China: બાંધકામ સ્થળે ધૂળ અને ઘોંઘાટ ઘટાડવા કીમિયો, વિશાળ ડોમથી આખું સ્થળ જ ઢાંકી દેવાયું

China: આપણે ત્યાં બાંધકામ થતું હોય તો કન્સ્ટ્રક્શન સાઇટ પતરાંથી બંધ કરી દેવાય છે અને તોય કચરો, ધૂળ અને અવાજ ત્રાસ ગુજારી મૂકે છે. પણ ચીનમાં આ માટે અદ્ભુત આયોજન થાય છે. ચીનમાં બાંધકામ સ્થળને 50 મીટર ઊંચા અને વીસેક હજાર વર્ગમીટરના ડોમથી ઢાંકી દેવામાં આવે છે.

કન્સ્ટ્રક્શન સાઇટ પર થનારી પ્રવૃત્તિઓને કારણે ઊડતી ધૂળ મર્યાદિત કરવા અને આસપાસના વિસ્તારોમાં ઘોંઘાટ ઓછો કરવા માટે ચીને આ યુક્તિ અજમાવી છે. ખોદામ, ડ્રીલિંગ અને કોંક્રિટ મિશ્રિણ જેવી પ્રવૃત્તિઓથી નીકળનારી રજકણ આસપાસના વિસ્તારોને અસર કરતી હોય છે. મશીનોના અવાજને કારણે પણ ઘોંઘાટ થતો હોય છે.

આ કારણે બાંધકામ સ્થળને આ ડોમથી ઢાંકી દેવામાં આવે છે. એટલે ત્યાંથી નીકળતી ધૂળ બહાર જતી નથી અને આસપાસનાં સ્થળોને નુકસાન નથી થતું. સાથેસાથે એ અવાજનું પ્રદૂષણ પણ ઓછું કરે છે. આ કારણે ગીચ વિસ્તારમાં પણ સરળતાથી બાંધકામ થઈ શકે છે.

પાતળી પૉસિમર જાળીમાંથી આ ડોમ બનાવાય છે અને એને ઊભો કરવા માટે કોઈ થાંભલા કે ટેકાની પણ જરૂર પડતી નથી. એમાં ઔદ્યોગિક ગ્રેડ બ્લોઅરથી સતત હવાનું દબાણ ઉત્પન્ન કરીને ફુગ્ગા જેવો આકાર ધારણ કરે છે. પીલર ન હોવાને કારણે ડોમની અંદર કોઈ પણ જાતના અવરોધ વિના કામ થઈ શકે છે. એટલું જ નહીં, ક્રેન, ટ્રક અને કર્મચારી સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. આ ડોમમાં પારદર્શક પેનલની સુવિધા પણ આપવામાં આવે છે. આ પેનલને કારણે કુદરતી રીતે દિવસનો પ્રકાશ અંદર આવે છે. આ કારણે દિવસે વીજળીનો વપરાશ પણ ઓછો થાય છે.

આ જિનાન ડોમ ચીનનાં બાંધકામ સ્થળે વ્યવસ્થાપન માટે મોડ્યુલર અને ઝડપથી સ્થાપિત થનારી પ્રણાલીઓના ઉપયોગના વધતા જતા ચલણનો ભાગ છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે ફેસબુક પર આ ડોમની તસવીર મૂકી હતી અને એને નવું આયોજન ગણાવ્યું હતું. પર્યાવરણ અને આસપાસના લોકોની સુરક્ષાનો ચતુરાઈપૂર્વકનો પ્રયોગ ગણાવાયો હતો. આ ડોમ શહેરી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે પણ કેટલીક ખામીઓ પણ છે. આ ડોમ માટે જંગી આર્થિક રોકાણ કરવું પડે છે અને તેમાં હવાનું દબાણ સતત રાખવા અને વેન્ટિલેશન સિસ્ટમ ટકાવી રાખવા માટે સતત વીજળીની જરૂર પડતી હોય છે. એ સિવાય આ ડોમ વંટોળ કે બરફવર્ષા ટાણે ઉપયોગી થશે કે નહીં, એ પણ સવાલ છે.

આ પણ વાંચોઃ

UP: શિવલિંગ પર જળ ચઢાવવાના કારણે દલિત યુવાન પર હુમલો કરાયો, પૂજારીએ કહ્યું મારી વહુ અંગે અશ્લીલ બોલ્યો, જાણો વધુ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓએ વિદાય લેવી જોઈએ, ભાગવત નિવેદન આપી ખુદ ફસાઈ ગયા, જાણો | Mohan Bhagwat statement

Bihar: મતદારયાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, આધારને કેમ નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય?

Gurugram Murder: માતાના જન્મ દિવસે જ પિતાએ પુત્રીને 3 ગોળી મારી, શું અફેર હતુ? જાણો હચમચાવી નાખતો કિસ્સો

Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ

Gambhira Bridge Collapse: ગંભીરામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર?, મોરબીની ઘટના પછી પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરમાર્ગે દોર્યા

Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!

Indore Love Jihad: કોંગ્રેસના અનવર કાદરીએ હિન્દુ છોકરીઓને ફસાવવા રુપિયા આપ્યા, મુસ્લીમ શખ્સોની કબૂલાત, દેહવ્યપાર કરાવતો?

 

 

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 5 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 5 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 5 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 6 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

  • September 22, 2026
  • 8 views
Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 6 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’