Banaskantha: ‘જે મારી સાથે થયું તે બીજા કોઈ સાથે ના થાય’ પોલીસ કર્મીએ કર્યો આપઘાત

Banaskantha: ભુજમાં એક કાર્યક્રમમાં નશો કરીને ફરજ પર આવવા બદલ સસ્પેન્ડ થયેલા પોલીસ કોન્સ્ટેબલએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિઠ્ઠલ ચૌહાણ નામના પોલીસ કર્મીએ પોતાના બનાસકાંઠા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું છે. તેમની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે ભુજના SP વિકાસ મુંડા અને નલિયાના PI બી.પી.ખરાડી અને નલિયા CHCના મેડિકલ ઓફિસર એચ.એન.પરમારના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.

પોલીસ કર્મીએ કર્યો આપઘાત

હું મારી જિંદગીથી થાકી ગયો છું. મેં મારા 7 વર્ષના પોલીસ કરિયરમાં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા પર ષડયંત્ર રચીને કેસ કરવામાં આવશે અને મને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ભુજ જિલ્લાના SP સાહેબના નિર્ણયથી મારા બધા સપના ધૂળમાં ભળી ગયા. વધુમાં તેમણે આપઘાત પહેલાં લખેલી સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે ભુજના જખૌ ખાતે ઓધવરાસ બંદોબસ્ત દરમિયાન તેઓ પીધેલી હાલતમાં પકડાયા હતા, જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. જેમાં પશ્ચિમ કચ્છના SP વિકાસ મુંડા, PI બી. પી. ખરાડી તેમજ નલિયા CHCના મેડિકલ ઓફિસરના નામનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

વધુમાં તેમણે લખ્યું છે કે, મારા મમ્મી-પપ્પાએ મારા માટે ઘણું કર્યું, તેમનો હું હંમેશા ઋણી રહીશ. મારો નાનો ભાઈ, મારી પત્ની અને મારી દીકરી, તમને બધાને હું ખૂબ પ્રેમ કરું છું. મને માફ કરજો, હું આટલા વર્ષોમાં તમારા માટે ઘણું કરી શક્યો નથી. તમારી સાથે વિતાવેલી ખુશીની ક્ષણો હંમેશા મારા હૃદયમાં રહેશે.

મારા નાના ભાઈની માનસિક સ્થિતિ નાજુક છે, બેટા, દવાઓ સમયસર લેતો રહેજે અને મમ્મી-પપ્પાને મારા ગયા પછી હિંમત આપજે. સસ્પેન્શન દરમિયાન મને સુરત ગ્રામ્યના એક ગામમાં મોકલી દેવાયો છે, જ્યાં એકલો હું કેવી રીતે જીવી શકીશ? મારી પત્નીને મેં ઘણો દુઃખ આપ્યું છે, તે માટે હું દિલગીર છું, મને માફ કરજે.

મારા પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો—વિશાલ, પ્રકાશ, હમીર, વિજય, દિનેશ, મેહુલ—તમે બધાએ મને હંમેશા સાથ આપ્યો. તમારો આભાર. મારી સાથે જે થયું, તે બીજા કોઈ પોલીસ કર્મચારી સાથે ન થાય, એટલી જ ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.

પોલીસ કોન્સ્ટેબલ કારમાં દારૂની મહેફિલ માણતા પકડાયા હતા

ઉલ્લેખનીય છે કે, ભૂજ જિલ્લામાંથી સસ્પેન્ડ થયેલા પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણ અને ડ્રાઈવર રણજીત મહેશ્વરી કારમાં નશો કરતા પકડાયા હતા. આ ઘટના બાદ બંનેને સસ્પેન્ડ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારમાં સસ્પેન્શન દરમિયાન ફરજ પર મૂકવામાં આવ્યા હતા. 5 મેના રોજ વિઠ્ઠલ ચૌહાણ અને રણજીત મહેશ્વરીએ કારમાં દારૂની મહેફિલ માણી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો, જેના ભયથી બંનેએ ગભરાટમાં આવીને કાર આડેધડ ચલાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારે કરી આ માંગ

આ મામલે પરિવારે આરોપી અધિકારીઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધવાની અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો:

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

Arnab Goswami ના પત્રકારત્વની પોલ ખુલી, ભારત વિરુદ્ધ બોલવા માટે પાકિસ્તાનીઓને આપ્યા પૈસા?

India-Canada Relations: મોદીને G-7 સમિટમાં કેમ આપ્યું આમંત્રણ? કેનેડાના પીએમ સામે ઉઠ્યા સવાલો

Colombia ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો, આરોપીની ધરપકડ

Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 1 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 4 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 6 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

  • June 22, 2026
  • 8 views
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

  • June 22, 2026
  • 8 views
Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

  • June 21, 2026
  • 11 views
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું