
IND vs SA 2nd Test:22 નવેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલ રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી,કહેવામાં આવી રહ્યું છે કે તે હજુ બરાબર ફિટ નહિ હોવાથી બુધવારે ભારતીય ટીમ સાથે ગુવાહાટી નહી જાય.
ઉલ્લેખનીય છે કે કોલકાતા ટેસ્ટ દરમિયાન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રવિવારે તેને રજા આપવામાં આવી હતી.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના સૂત્રોએ જણાવ્યું હતું કે ગિલ બુધવારે ટીમ સાથે ગુવાહાટી જશે નહીં. તેમને ગરદનમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો છે અને અમે ઈજા વિશે વધુ વિગતો આપવા માટે અધિકૃત નથી.
ગિલને ગળામાં કોલર પહેરવાનું ચાલુ રાખવું પડશે સાથેજ તેઓને ત્રણથી ચાર દિવસ આરામ કરવાની અને હવાઈ મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ સ્થિતિમાં, તેમને ગુવાહાટી નહિ જવાની સલાહ આપવામાં આવી છે.
અમે તેમની સ્વાસ્થ સબંધિત પ્રગતિ પર નજર રાખી રહ્યા છીએ અને મંગળવાર સુધીમાં ખબર પડશે.
સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને આ મુજબ જણાવ્યુ હતું.
ભારતીય ટીમ શનિવારથી શરૂ થતી બીજી અને અંતિમ ટેસ્ટ માટે બુધવારે ગુવાહાટી જવા રવાના થશે.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ગિલનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે અને ફિઝિયો અને મેડિકલ સ્ટાફ દ્વારા મૂલ્યાંકનનો બીજો રાઉન્ડ પસાર થશે.ગિલની ગેરહાજરીમાં, ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના ચોથા દાવમાં 124 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી, 30 રનથી હારી ગઈ.જો ગિલને બહાર કરવામાં આવે છે, તો ભારત પાસે બી સાઈ સુધરસન અને દેવદત્ત પડિકલને રમવાનો વિકલ્પ રહેશે.
મહત્વનું છે કે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ગરદનની ઈજા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રવિવારે, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગિલની મુલાકાત લીધી હતી. ઈડન ગાર્ડન્સની પડકારજનક પીચ પર ભારતને 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે મુલાકાતી ટીમ બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
હવે, આગામી તા.22 નવેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલ રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






