતની જાહેરમાં ‘વાટ’ લગાવી રહ્યું છે.
એમાંય વળી વિધાનસભામાં યોગી અદિત્યનાથે ભગવા કપડામાં જ બીજા સનાતની ભગવાની આલોચના કરતા સ્નાતનીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે કે સનાતનીઓમાં પણ હવે શુ રાજકારણ ઘુસી ગયુ છે?

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mahashivratri: આ મહાશિવરાત્રી પર સતત 12 કલાક રહેશે ભદ્રાનો પડછાયો ! કેવી રીતે અને ક્યારે પૂજા કરવી,જાણો
  • February 10, 2026

Mahashivratri : મહાશિવરાત્રી ૨૦૨૬નું પર્વ તા. ૧૫ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ વખતે ભદ્રાનો અશુભ યોગ આ દિવસે બની રહ્યો હોય ભક્તોમાં જલાભિષેક અને પૂજાના સમય વિશે મુંઝવણ ઉભી થઈ છે.…

Continue reading
Meerut News: ઓનલાઈન ગેમિંગ બની મોતનું કારણ; “માઈન્ડ એટેક”આવતા 22 વર્ષીય યુવાનનું મોત!
  • February 9, 2026

Meerut News: આજકાલ યુવાનો અને બાળકોમાં ઓન લાઈન ગેમનું દુષણ વઘ્યુ છે ત્યારે તેના ગંભીર પરિણામો પણ સામે આવી રહયા છે, મેરઠના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક દુ:ખદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

FARMER ISSUES: ખેડૂત અગ્રણી ચૌધરી હરપાલ સિંહે કહ્યું” અમેરિકા સાથેના ડીલથી ભારતીય કિસાન બરબાદ થઈ જશે! જુઓ ખાસ ચર્ચા

  • February 14, 2026
  • 3 views
FARMER ISSUES: ખેડૂત અગ્રણી ચૌધરી હરપાલ સિંહે કહ્યું” અમેરિકા સાથેના ડીલથી ભારતીય કિસાન બરબાદ થઈ જશે! જુઓ ખાસ ચર્ચા

Gujarat: રાજ્યમાં અંદાજપત્રનું અવનવું ; અઢી કરોડ શહેરજનો ઉપર દર મહિને ₹2000 બોજો આવશે!

  • February 14, 2026
  • 5 views
Gujarat: રાજ્યમાં અંદાજપત્રનું અવનવું ; અઢી કરોડ શહેરજનો ઉપર દર મહિને ₹2000 બોજો આવશે!

Congress: રાહુલ ગાંધી હવે મોદીના માથાનો દુઃખાવો બન્યા! વિપક્ષને શુ કહેવું? ‘હર સવાલ કા જવાબ નહિ હોતા!’ જુઓ વિશ્લેષણ

  • February 14, 2026
  • 6 views
Congress: રાહુલ ગાંધી હવે મોદીના માથાનો દુઃખાવો બન્યા! વિપક્ષને શુ કહેવું? ‘હર સવાલ કા જવાબ નહિ હોતા!’ જુઓ વિશ્લેષણ

Modi: PM ઓફિસનું નવું સરનામું એટલે ‘સેવા તીર્થ!’ જનતાને શુ ફાયદો થશે? જુઓ વિસ્તૃત છણાવટ

  • February 14, 2026
  • 8 views
Modi: PM ઓફિસનું નવું સરનામું એટલે ‘સેવા તીર્થ!’ જનતાને શુ ફાયદો થશે? જુઓ વિસ્તૃત છણાવટ

USA: અમેરિકાના કૃષિ ઉત્પાદનને ભારતમાં આયાતની છૂટ પણ ગુજરાતના કૃષિ ઉત્પાદનોને USમાં એન્ટ્રી નહિ! આતે કેવી દાદાગીરી? જુઓ વિડીયો

  • February 14, 2026
  • 7 views
USA: અમેરિકાના કૃષિ ઉત્પાદનને ભારતમાં આયાતની છૂટ પણ ગુજરાતના કૃષિ ઉત્પાદનોને USમાં એન્ટ્રી નહિ! આતે કેવી દાદાગીરી? જુઓ વિડીયો

Narendramodi: ગુજરાતે “નકલી નોટોના કારોબાર”માં દેશમાં ક્રમ હાંસલ કર્યો! મોદીના સપના અધૂરા રહી ગયા!

  • February 14, 2026
  • 12 views
Narendramodi: ગુજરાતે “નકલી નોટોના કારોબાર”માં દેશમાં ક્રમ હાંસલ કર્યો! મોદીના સપના અધૂરા રહી ગયા!