Donald Trump: ડોનાલ્ટ ટ્રમ્પે ભારત પર 500% ટેરિફ લાદવાની કરી તૈયારીઓ? આવતા અઠવાડિયે થશે મોટો ખુલાસો

  • World
  • January 8, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર કડક પ્રતિબંધો લાદવા મામલે એક બિલને મંજૂરી આપી છે જેમાં ભારત અને ચીન પર અમેરિકાના ટેરિફમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે,જે 500 ટકા સુધી પહોંચી શકે છે, આ પગલું યુક્રેન સંઘર્ષ વચ્ચે રશિયા પર દબાણ લાવવા માટેનું છે.

■ આ બિલ ઉપર આવતા અઠવાડિયે મતદાન થઈ શકે છે.

રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે હવે, આવતા અઠવાડિયે સંસદમાં આ બિલ પર મતદાન થઈ શકે છે.

■ ભારત,ચીન અને બ્રાઝિલ પર વધશે દબાણ

સેનેટર ગ્રેહામના મતે, આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સસ્તા રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર દબાણ લાવવાની સત્તા આપશે.ગયા વર્ષે, ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકા કર લાદ્યો હતો અને રશિયાથી ખરીદાતા તેલ પર વધારાનો 25 ટકા કર લાદ્યો હતો. આનાથી કેટલીક ભારતીય વસ્તુઓ પર કુલ કર 50 ટકા થઈ ગઈ અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

■ અમેરિકા અને ચીન વચ્ચે પણ સંબંધો બગડ્યા છે.

અમેરિકા અને ચીન વચ્ચે ટેરીફ મામલે તણાવ વધી ગયો છે. અમેરિકાએ ચીની માલ પર ૧૪૫ ટકા સુધીનો કર લાદ્યો હતો, જેના જવાબમાં ચીને પણ અમેરિકન માલ પર ૧૨૫ ટકા કર લાદ્યો હતો.

■ ભારત અંગે પણ ટ્રમ્પનું નિવેદન આવ્યું હતું.

તાજેતરમાં ટ્રમ્પે ભારત પર નવા કર લાદવાની શક્યતાનો સંકેત આપ્યો હતો, એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે કે હું નાખુશ છું. ટ્રમ્પે કહ્યું, પીએમ મોદી એક સારા માણસ છે, પરંતુ મને ખુશ રાખવો પણ ખૂબ મહત્વપૂર્ણ છે,હવે ખૂબ જ ટૂંક સમયમાં ટેરીફમાં વધારો કરવામાં આવશે.

■ ચોખા ઉપર પણ કર લાદવાની ધમકી આપી.

ગયા મહિને, ટ્રમ્પે ભારતીય ચોખા પર નવો કર લાદવાની ધમકી આપી હતી. અમેરિકન ખેડૂતોએ વ્હાઇટ હાઉસને ભારત, ચીન અને થાઇલેન્ડ દ્વારા સસ્તા અનાજ વેચવાની ફરિયાદ કર્યા પછી આ વાત સામે આવી છે.

■ વાટાઘાટો અટકી પડી છે.

ભારત અને અમેરિકા વચ્ચે કરવેરા વાટાઘાટો હાલમાં અટકી પડી છે,અમેરિકા ઇચ્છે છે કે ભારત અમેરિકન કૃષિ માલ પરના કરવેરા ઘટાડે.ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે તે તેના ખેડૂતો અને ડેરી ક્ષેત્રની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 4 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત