Hardik Patel: પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ,અલ્પેશ કથીરિયા સહિત 4 સામે લાગેલો રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચ્યો!

  • Gujarat
  • December 19, 2025
  • 0 Comments

Hardik Patel: ગુજરાતમાં 2015ના વર્ષમાં પાટીદારો દ્વારા થયેલા અનામત આંદોલન વખતથી લાગેલા રાજદ્રોહના કેસમાં આખરે સરકારની અરજી ગ્રાહ્ય રાખી સુરતની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને હવે રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે.

જેતે વખતે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસને સરકારે પરત ખેંચવા માટે કરેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખતા તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે.

આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ રજુઆત કરી હતી.સરકારે કેસ પરત ખેંચતા કોર્ટની મંજૂરી બાદ રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો અંત આવ્યો છે.મહત્વનું છે કે રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ એમ ચાર આરોપી હતા જે કેસ સરકારે પરત ખેંચવાનો નિર્ણય કરાયો કરતા નામદાર કોર્ટે કેસ વિડ્રો કર્યો હતો.

સરકારે પોતાના વાયદા અને વચનો મુજબ કેસનું સમયાંતરે ઓબ્સર્વેશન કરી કેસ પરત ખેંચ્યો છે.ઉલ્લેખનીય છે કે 2015ના વર્ષમાં પાટીદારો દ્વારા ગુજરાતમાં અનામત આંદોલન થયું હતુ.આંદોલન દરમિયાન પાટીદારોમાં યુવા નેતા તરીકે હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા નામો જાણીતા બન્યા હતા.

જોકે, આ પાટીદાર અનામત આંદોલન વખતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડતી હતી અને પોલીસ સાથે ઘર્ષણ થતું રહેતું હતું તે સમયે પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જોકે, ત્યારબાદ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ થતી રહી છે.

દરમિયાન હવે આંદોલનના 10 વર્ષ બાદ સરકારે કેસ પરત ખેંચતા આંદોલનકારી નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી મુક્ત થયા છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 4 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 5 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 7 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 12 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 11 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 12 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ