Bihar Voting: સરેરાશ 60.13 ટકા મતદાન, બેગુસરાયમાં સૌથી વધુ, શેખપુરામાં સૌથી ઓછું મતદાન થયું

  • India
  • November 6, 2025
  • 0 Comments

Bihar Voting: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60.13 ટકા નોંધાયું છે, જે ગત 2020ના વર્ષની ચૂંટણી કરતા વધુ છે તે વખતે 121 બેઠકો પર કુલ 55.81 ટકા મતદાન નોંધાયું હતુ. બિહારના 56 અતિ સંવેદનશીલ બૂથ પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યુ હતું.

બિહારમાં આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યા સુધીમાં 60.13% નોંધાયું હતુ જેમાં બેગુસરાયમાં સૌથી વધુ 67.32% મતદાન જ્યારે શેખપુરામાં સૌથી ઓછું 52.36% મતદાન નોંધાયું છે અને રાજધાની પટનામાં 55.02% મતદાન નોંધાયું હતું.

જોકે, બિહારમાં શહેરી મત વિસ્તારમાં મતદાતાઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો. 121 બેઠકોમાંથી ત્રણમાં સૌથી ઓછું મતદાન થયું જેમાં રાજધાની પટનાના શહેરી વિસ્તાર કુમ્હરારમાં 39.52%, દિઘામાં 39.10% અને બાંકીપુરમાં 40% મતદાન નોંધાયું છે.

મતદાનના પહેલા તબક્કાની પૂર્ણાહુતિ સાથે, 18 જિલ્લાઓની 121 બેઠકો પર 1,314 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું હતું. જે પૈકી 104 બેઠકો પર સીધી ચૂંટણી લડાઈ છે, જ્યારે 17 બેઠકો પર ત્રિ-પાંખીઓ ચૂંટણી જંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં 243 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. હવે,14 નવેમ્બરે આવનારા પરિણામો ઉપર સૌની નજર છે.

આ પણ વાંચો:

Bihar: ડેપ્યુટી CM અને BJP ઉમેદવાર વિજયકુમાર સિંહા સામે ચપ્પલો ફેંકાયા, લોકો ઉશ્કેરાતા ભાગવું પડ્યું!

PM મોદીના રીલ્સથી કમાણી’ નિવેદન પર રાહુલનો સણસણતો જવાબ: ‘રીલ્સ 21મી સદીનું વ્યસન, યુવાનોને રોજગારની જરૂર છે!’

Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા

Surat: પગના તળિયા ચટાવી તમાચા ઝીંક્યા, MPના યુવકને છરીની અણીએ ધમકાવ્યો, યુવક ગુમ, માતાપિતાએ શું કરી માંગ?

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 9 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!