
Gujarat Politics: ગુજરાતની ભાજપ સરકારનું નવું મંત્રી મંડળ રચાયા બાદ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરુપજી ઠોકાર સાથે જોવા મળ્યા છે. ગેનીબેને ઠાકોરે રાજ્ય કક્ષાના મંત્રી બનેલા સ્વરુપજી ઠાકોરનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કટાક્ષમાં મજાક પણ કરી હતી. જેનો એક વીડિયો વાયલ થઈ રહ્યો છે.
Bhabhar : ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને
કાનમાં કહ્યું મારો આભાર માનો | Gujarat FirstGeniben Thakor સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા ગરમાયું રાજકારણ
કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યું Swarupji Thakor નું સ્વાગત
ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું… pic.twitter.com/c4s2aprrKy— Gujarat First (@GujaratFirst) October 19, 2025
ગુજરાતમાં ભાજપ સરકારની ભારે ટીકાઓ અને વિરોધનો સામનો કર્યા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ કરી નવું બનાવવામાં આવ્યું છે. જો કે તેમાં પણ જૂના જોગીઓને લવામાં આવ્યા છે. નવા ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે. પહેલાના મંત્રી મંડળ કરતાં થોડું કદ વધ્યું છે. પરંતુ મંત્રીમંડળની સ્થિતિ પણ પહેલાના જીવી જ છે. ઘણા ભાજપના ધારાસભ્યોને મંત્રી પદ ના મળતાં પણ રીસાયા પણ છે.
ત્યારે બનાસકાઠાં જીલ્લામાં વાવ વિધનાસભા બેઠકના ભાજપ ધારાસભ્ય સ્વરુપજી ઠાકોરને મંત્રી પદ મળતાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર તેમનું સ્વાગત કરાવા આવી પહોંચ્યા હતા. જેથી કોંગ્રેસ અને ભાજપ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. બનાસકાઠાંમાં સ્વરુપજીનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતુ.
જો કે આ દરમિયાનનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્વાગત કરતી વખતે મજાકભરી કટાક્ષ કરી હતી. નવા બનેલા રાજ્યકક્ષાના મંત્રીને હસતાં-હસતાં સંભળાવ્યું કે ‘મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી માટે’.
હવે આ કટાક્ષ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. બીજી તરફ ભાજપ નેતાનું કોંગ્રસ મહિલા નેતા ગેનીબેન ઠાકોર દ્વારા સ્વાગત કરવા આવતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે કોંગ્રેસને ભાજપની બી ટીમ કહીને લોકો વગવી રહ્યા છે. જે અહીં સાચી ઠરતી દેખાઈ રહી છે.
સ્વરૂપજી ઠાકોર વિશે
સ્વરૂપજી ઠાકોર ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સક્રિય રાજકારણી છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા, પરંતુ કોંગ્રેસની ગેનીબેન ઠાકોર સામે હારી ગયા. 2024 વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં જીત્યા પછી વાવ સીટ ખાલી થઈ, ત્યારે ભાજપે તેમને ફરી ટિકિટ આપી. તેઓએ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવીને જીત મેળવી.
આ જીત પછી તેઓએ ધારાસભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો, પરંતુ 5 વર્ષનો કાર્યકાળ પૂરો નહીં થાય કારણ કે આ પેટાચૂંટણી છે. તેઓ ઠાકોર સમુદાયના મજબૂત નેતા તરીકે ઓળખાય છે અને વાવ-થરાદ વિસ્તારમાં ભાજપની મજબૂતી માટે જવાબદાર છે. 18 ઓક્ટોબર 2025ના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે જગ્યા આપવામાં આવી. આ પછી તેમના વતન ભાભર (બનાસકાંઠા)માં ભવ્ય સ્વાગત થયું, જ્યાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી.
આ પણ વાંચો:
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી









