પરેશ ધાનાણી તાડૂક્યાં; ભ્રષ્ટાચારીઓ-બુટલેગરોને ખુલ્લો દૌર તો વિરોધ કરનારાઓને જેલ

  • Gujarat
  • December 25, 2024
  • 0 Comments

આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખાસ ઉપસ્થિત રહીને યુવાઓને સંબોધીને ચોટદાર ભાષણ કર્યું હતું.

ગુજરાતમાં આજે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર અને ભ્રષ્ટાચારની સમસ્યાથી જનતા પીડાઈ રહી છે. દારૂ વેચનારાઓ ખુલ્લા ફરી રહ્યાં છે અને તેમનો વિરોધ કરનારાઓને જેલમાં પૂરવામાં આવી રહ્યાં છે. ડ્રગ્સ વેચનારા ખુલ્લા ફરી રહ્યાં છે અને તેમનો વિરોધ કરનારાઓને જેલમાં નાંખવામાં આવી રહ્યાં છે. ભ્રષ્ટાચાર કરનારાઓ ખુલ્લા ફરી રહ્યાં છે તો બીજી તરફ તેનો વિરોધ કરનારાઓ સામે કેસ કરવામાં આવી રહ્યાં છે.

ધાનાણીએ વધુમાં કહ્યું કે, આજે જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય તેવી સ્થિતિમાં જનતા પોતાની જાતને નિસહાય મહેસૂસ કરી રહી છે, ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ કમિટીના યુવા કાર્યકર્તાઓ પીડિત માણસોની આવાજ બનશે.

પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ શેરો શાયરી અંદાજમાં પરેશ ધાનાણીએ યુવાનોને આકર્ષિત કરતું ભાષણ કરીને આજના સમયમાં મંદી મોંઘવારી સામે સરકાર ઉપર આકરા પ્રહારો કરીને યુવાનો નવી દિશામાં કામ કરે તેવું આહવાન કર્યું હતું. સરકાર સામે પ્રહારો કરતાં તેમણે કહ્યું હતુ કે, દારૂ વેચનારા ખુલ્લેઆમ ફરે છે ને વિરોધ કરનારા જેલમાં પુરાઈ જઈ રહ્યાં છે.

ધાનાણીએ ગાંધીના ગુજરાતને બરબાદી તરફ ધકેલાતા યુવાનોએ જાગૃત બનવાની જરૂર હોવાનું જણાવીને આજે અમરેલી જિલ્લામાં નવનિયુક્ત નવા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ને સૌથી વિશેષ આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ને આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને અનુલક્ષીને યુથ કોંગ્રેસ દ્વારા અત્યાર થીજ તૈયારીઓ લાગી જવાની હાંકલ કરવામાં આવી હતી. આ સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ગુજરાતના નિર્ભયા કાંડ જેવી ઘટના અંગે આકરા પ્રહારો સરકાર સામે કર્યા હતા

ભાજપના નેતાઓ સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે, નિર્ભયાઓ થરથર કાંપી રહી છે અને નારી શક્તિ અવાજ ઉઠાવશે અને એ અવાજ કોંગ્રેસનો અવાજ હશે.

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

  • March 4, 2026
  • 3 views
Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો

  • March 4, 2026
  • 3 views
Stock Market Crash 2026:  મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો

Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત

  • March 4, 2026
  • 6 views
Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત

US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

  • March 3, 2026
  • 6 views
US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 3, 2026
  • 9 views
Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

  • March 3, 2026
  • 14 views
Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?