
Jolly LLB 3 : ‘જોલી એલએલબી 3’ એ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા. અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મે 2025 માં રિલીઝ થયેલી 31 ફિલ્મોના શરૂઆતના દિવસના કલેક્શનને વટાવી દીધું છે તેવામાં હાલમાં આ ફિલ્મને લઈને લોકોની પ્રિતિક્રિયા પણ સામે આવી રહી છે તેવામાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને કદાચ અક્ષય કુમાર પણ બેભાન થઈ જશે.
‘જોલી એલએલબી 3’ ફિલ્મે પહેલા જ દિવસે તોડ્યા રેકોર્ડ
કોર્ટરૂમ કોમેડી-ડ્રામા ‘જોલી એલએલબી 3’ ખાસ છે કારણ કે પહેલીવાર દર્શકોને એક જ ફિલ્મમાં બે જોલી – અક્ષય કુમાર અને અરશદ વારસી – ને સામસામે જોવા મળ્યા. સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 19 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ પહેલા ચાહકોમાં ફિલ્મને લઈને ભારે ઉત્સાહ હતો. ફિલ્મને પહેલા દિવસથી જ દર્શકો અને વિવેચકો બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેના શરૂઆતના દિવસે જ, ફિલ્મે 31 ફિલ્મોના પહેલા દિવસના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા.
जॉली एलएलबी 3 का ये रिव्यू सुनकर अक्षय कुमार और अरशद वारसी भी बेहोश हो जाएं।
मतलब ये आदमी कुछ भी बोल दे रहा, कह रहा 👇🏼
मेरी गर्लफ्रेंड OYO में मुझे अकेले छोड़कर भाग गई तो मैं रोया.. लेकिन ये फ़िल्म देखकर मेरी ज़िंदगी में ख़ुशी आ गई 😆🤭 pic.twitter.com/FSqeuHfleL
— Govind Pratap Singh | GPS (@govindprataps12) September 19, 2025
મજેદાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ જોલી એલએલબી 3 ના રિવ્યું સાંભળીને અક્ષય કુમાર અને અરશદ વારસી પણ બેભાન થઈ જશે.આ વ્યક્તિ કહી રહ્યો છે કે, જ્યારે મારી ગર્લફ્રેન્ડ મને ઓયોમાં એકલી મૂકીને ભાગી ગઈ, ત્યારે હું રડી પડ્યો… પણ આ ફિલ્મ જોઈને મારા જીવનમાં ખુશીઓ આવી ગઈ.
આ વ્યક્તિ કહી રહયો છે કે , “જવાન ફિલ્મ પછી મને આ ફિલ્મ ગમી છે. આ તબાહી છે સુનામી છે આતંક છે સ્મશાન છે. મને મારી ગર્લફ્રેન્ડ મને ઓયોમાં એકલી મૂકીને ભાગી ગઈ હતી. હું બે દિવસથી રુમમાં બંધ હતો અને ખુબ રડતો હતો. હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. અને આ મુવી જોઈને હું ખુશ થઈ ગયો. મારી ગર્લફ્રેન્ડને જ્યાં જવું હોય ત્યા જાય જેની સાથે જવું હોય તેની સાથે જાય, મે પીક્ચર જોઈ લીધી મારી જીંદગી સફળ થઈ ગઈ,
“અક્ષય કુમાર ભગવાન છે હું તેમની પૂજા કરવા માગું છું”
હવે હું આત્મહત્યા પણ કરી લઉ અને હું ગટરમાં પણ સુવુ તો પણ મને કંઈ ફરક નઈ પડે. આ મુવી કમાલ હતી. મારી પાસે કોઈ શબ્દો નથી અને અક્ષય કુમાર ભગવાન છે હું તેમની પૂજા કરવા માગું છું. પણ અફસોસ છે કે, પૂજા મારી ગર્લફ્રેન્ડનું જ નામ હતું. અને તે મને છોડીને ભાગી ગઈ એટલે હું અક્ષય કુમારની પૂજા જરુરથી કરતો અને અક્ષય કુમારમાં જો એનર્જી છે તે બોલીવુડમાં કોઈના બાપમાં પણ નથી.
વધુમાં આ યુવકે કહ્યું કે, અક્ષય કુમારે ભલે ગુટખાની એડ કરી હોય, ભલેને અજય દેવગનની સાથે કહી દીધું હોય કે, બોલો જુબા કેસરી પરંતુ તેને બધા બોલીવુડના એક્ટરને ચેલેન્જ કરી છે કે, લોકોના હોંશ ઉડાવી દીધા”.
જોલી એલએલબીએ પહેલા દિવસે કરી આટલી કમાણી
આ ફ્રેન્ચાઇઝની પહેલી ફિલ્મ 2013 માં રિલીઝ થઈ હતી, જેમાં અરશદ વારસીએ વકીલ જોલીની ભૂમિકા ભજવીને વિવેચકોની પ્રશંસા મેળવી હતી. ત્યારબાદ 2017 માં રિલીઝ થયેલી જોલી એલએલબી 2 માં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. હવે, ત્રીજા ભાગમાં અરશદ અને અક્ષય બંને છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે પહેલા દિવસે આશરે ₹12.50 કરોડની કમાણી કરી હતી.
લોકોએ આપી આવી પ્રતિક્રિયા
આ વીડિયો જોયા પછી લોકોના પર ખુબ મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, બેબકુફ લોકોની ઓછી થોડી છે , આ ઇન્સ્ટા પેઢી વાયરલ થવા માટે કંઈ પણ કરશે, એ જ પીઆર કાર્ય છે, ઈસને કોન સા નશા કિયા હૈ કોઈ બતાયેગા, અક્ષય કુમાર બંદા નહીં પુરા દરિંદા હૈ આ તારીફ છે કે બેઈજજ્તી ?
આ પણ વાંચો:
Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF










