Donald Trump: વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ ડેલ્સીને પણ ટ્રમ્પની ધમકી,”અમે કહીએ તેમ કરવું પડશે!” નહીતો માદુરો કરતાં પણ ખરાબ હાલત કરીશું !

  • World
  • January 5, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા ઉપર હુમલો કરી તેલ ભંડાર ઉપર કબ્જો કર્યો છે અને હવે અહીં અમેરિકા શાશન ચલાવવા માંગે છે,દરમિયાન ટ્રમ્પે નવા નિમાયેલા ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ધમકી આપતા કહ્યું છે કે, ‘જો ડેલ્સી રોડ્રિગ્ઝ અમે કહીએ તેમ નહીં કરે તો તેમની હાલત માદુરો કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.’

ટ્રમ્પે ધ એટલાન્ટિક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં આ મુજબ જણાવ્યું હતું.ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ અંગે રોડ્રિગ્ઝ સાથે વાત કરી હતી જેમાં તેઓ વેનેઝુએલામાં અમેરિકાના ઈશારે કામ કરવા તૈયાર થઈ ગયા છે.ન્યૂ યોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો રોડ્રિગ્ઝ અમેરિકાની વાત માની લે છે તો વેનેઝુએલામાં અમેરિકી સેના તૈનાત કરવાની જરૂર નહીં પડે નહીતો તેઓની હાલત ખરાબ કરી નાખીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવાનો આદેશ આપતા તેઓ હાલ વચગાળાના કાર્યકાળી રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત થયા છે આવા સમયે અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે જેમાં નવા વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને પણ અમેરિકા કહે તે રીતે કામ કરવા ચીમકી અપાઈ છે.

જોકે,સુપ્રીમ કોર્ટે ડેલ્સી રોડ્રિગ્ઝને તાત્કાલિક રાષ્ટ્રપતિના તમામ અધિકારો સાથે કાર્યકારી ધોરણે કાર્યભાર સંભાળવા જણાવ્યું છે.ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલામાં શાસન ચલાવવા માટે અમેરિકા દ્વારા એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે.આ ટીમમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો, રક્ષા મંત્રી પીટ હેગસેથ અને અન્ય ટોચના અધિકારીઓ સામેલ હશે.

આ ટીમ વેનેઝુએલામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, સરકારી સંસ્થાઓને ફરીથી કાર્યરત કરવા, તેલ, ઉર્જા અને સુરક્ષા જેવા મહત્વના ક્ષેત્રોને સ્થિર કરવા અને સંક્રમણકાળને સંભાળવામાં મદદ કરશે.ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા આ માટે વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે મળીને કામ કરશે જેમાં ડેલ્સીએ અમેરિકા કહે તે રીતે કરવાનું રહેશે. આમ,હવે આડકતરી રીતે વેનેઝુએલા ઉપર અમેરિકાનું શાશન રહશે અને અમેરિકા અહીંના અબજોની કમાણી કરી આપતા તેલના ભંડારમાં રોકાણ કરવાની વાત કરી આડકતરી રીતે પોતાનો કબ્જો જાહેર કરી દીધો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 2 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 3 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 9 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો