Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો

Kheda: ખેડા જીલ્લાના માતર તાલુકામાં આવેલા ભલાડા ગામામાંથી 19 વર્ષિય યુવકનો મૃતદેહ ગઈકાલે કૂવામાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકનો મૃતદેહ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પિતાએ લીંબાસી પોલીસ મથકે જાણ કરતી હતી. જો કે પિતાએ આક્ષેપ કર્યા છે કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ન હતી. પિતાએ પોલીસ પર ગંભીર આક્ષેપ મૂકતાં કહ્યું છે કે બે દિવસથી જાણ કરી હોવા છતાં પોલીસ કોઈ જવાબ લેવા કે કાર્યવાહી કરવા આવી ન હતી. કે કોલ્સ ડિટેલ્સ પણ શોધી ન હતી.

માતરના ભલાડા ગામનો 19 વર્ષીય યુવક જયદીપ રાવળ ઉર્ફે જલ્લુનો મૃતદેહ અવાવરુ કુવામાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જયદીપ 14મી એપ્રિલે સવારના સમયે વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નકળી ગયો હોવાનું કહેવાઈ છે. પરિવારજનોએ તેની ગુમ થવા અંગેની ફરિયાદ લીંબાસી પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે ગઈકાલે બુધવારે તેનો મૃતદેહ ગામના ભાગોળે આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટ માટે ખસેડ્યો હતો.

પિતાના આક્ષેપ છે કે લીંબાસી પોલીસે તપાસમાં ગંભીર બેદરકારી દાખવી છે. જો સમયસર કાર્યવાહી થઈ હોત તો મારા દિકરાની જીંદગી બચી ગઈ હોત. જોકે 19 વર્ષિય યુવકે કેમ આપઘાત કરી લીધો તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જયદિપના પિતાએ પોલીસને મોબાઈલનું લોકેશન શોધવા સતત આજીજી કરી હતી. જો કે પોલીસે ઝડપી કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ કર્યા છે.

કૂવામાં કોઈએ મૃતદેહ નાખ્યાની આશંકા

19 વર્ષિય યુવકના મોત મામલે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે, ભલાડા ગામની ભાગોળે આવેલા કૂવા નજીક સતત લોકોની અવરજ જવર રહેતી હોય છે. જેથી જયદીપનો મૃતદેહ રાત્રે કોઈએ કૂવામાં નાખ્યો હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

ધારાસભ્ય અને પોલીસને લોકોએ ઘેર્યા

આ ઘટનાના પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડતાં પોલીસ સહિત ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ભલાાડા ગામના જ છે. ત્યારે પરિવારે ઉહાપોહ મચાવ્યો હતો અને ધારાસભ્ય અને પોલીસને ઘેર્યા હતા.

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન

Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 3 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 11 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 10 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં