Vadodara Boat Accident: બાળકોને ગુમાવનાર વાલીઓને ઓફર, આશિષને છોડો, સરકારનો રોકડો ‘આશિષ’ મેળવો

Vadodara Boat Accident: હરણી બોટ દુર્ઘટનામાં ભોગ બનનાર 12 બાળકો અને બે શિક્ષકાને હજુ ન્યાય નથી મળ્યો તેમને સરકારી સહાય સુધી બીજી કોઈ સહાય નથી , સહાય તો છોડો વાલીઓને સહાનુભુતિ પણ નથી મળી તેમજ તેમાં જે મુખ્ય જવાબદારો છે તેમની સામે ફરિયાદ નથી થઈ ત્યારે આ બાળકોના વાલીઓને ફોડવા માટેની કોશિશ શરુ થઈ છે. આ મામલો જ્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો છેત ત્યારે આ દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની લડત લડતા આશિષ જોશીથી વાલીઓને અલગ કરવા સરકાર ધમપછાડા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. બારે બાર બાળકોના ઘરે મામલતદારોના આંટાફેરા વધી ગયા છે તેઓ પરિવારને મળીને તેમને શું જોઈએ છે તેવું પુછી રહ્યા છે. ત્યારે હવે તમામ કોશિશો બાદ હવે સરકારે વાલીઓને લલચાવીને મામલાને દબાવવાના પ્રયાસ શરુ કર્યા છે ત્યારે વાલીઓ પર સરકારી ઓફરોને ઠુકરાવીને ન્યાય માટેની પોતાની દ્રઢતા બતાવી રહ્યા છે.

પીડિત વાલીઓને લલચાવવાની કોશિશ

મળતી માહિતી મુજબ મામલતદારની ઓફિસથી દિવ્યાંગ પરમાર નામના કર્મચારીનો વાલી મોહમ્મદ માહિર શેખ પર ફોન આવે છે તેમના વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં કર્મચારી વાલીને બાળક વિશે માહિતી પુછે છે જે બાદ વાલીને તેમની અને તેમના પરિવારના સભ્યોની ઉંમર અને તેમના પરિવાર વિશે પુછે છે જે બાદ તેઓ શું કરે છે તે અંગે પુછે છે તેમજ તેમની પાસે મકાન પોતાનું છેકે, નહીં તે અંગે પુછે છે. જે બાદ તેમની આવક પુછે છે. જે બાદ તેમને કેટલું વળતર આપવામાં આવ્યું તે પુછે છે ત્યારે વાલી જણાવે છે કે,તેમને સરકાર તરફથી 6 લાખ સહાય આપવામા આવી છે તેના સિવાય બીજી કોઈ સહાય મળી નથી.

વધુમાં કર્મચારી જણાવે છે તેઓએ તેમના ઘેર વિઝીટ કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે , તમારે આવાસની જરુર છે ? જો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. જ્યારે આ વાલીને શંકા થાય છે ત્યારે તે પુછે છે કે, અત્યારે આટલી પુછપરછ કેમ કરવામા આવી રહી છે તેનો શું મતલબ છે ત્યારે આ કર્મચારી જણાવે છે કે, તમારી અત્યારે શું જરુરિુયાત છે ત્યારે આ વાલી જણાવે છે તેમને માત્રને માત્ર ન્યાય જોઈએ છે. ત્યારે તે કહે છે કે, સરકાર તમારી સાથે છે ત્યારે વાલી કહે છેકે સરકાર એવું બતાવવા માંગે છે કે, સરકાર અમારી સાથે છે. પરંતુ અમને નથી લાગતું કે, સરકાર અમારી સાથે છે કારણ કે, જે અમારા માટે લડે છે તેને સરકાર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે તેને કાઢી મુક્યો. અમારી કોઈ ફરિયાદ નથી લેતું. તો અમે કંઈ રીતે માનીએ કે સરકાર અમારી સાથે છે. ગયા વર્ષે હર્ષ સંઘવી અહીં આવ્યા ત્યારે બધા વાલીઓ તેમને મળ્યા હતા ત્યારે તેમણે બાહેધરી આપી હતી. કે તમારી રજૂઆત લેવામા આવશે.  પરંતુ હજુ સુધી અમારી ફરિયાદ લેવામાં આવી નથી. ત્યારે કર્મચારી કહે છે હું તમારી વાતને ઉપરના અધિકારી સુધી પહોંચાડીશ .કર્મચારી પુછે છે કે તમારે કોની સામે ફરિયાદ કરવી છે ત્યારે વાલી જણાવે છે કે, અમારે એસીબીમાં ફરિયાદ કરવી છે 2016-17 માં વડોદરાને વેચી નાખવાનું કાવતરું કોર્પોરેશનના કમિશ્નર દ્વારા કરવામાં આવ્યું હતું. તેના અમારી પાસે પુરાવા છે. તેની ફરિયાદ અમે કમિશ્નર, એસીબી, પાણીગેટ ક્રાઈમબ્રાન્ચમાં પણ આપી છે. અમને જણાવ્યું કે, સુઓમોટો ચાલું છે.

વાલીઓને સરકારી ઓફરને ઠુકરાવી

વધુમાં કર્મચારીએ કહ્યું કે,તમારે કોઈ પણ મદદ જોઈએ તો મને કહેજો. ત્યારે વાલીએ માત્રને માત્ર ન્યાય જોઈએ છે તેમ જણાવ્યું હતુ અને મનપા કમિશનર વિનોદ રાવ મુખ્ય આરોપી હોવાનું જણાવ્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે તમે અમારા સાહેબને મળવા આવજો. વધુમાં જ્યારે આ વાલી પોતાની વેદના ઠાલવેછે ત્યારે કર્મચારીઓ વાલીને લલચાવવાની કોશિશ કરે છે.

વધુ એક વાલીને વાલીને લોન માફ કરવાની લાલચ

આ સિવાય વધુ એક વાલીને પણ આવી રીતે ફોન આવ્યો હતો. શૌકતઅલી નામના અન્ય વાલીને બાલાજી ફાઈનાન્સના સંચાલકે ફોન કર્યો હતો અને તેમણે વાલીને લોન માફ કરવાની લાલચ આપી હતી તેમજ મુખ્યમંત્રીને મળવાની વાત કરી હતી અને બદલામાં આશિષને છોડવાની શરત મુકી હતી પરંતુ વાલીએ તેમની આ ઓફરને ઠુકરાવી દીધી.

આ પણ વાંચો:
 
 
 
 
 
 
 

  • Related Posts

    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading
    AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
    • July 30, 2026

    AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 2 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 2 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 2 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 7 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 5 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

    • August 1, 2026
    • 13 views
    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ