Bhuj Airport: CM ભુપેન્દ્ર પટેલ માટે “પહેલા અદાણી બાદમાં જનતાના પ્રતિનિધિ!”ભૂજ એરપોર્ટ ઉપર જોવા મળ્યા દ્રશ્યો! માહિતી ખાતાએ પણ ‘વાહવાહી’ કરી!

  • Gujarat
  • December 7, 2025
  • 0 Comments

(દિલીપ પટેલ,દ્વારા)

Bhuj Airport: આજકાલ કચ્છમાં અદાણીના નામની બૂમ ઉઠી છે અને ખેડૂતોએ મોરચો માંડ્યો છે તો વળી અદાણી પોર્ટ પણ ડ્રગ્સ મામલે ભારે ચર્ચામાં રહ્યું છે અને અદાણી હંમેશા મોદી સરકારની માનીતી કંપની હોવાની વાત ચર્ચામાં રહી છે ત્યારે તાજેતરમાં રણોત્સવ માટે ગત તા.4 ડિસેમ્બર 2025ના રોજ કચ્છ મુલાકાતે ગયેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું ભૂજ હવાઈ મથકે અદાણી કંપની દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું તે દ્રશ્યો ભારે ચર્ચાસ્પદ બન્યા છે કારણકે જનતાના પ્રતિનિધિઓ અને સરકારી બાબુઓને લાઈનમાં રહેવું પડે તેવી Insulting સ્થિતિ સામે લાચાર દ્રશ્યો ઘણું બધું કહી જતા હતા જે વાત લોકોમાં ચર્ચાનો વિષય બની હતી,બીજો એવો પણ મેસેજ જાય કે અદાણી રાજકીય રીતે પાવરફૂલ છે તેથી તેઓ સામે કોઈએ શીગડાં ભેરવવાના નહિ!!આમ,આ બધી વાતો ચર્ચાસ્પદ બની હતી.

અદાણી કંપનીના પોર્ટ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહે પહેલા સ્વાગત કર્યા બાદ જ જનતાએ ચૂંટેલા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીનો વારો આવ્યો તેઓ કચ્છી શાલ લઈ સન્માન કરવા પહોંચ્યા હતા પણ તેમનો પછીથી વારો આવ્યો ત્યારબાદ નિવાસી અધિક કલેકટર ડી.પી.ચૌહાણનો વારો આવ્યો હતો અહીં કલેક્ટર જોવા ન મળ્યા એટલે એક વાત એવી પણ ચર્ચાતી હતી કે અદાણીના અધિકારી આવવાના હોવાથી બની શકે કે કલેક્ટર આવ્યા ન હોય.

આ અંગે સરકારી તંત્ર લખે છે કે, કચ્છી સંસ્કૃતિ મુજબ CM ભુપેન્દ્ર ભાઈને આવકાર આપવામાં આવ્યો હતો.કચ્છ જિલ્લા માહિતી ખાતાના અધિકારીએ આજે કચ્છ પધારેલા મુખ્ય પ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પર “અદાણી” કંપનીના અધિકારી રક્ષિત શાહને “અગ્રણી” શબ્દનો પ્રયોગ કરીને સરકારના મહત્વના વિભાગે અદાણી કંપનીની ‘વાહવાહી’ કરી હતી પણ અદાણીનું નામ લખવાનું રહસ્યમય રીતે ટાળી દીધું હતું.

આમ,ભૂજ એરપોર્ટ ઉપર જોવા મળેલા આ દ્રશ્યો ભારે ચર્ચામાં આવ્યા હતા અને અદાણી સરકાર અને વિભાગો માટે કેટલું મહત્વ ધરાવે છે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત
  • October 2, 2026

PM Degree RTI Case: ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને…

Continue reading
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

  • October 2, 2026
  • 3 views
R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

  • October 2, 2026
  • 5 views
Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

  • October 2, 2026
  • 6 views
Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

  • October 2, 2026
  • 7 views
SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

  • October 2, 2026
  • 6 views
SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

  • October 2, 2026
  • 8 views
SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ