Donald Trump: ભારતને ટ્રમ્પની ધમકી! ‘મને ખુશ કરો નહીતો પરિણામ ભોગવવા તૈયાર રહો!’

  • World
  • January 5, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ધમકી આપી છે,ટ્રમ્પે કહ્યુ કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી મોદીએ મને ખુશ કરવો પડશે નહીતો વધુ ટેરીફના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.વેનેઝુએલા સામે કાર્યવાહી કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.ત્યારે હવે તેમણે ભારતને ચેતવણીના સૂરમાં ધમકી આપતા કહ્યું કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે તો હવે જે ચાલુ ટેરિફ છે તેમા પણ વધારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત પર એમરીકાએ 50 ટકા ટેરિફ લાદ્યો છે અને હવે તેથી વધુ ટેરીફ લાદવાની વાત કરી રહયા છે.ANIના અહેવાલ મુજબ, ભારત પર ટેરિફ લાદવાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, આ મુદ્દા પર નરેન્દ્ર મોદી ખરેખર મને ખુશ કરવા માંગતા હતા પરંતુ હજુ કઈ થયું નથી.

ટ્રમ્પે કહ્યું કે ભારતના વડા પ્રધાન મોદી આમતો ખૂબ જ સારા માણસ છે તેઓ એક સારા વ્યક્તિ છે અને તેઓ જાણતા હતા કે હું ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાથી ખુશ નથી તો પહેલા મને ખુશ કરવાનું મહત્વપૂર્ણ હતું પણ હજુ મને ખુશ કરી શક્યા નથી.જો તેઓ મને ખુશ નહિ કરે અને હજુપણ જો રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો અમે ભારત પર વધુ ટેરિફ ઝીંકીશું.

હકીકતમાં, ટ્રમ્પે ઓગસ્ટ 2025 માં ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. તેઓ રશિયા સાથે ભારતના તેલ વેપારથી નાખુશ હતા અને આનો ઉલ્લેખ ઘણી વખત કર્યો હતો. ટ્રમ્પના નિર્ણયથી બંને દેશો વચ્ચેના વેપાર કરાર લાંબા સમય સુધી અટકી ગયો હતો. ટ્રમ્પ ઇચ્છતા હતા કે ભારત પોતાનું આખું બજાર અમેરિકા માટે ખોલે અને ડેરી અને કૃષિ ક્ષેત્રોમાં પ્રવેશ આપે, પરંતુ ભારત પોતાના નિર્ણય પર અડગ રહ્યું હતું,પરિણામે હવે ટ્રમ્પ દાદાગીરી ઉપર ઉતર્યા છે અને ખુલ્લેઆમ ભારતને ટેરીફ વધારાની ધમકી આપી બ્લેક મેઈલ કરવા ઉતરી પડ્યા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 6 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 7 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ