
GUJARAT NEWS | એક સમયે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે નારો લગાવ્યો હતો કે “હું ખાતો નથી અને ખાવા દેતો નથી!”આ એક વાક્યથી સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાત ઉઠ્યા હતા અને લોકોને લાગ્યું કે હવે દેશમાંથી ભ્રષ્ટાચાર કાયમ માટે દૂર થઈ જશે પણ આજે એવું જરૂર લાગે કે દેશ ત્યાંનો ત્યાંજ છે ઉલ્ટાનો ભ્રષ્ટાચાર વધ્યો છે જ્યાં જુઓ ત્યાં પૈસા આપ્યા વગર કામ થતા નથી અને વિકાસના કામોમાં પણ નેતાઓ અને તેમના મળતીયાઓ કરોડો રૂપિયા ખાઈ જાય છે, તાજેતરમાં ગુજરાતમાં મહીસાગર જીલ્લામાં ‘નલ સે જલ’ યોજનામાં થયેલાં ભ્રષ્ટાચારનો રેલો રાજ્યના અન્ય જિલ્લા સુધી પ્રસર્યો છે ત્યારે થાય કે બધેજ કાગડા કાળા છે.
નાગરિકો માટે દરેકના ઘર સુધી નળ દ્વારા પીવાનું શુઘ્ધ પાણી પહોચાડવા માટેની ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછળી ચુક્યો છે. ખુદ ગુજરાત સરકારે પણ વિધાનસભામાં કબૂલવુ પડ્યું હતું કે હા આ વાત સાચી છે અને મહીસાગર ઉપરાંત ખેડા, બનાસકાંઠા, મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લામાં પણ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયા છે અને કુલ 16 ફરિયાદો મળી ચુકી છે.
આ જીલ્લામાં રૂા.96 કરોડનો સરકારી ખર્ચ કરાયો હોવાનું રેકોર્ડ ઉપર હોવા છતાં લોકોના ઘર સુધી શુઘ્ધ પાણી પહોંચી શક્યુ નથી તો સવાલ થાય કે 96 કરોડ કોના ખિસ્સામાં ગયા?
નલ સે જલ યોજનામાં ગુજરાતમાં થયેલા ભ્રષ્ટાચારને લઇને હવે દેશભરના જુદા જુદા રાજ્યોમાં પણ તપાસ ચાલુ કરવામાં આવી હોવાની વાત છે. ગુજરાતમાં હાલ સીઆઇડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે જેમાં નેતાઓના મળતિયા કોન્ટ્રાકટર, તલાટી અને સરપંચોની ભૂમિકાની તપાસ કરાઈ રહી છે પણ બીજી તરફ રાજકીય પક્ષો સાથે નાતો ધરાવતાં હોવાથી સરકારે તપાસમાં ઢીલાશ દાખવી હોવાની વાતો પણ ચર્ચામાં છે.
દરમિયાન, કેન્દ્રની સૂચનાને પગલે ગુજરાતમાં ટીમોએ થર્ટ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યુ હતું જેમાં એવી તથ્યો બહાર આવ્યા કે, ઘર પાસે નળ તો લગાવાયાં છે પણ પાણીની પાઇપ જ નખાઇ નથી.
આ કામો થયાં વિના જ મળતિયા કોન્ટ્રાકટરોને નાણાં ચૂકવી દેવાયા હોવાની વાત સામે આવી છે.
આ ગેરરીતીને લઈ કામો થયા વગર સરકારી તિજોરી પર ભારણ વધ્યું હોવાની હકીકત સામે આવી છે ત્યારે વિકાસ કોનો થયો તે વાત મહત્વની બની રહી છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






