Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

  • India
  • July 9, 2025
  • 0 Comments

Bihar Election Commission: વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ પહેલા બિહારમાં માત્ર એક જ મહિનામાં મતદારયાદીમાં સુધારો કરતાં લોકો અને વિપક્ષો રોષે ભરાયા છે. કારણે ચૂંટણીપંચ 11  જેટલાં ડોક્યુમેન્ટ લોકો પાસે માગી રહ્યું હતુ. જો કે આ ડોક્યુમેન્ટ ન હોત તો નાગરિકો મત અધિકાર ગુમવી દેત. ત્યારે હવે ચૂંટણીપંચે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ ઝૂંકવું પડ્યું છે અને નાગરિકો પાસે ડોક્યુમેન્ટ નહીં માગી શકે.  જોકે હવે મતદારો ફોટા કે દસ્તાવેજો જોડ્યા વિના બૂથ લેવલ ઓફિસર (BLO) ને ફોર્મ સબમિટ કરી શકશે.

વિરોધનો સામનો કરતાં નિયમો હળવા કર્યા

આ મુદ્દે સતત ચાલી રહેલા રાજકીય વિરોધની અસર ચૂંટણીપંચ પર પડી છે. બિહારના મુખ્ય અખબારોમાં જાહેરાત આપીને ચૂંટણીપંચે નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ ફોટો વગર અને દસ્તાવેજો વગર ફોર્મ સબમિટ કરે છે, તો તેનું ફોર્મ પણ સ્વીકારવામાં આવશે. તે 25 જુલાઈ પછી પણ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે.

25 જુલાઈ સુધી મતગણતરી ફોર્મ સબમિટ કરવાના રહેશે

ઉલ્લેખનીય છે કે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વોટર ઇન્ટેન્સિવ વેરિફિકેશન અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, 25 જુલાઈ સુધીમાં તમામે મતગણતરી ફોર્મ સબમિટ કરવાના રહેશે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ચૂંટણીપંચ જે 11 પ્રમાણપત્રો માંગણી કરતી હતી તે સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળતા નથી. જોકે મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચતાં ચૂંટણીપંચે ઝૂંકવું પડ્યું છે. તે હવે ડોક્યુમેન્ટ નહીં માગે.

વિરોધ પક્ષોને ચૂંટણીપંચ પર વિશ્વાસ ન હતો. તેમને ડર હતો કે આ પ્રક્રિયા લાખો મતદારો યાદીમાંથી બહાર થઈ જશે. આનાથી તેમને સૌથી વધુ નુકસાન થશે.

‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

ચૂંટણીપંચ બિહારમાં મતદાર યાદી તૈયાર કરી રહ્યું છે કે જનગણના કરી રહ્યું છે? પંચ જે ફોર્મ ભરાવી રહ્યું છે, તેનું નામ “ગણના પત્રક પ્રારૂપ” છે, જે કોઈ પણ વ્યક્તિ https://voters.eci.gov.in વેબસાઈટ પર જોઈ શકે છે. જેથી લોકો કહે છે કે જનગણના કરવાનું કામ ચૂંટણી પંચનું નથી, તે માટે અલગ વિભાગ છે. તો શું ચૂંટણીપંચ બંધારણે આપેલા અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને સુપર બંધારણીય સંસ્થા બનવા માંગે છે? ચૂંટણીપંચે સ્પષ્ટ કરવું જોઈએ કે તે કયા અધિકાર હેઠળ આ ગણના પત્રક ભરાવી રહ્યું છે. પંચનું કામ મતદાર યાદી તૈયાર કરવાનું છે, તો આ ગણના કયા હેતુથી અને કોની કરી રહ્યું છે?

આ પણ વાંચોઃ

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….

Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર

UP: ‘સંતાન જોઈએ તો ટોઈલટનું પાણી પી’, ભૂવાએ મહિલાનું મા બનાવાનું સ્વપ્ન છીનવી લીધુ, જાણો હચમચાવી નાખતી ઘટના

Bageshwar wall collapse: બાગેશ્વર ધામમાં ફરી દિવાલ પડવાથી મહિલાનું મોત, 11ને ઈજાઓ, ધીરેન્દ્ર શાસ્ત્રીની પોલ ખૂલી!

Bengaluru: બ્રેકઅપ થતાં બોયફ્રેન્ડને અશ્લીલ મેસેજ મોકલ્યા, યુવતીએ નગ્ન કરી ભગાડી ભગાડીને માર મરાવ્યો, જાણો સમગ્ર ઘટના

MP: પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા, ‘તારા હાલ ઇન્દોરના રાજા જેવા કરીશ’, ધર્મ પરિવર્તનના દબાણથી પતિએ આ શું કર્યુ?

ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? |  Akashdeep

Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?

Bihar Election: બિહારી મતદારો પર લટકતી તલવાર, ભારતીય હોવાનું જાતે પુરવાર કરે, મતનો હક છીનવવાનું સડયંત્ર કોનું?

 

 

Related Posts

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી
  • August 3, 2026

CVoter Snap Poll: દેશમાં પેપર લીક વિવાદ અને તેના પગલે થયેલા વિદ્યાર્થી આંદોલનો વચ્ચે જાહેર થયેલા CVoterના તાજા સ્નેપ પોલમાં કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. સર્વે મુજબ,…

Continue reading
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 3 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 7 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 9 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી