ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 રદ છતાં, ટીમ ઈન્ડિયાને મોટા 2 ફાયદા!, ઓસ્ટ્રેલિયન બોલરોનું કેમ વધ્યુ ટેન્શન?

  • Sports
  • October 30, 2025
  • 0 Comments

કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 વરસાદને કારણે રદ કરવામાં આવી હોવાછતાં ટીમ ઈન્ડિયાને આનાથી બે મોટા ફાયદા જરૂર થયા છે શુ છે ફાયદા એ આપને જણાવીશું. કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી T20 મેચ વરસાદને કારણે બે વાર વિક્ષેપિત થઈ હતી અને બીજા સ્ટોપેજ પછી ફરી શરૂ થઈ શકી ન હતી,પરિણામે મેચ રદ કરવી પડી હતી.

આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેનાથી શરૂઆતથી જ તેમનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો. અભિષેક શર્મા 19 રન બનાવીને આઉટ થઈ ગયો હતો પરંતુ ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઉપ-કેપ્ટન શુભમન ગિલે જોરદાર બેટિંગ કરીને મેચની બાજી પલ્ટી નાખી હતી.

મતલબ,શુભમન ગિલે અસલ ફોર્મમાં જણાયો તેણે માત્ર 20 બોલમાં 185 ના સ્ટ્રાઇક રેટથી 37 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 24 બોલમાં 39 રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં બે છગ્ગા ફટકાર્યા. આ બે ખેલાડીઓ હતા જેમના પરફોર્મ સૌથી વધુ સવાલો ઉઠ્યા હતા પરંતુ તેમણે કેનબેરામાં નોંધપાત્ર વાપસીની ઝલક દર્શાવી હતી.

ભારતને બે મોટા ફાયદા થયા

  • પહેલો ફાયદો: ટોપ ઓર્ડર ફોર્મમાં પાછો ફર્યો છે. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ બંનેએ તાજેતરની શ્રેણીમાં સંઘર્ષ કર્યો હતો, પરંતુ આ ઇનિંગથી ટીમ મેનેજમેન્ટને રાહત મળી છે.
  • બીજો ફાયદો: ટીમનો આક્રમક શરૂઆત. ભારતે માત્ર 9.4 ઓવરમાં 97 રન બનાવ્યા, જેનો અર્થ થાય છે કે રન રેટ 10 થી ઉપર. આ સૂચવે છે કે નવી ઓપનિંગ જોડી હવે ઝડપથી રન બનાવવામાં સક્ષમ છે, જે T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે એક મહત્વપૂર્ણ સંકેત છે.

ઓસ્ટ્રેલિયન બોલરો મુશ્કેલીમાં મુકાયા

બીજી બાજુ, આ 9.4 ઓવર ઓસ્ટ્રેલિયન બોલરો માટે મુશ્કેલ સાબિત થયા. જોશ હેઝલવુડ, નાથન એલિસ અને કુહનેમેન જેવા અનુભવી બોલરો રનને રોકવામાં નિષ્ફળ રહ્યા. કેનબેરાની ઉછાળવાળી પીચ પર પણ, ભારતીય બેટ્સમેનોએ તેમની લાઇન અને લેન્થને તોડી નાખી.

મેલબોર્નમાં આગામી મેચ રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી T20 મેચ હવે 31 ઓક્ટોબરે મેલબોર્નમાં યોજાશે. જોકે, હવામાન વિભાગે ત્યાં પણ વરસાદની 50 ટકા શક્યતા દર્શાવી છે. ત્યારે ચાહકો આશા રાખી રહ્યા છે કે આગામી મેચ વરસાદથી પ્રભાવિત ન થાય, જેથી ટીમ ઈન્ડિયા તેની ગતિ જાળવી શકે અને શ્રેણીમાં લીડ મેળવી શકે.

આ પણ વાંચો:

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 2 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 3 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 6 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 5 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 8 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?