Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા

Vadodara: વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈ-મેલ મળતાં શાળા પરિસરમાં ભાગદોડનો માહોલ સર્જાયો. આ ઘટના છ મહિનામાં બીજી વખત બની છે, જેના કારણે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ધમકીની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે. 
પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શાળાના પરિસરની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી, જેમાં પાઈપલાઈન, ડ્રેનેજ લાઈન, ગેસ લાઈન અને અન્ય સંભવિત સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જોકે, પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
વડોદરાની સૌથી મોટી આ સ્કૂલમાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના સંતાનો પણ ભણવા આવતાં હોય છે. જેથી શંકા વ્યક્ત કરાઈ રહી છે કોઈને એડમિશન ન મળ્યું હોય તો આવી હરકત કરી શકે છે. જે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી  છે.
જાન્યુઆરીમાં પણ મળી હતી ધમકી

આ અગાઉ 24 જાન્યુઆરી 2025માં પણ નવરચના સ્કૂલને આવો જ એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જેમાં શાળાની પાઈપલાઈનમાં ટાઈમર બોમ્બ મૂકવાની ધમકી આપવામાં આવી હતી. તે સમયે પણ પોલીસે ત્રણથી ચાર કલાક સુધી શાળાનું સઘન ચેકિંગ કર્યું હતું, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. એબીપી લાઈવના અહેવાલ મુજબ, જાન્યુઆરીની ઘટનામાં ઈ-મેલ તમિલનાડુથી મોકલવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

આ પણ વાંચો:

VADODARA: 3 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકીઃ સ્કૂલમાં ડોગ-બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ

મોદી G7 સમિટમાં આટલું બધુ કેમ હસી પડ્યા?, રાષ્ટ્રપતિ મેક્રોને પણ ચાલતી પકડી!

UP: લગ્નના 12 વર્ષ પછી સગી કાકી ભત્રીજા સાથે ભાગી ગઈ, કાકાએ લગાવ્યા ગંભીર આરોપ!

   UP: પત્નીનો મૃતદેહ લઈ પતિ કબ્રસ્તાન પહોંચ્યો, મુસ્લીમોએ કર્યો વિરોધ, જાણો મોટું કારણ!

Travel Advisory: ભારતમાં એકલા ન ફરો, બળત્કાર, હિંસાની ઘટનાઓ વધી, અમેરિકાએ આવું કેમ કહેવું પડ્યું?

Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 7 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો