Rajasthan: ગુજરાતમાં દારૂની ફૂલ ડિમાન્ડ ; હવેતો અમુક પોલીસવાળાઓએ પણ દારૂના ધંધામાં ઝંપલાવ્યું ! દારૂના ધંધામાં તેજી!

  • Gujarat
  • January 13, 2026
  • 0 Comments

Rajasthan: ગુજરાતમાં છૂટથી દારૂ મળવા માંડ્યો છે અને ગિફ્ટસિટીમાં તો દારૂ પીવાની પરમિશન મળી જતા ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ હવે દેશી-વિદેશી દારૂની ડિમાન્ડ વધતા વધુ ભાવો લઈ બુટલેગરો ધંધો કરી રહયા છે ત્યારે હવે કેટલાક પોલીસકર્મચારીઓ પણ મલાઈદાર ધંધામાં ઝંપલાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

દાહોદના ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હેડ કોન્ટેબલ અને એક કોન્ટેબલ રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં લાવતા હોવાની બાતમીના આધારે દાહોદ LCB પોલીસે તેઓને રોકતા તેઓએ કાર ભગાવતા કાર સાઈડમાં ઉતરી જતા તેઓ ભાગી છૂટ્યા અને પોલીસે કારમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો જે જપ્ત કર્યો હતો આમ,પોલીસવાળા દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી ગુજરાતમાં લાવતા હોવાની વાત ખુલ્લી પડી છે.

વિગતો મુજબ ચાકલિયા પોલીસ મથકમાં જ ફરજ બજાવતા હેડ કોન્ટેબલ અર્જુન ઘનુભાઈ ભૂરિયા, મોહન રમેશભાઇ તાવિયાડ અને કોન્ટેબલ પ્રકાશ સબુરભાઇ હઠીલાએ રાજસ્થાનથી એક પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળ્યા ત્યારે તે કાર મોહન તાવિયાડ ચલાવતો હતો. જ્યારે અર્જુન ભૂરિયા અને પ્રકાશ હઠીલા અન્ય બીજી અલ્ટો કારમાં પાયલોટિંગ કરતા હતા.

બીજી તરફ દાહોદ LCBને રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળતાં LCBએ ઝાલોદ અને ચાકલિયા પોલીસ ટીમ સાથે તળાવા ચોકડી પાસે વોંચ ગોઠવી ઉભા હતા તે દરમિયાન બાતમી મુજબના નંબર વાળી બન્ને કાર દેખાતા પોલીસે તેને રોકવાનો ઈશારો કરતા કાર ચાલકોએ ગાડી ધીમી પાડવાને બદલે ઝડપ વધારી લીમડી તરફ કાર હંકારી મુકતા પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતાં દારૂ ભરેલી પંચફોર વ્હીલર ગાડી આશરે 500 મીટર દૂર ગટરમાં ઊતરી ગઈ હતી, જેનો ચાલક ફરાર થઇ ગયો હતો.

જ્યારે પાયલોટિંગ કરતી અલ્ટો પણ અંધારાનો લાભ લઈ ગાયબ થઈ જતા માત્ર ત્યાં સાઈડમાં ઉતરી ગયેલી પંચ કારમાં પોલીસે તપાસ કરતાં તેમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલો અને અંદાજે 74 લિટરથી વધુ દારૂનો જથ્થો મળ્યો હતો પોલીસે કાર સહિત કુલ રૂપિયા 5 લાખ 66 હજાર 646ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસ દરમિયાન દારૂ ભરેલી પંચ (GJ-35-N-8922) હેડ કોન્ટેબલ મોહન તાવિયાડની હોવાનું ખુલ્યું છે,જ્યારે ફરાર અલ્ટો કાર (GJ-20-CA-8956) કોન્ટેબલ પ્રકાશ સબુરભાઈ હડિયાની હોવાનું ખુલવા પામ્યું છે આમ, દારૂના ધંધામાં પ્રોહિબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસકર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતા અનેક સવાલ ઉઠ્યા છે.

● અગાઉ અરવલ્લીમાં પણ દારૂની હેરાફેરીમાં પોલીસકર્મીઓના નામ સામે આવી ચુક્યા છે.

આ પહેલા પણ તા.29 ડિસેમ્બર 2025ના રોજ અરવલ્લીમાં પોલીસ જવાનો દારૂની હેરાફેરી કરતા પકડાઈ ચુક્યા છે તે વખતે પણ LCB પોલીસે શામળાજી બોર્ડર વિસ્તારમાં રિક્ષામાં લવાયેલા 27 પેટી દારૂને કારમાં મૂકતી વખતે રેડ કરતા પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈને દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા તે સમયે પ્રાથમિક તપાસમાં બંને આરોપી છેલ્લા કેટલાક સમયથી દારૂ કટિંગના ધંધામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું હતું આમ,ગુજરાતમાં હવે પોલીસવાળાઓ પણ દારૂના ધંધામાં હાથ અજમાવી રહયા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય