Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • World
  • October 28, 2025
  • 0 Comments

Russia  Plutonium Deal Cancellation: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો પ્લુટોનિયમ સોદો રદ કરી દઈ જગત જમાદારને મોટો ઝટકો આપ્યો છે પરિણામે હવે નવા પરમાણુ હથિયારોની હોડ વધવાની શકયતા વધી ગઈ છે જેનાથી સમગ્ર વિશ્વમાં ખતરો ઉભો થયો છે,હજુ હમણાં જ દુનિયાની સૌથી ઘાતક અદ્રશ્ય પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કરી રશિયાએ દુનિયાને ચોંકાવી દીધી હતી અને હવે બીજા મોટા પગલામાં અમેરિકા સાથેનો પ્લુટોનિયમ સોદો રદ કરી રશિયાએ અમેરિકાને શાનમાં સમજાવી દીધું છે કે તેઓ હવે શું કરવા જઈ રહયા છે, આમ ફરી વિશ્વની બે મહાસત્તા સામસામે આવી જતા નવા પરમાણુ હથિયારોની હોડ તીવ્ર બની શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે (27 ઓક્ટોબર) આ એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે તેમણે અમેરિકા સાથેનો પ્લુટોનિયમ કરાર રદ કર્યો. અત્યાર સુધી આ કરારનો અર્થ એ થતો હતો કે બંને પક્ષો પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં, પરંતુ પુતિને હવે કરાર તોડી નાખતા હવે નવા વિનાશક પરમાણુ હથિયાર બનાવવાનું શરૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી રશિયા વિરુદ્ધ બોલી રહ્યા છે તેમણે ભારતને પણ રશિયા સાથેના વેપાર કરાર રદ કરવા દબાણ કરી રહયા છે જોકે,ભારતે એવું કર્યું નથી પણ ટ્રમ્પ હજુપણ દબાણ કરી રહયા છે અને વધુ ટેરીફ નાખવાની ધમકી આપી રહયા છે.

અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા સમયથી તણાવપૂર્ણ છે. ANIના અહેવાલ મુજબ,પુતિને હવે ટ્રમ્પ સામે સીધી કાર્યવાહી શરૂ કરી છે. પુતિન દ્વારા હસ્તાક્ષર કરાયેલા કાયદાને આ મહિનાની શરૂઆતમાં રશિયન સંસદે મંજૂરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે રશિયા અને યુક્રેન લાંબા સમયથી યુદ્ધમાં છે, અને અમેરિકા સહિત અન્ય ઘણા દેશોએ યુક્રેનનો સાથ આપ્યો છે. પરિણામે, પુતિને પરમાણુ દળોને એલર્ટ પર રાખ્યા છે.

પુતિન દ્વારા અમેરિકા સાથેના કરારને રદ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રશિયાએ તાજેતરમાં પરમાણુ સંચાલિત બુરેવેસ્ટનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. તેથી, અમેરિકા સાથેના કરારને રદ કરવાના નિર્ણયને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો:

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 7 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી