Sheikh Hasina:મૃત્યુદંડના ચુકાદાને પક્ષપાતી અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો!

  • World
  • November 17, 2025
  • 0 Comments

Sheikh Hasina: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આજે ઢાકામાં
બે આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ શેખ હસીનાએ આ ચુકાદાને રાજકીય પ્રેરીત અને ગેર બંધારણીય ગણાવ્યો છે.

ટ્રિબ્યુનલે શેખ હસીનાને હત્યા માટે ઉશ્કેરણી અને હત્યાનો આદેશ આપવા માટે સજા ફટકારવામાં આવી છે.ટ્રિબ્યૂનલે તેમને જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે.

ટ્રિબ્યૂનલે બીજા આરોપી પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝામાન ખાનને પણ 12 લોકોની હત્યાના દોષી માન્યા અને ફાંસીની સજા ફટકારી છે.બાંગ્લાદેશના એટર્ની જનરલ, અસદુઝ્ઝમાને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલી સજા ધરપકડના દિવસથી અમલમાં આવશે,તેમણે ઉમેર્યું હતું કે સજા મુલતવી રાખવામાં આવશે નહીં, પરંતુ ધરપકડ પછી તરત જ તેનો અમલ કરવામાં આવશે.

બીજી તરફ આ ચુકાદા સામે હાલ ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ કહ્યું કે તેમની વિરુદ્ધનો ચુકાદો ખોટો, પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે, તેમણે કહ્યું કે આ ચુકાદો એક બિનચૂંટાયેલી સરકાર દ્વારા સંચાલિત ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં જાહેર જનાદેશનો અભાવ હતો.

તેમણે કહ્યું કે લોકો જાણે છે કે આ સમગ્ર મામલો વાસ્તવિક ઘટનાઓની તપાસ નથી પરંતુ અવામી લીગને નિશાન બનાવવાનો પ્રયાસ છે.હસીનાએ કહ્યું કે યુનુસ સરકારના શાસનમાં પોલીસ વ્યવસ્થા નબળી પડી છે, ન્યાય વ્યવસ્થા નબળી પડી છે, અવામી લીગ સમર્થકો અને હિન્દુ-મુસ્લિમ લઘુમતીઓ પર હુમલાઓ વધ્યા છે, મહિલાઓના અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે અને કટ્ટરપંથીઓનો પ્રભાવ વધી રહ્યો છે.

હસીનાએ કહ્યું કે ડૉ. યુનુસ ચૂંટાયેલા માણસ નથી.તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આગામી ચૂંટણી સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી હોવી જોઈએ.જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગે આ ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેના વિરોધમાં આવતી કાલે તા.18 નવેમ્બરના રોજ દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ઈરાન સામે ટ્રમ્પ લાચાર ! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ટ્રમ્પની વિનંતી અન્ય દેશોએ ફગાવી! ટ્રમ્પની ચીનને ધમકી!
  • March 16, 2026

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે ટ્રમ્પ ફાંકો મારતા રહ્યા કે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકન સેના ખૂબજ ઝડપથી ખીલી નાખશે પણ એવું થયું નહિ ટ્રમ્પે ઈરાન ઉપર…

Continue reading
Dubai Airport Drone Attack: વિશ્વનું સૌથી મોટું દુબઈ એરપોર્ટ બંધ! ઈરાનનો વધુ એક ડ્રોન હુમલો
  • March 16, 2026

Dubai Airport Drone Attack: ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો આજે 17મો દિવસ છે,આજે ઇરાને સવારે દુબઈ એરપોર્ટ નજીક ડ્રોન હુમલો કર્યો છે ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કરવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાન સામે ટ્રમ્પ લાચાર ! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ટ્રમ્પની વિનંતી અન્ય દેશોએ ફગાવી! ટ્રમ્પની ચીનને ધમકી!

  • March 16, 2026
  • 3 views
Donald Trump: ઈરાન સામે ટ્રમ્પ લાચાર ! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ટ્રમ્પની વિનંતી અન્ય દેશોએ ફગાવી! ટ્રમ્પની ચીનને ધમકી!

Dubai Airport Drone Attack: વિશ્વનું સૌથી મોટું દુબઈ એરપોર્ટ બંધ! ઈરાનનો વધુ એક ડ્રોન હુમલો

  • March 16, 2026
  • 7 views
Dubai Airport Drone Attack: વિશ્વનું સૌથી મોટું દુબઈ એરપોર્ટ બંધ! ઈરાનનો વધુ એક ડ્રોન હુમલો

Iran War: રશિયાના ફાયટર જેટ અચાનક ઈરાનમાં પ્રવેશ્યા અને મોજતબાને મોસ્કો લઈ ગયા! હવે શું થશે? વિશ્વયુદ્ધ ફાટી નીકળશે?

  • March 16, 2026
  • 13 views
Iran War: રશિયાના ફાયટર જેટ અચાનક ઈરાનમાં પ્રવેશ્યા અને મોજતબાને મોસ્કો લઈ ગયા! હવે શું થશે? વિશ્વયુદ્ધ ફાટી નીકળશે?

ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!

  • March 15, 2026
  • 11 views
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી   ACBની જાળમાં ફસાયા!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

  • March 15, 2026
  • 8 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

  • March 15, 2026
  • 11 views
BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!