Cyber ​​Fraud: સાયબરના ગૂનાઓમાં ‘ફ્રોડના નાણાં’થી અજાણ “કમિશન વાળા” સેંકડો યુવાનો જેલભેગા ! અસલી ‘ખેલાડીઓ’ના કોઈ નામ સરનામા હોતા નથી!

  • Gujarat
  • January 12, 2026
  • 0 Comments

Cyber ​​Fraud: આજકાલ સાયબરના ગૂનાઓ વધી ગયા છે અને USDT (Tether) એ એક પ્રકારની ક્રિપ્ટોકરન્સીના નામે કમિશનની લાલચમાં અનેક યુવાનો ફ્રોડના નાણાંમાં ફસાઈ રહયા છે, પણ ઘણા કિસ્સામાં તેઓ જાણતાજ નથી હોતા કે જે નાણાં USDT ના નામે જે ઉપરથી ઠગ લોકો મોકલે છે તે નાણાં વ્હાઇટ છે કે ફ્રોડના છે તે સમજણ અભાવે છેલ્લે તે નાણાં ફ્રોડની complaint (ફરીયાદ) આવે ત્યારે ખબર પડે છે, અને જે રકમમાં માત્ર નજીવું કમિશન લીધું હોય તે આખી રકમનું ફ્રોડ તેના માથા ઉપર આવી જાય છે અને તેને આરોપી બનાવી જેલોમાં ધકેલી દેવાના કિસ્સા વધતા જેલોમાં મોટાભાગના નજીવું કમિશન લેવા જતા ભેખડે ભરાયા હોવાના કિસ્સા ચિંતા જનક રીતે વધી ગયા હોવાનું વાસ્તવિક ચિત્ર ઉભરી રહ્યું છે.

આવા અનેક યુવાનોની કારકિર્દી ખલાસ થઈ રહી છે આવા યુવાનો જેલમાં રીઢા ગુનેગારોના સંપર્કમાં આવવાથી તેઓનું ભવિષ્ય દાવ પર લાગી રહ્યાની વાતો ટોપ પર ચર્ચામાં રહી છે.

આખી ચેઇનમાં મુખ્ય ફ્રોડ આચરતા ઈસમો વિદેશથી આખું નેટવર્ક હેન્ડલ કરતા હોય છે જેઓના નામ પણ સાચા હોતા નથી અને ક્યાંથી નેટવર્ક ચલાવે છે તે પણ કોઈને ખબર હોતી નથી તેઓ પોતાની સાચી ઓળખ આપતા નથી અને અનેક લોકોને સાયબર ફ્રોડના શિકાર બનાવી તે રકમ ક્રિપ્ટોકરન્સી (USDT) માં કન્વર્ટ કરી કમિશન વાળાઓના જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી આ રકમને બીટકોઈનમાં ખપાવી વ્હાઇટ પૈસા પોતે લઈ જેતે પૈસા ઉપર વધુ કમિશન આપી સસ્તા ભાવે બીટકોઈન પધરાવી અન્ય ખાતાઓમાં રકમ નાખે છે જે રકમ બીજા કે ત્રીજા લેયરમાં આવે છે તેને મોટાભાગે પોલીસ પકડતી હોય છે અને ત્યાંથી વધુ તપાસમાં કોણે ખાતું ખોલાવ્યું કોણ નખાવતું હતું એમ બાકીનાઓને મદદગારીમાં પકડી અહીં માત્ર બેન્ક સ્ટેટમેન્ટના આધારે કાર્યવાહી થઈ રહી છે પણ અસલી નેટવર્ક ક્યારેય પકડાતું નથી જેમાં કરોડોનો વહીવટ થઈ રહ્યો છે,નાના નાના કેટલાય લોકો કમિશનની લાલચમાં આવી જિંદગી બરબાદ કરી રહયા છે.

આ કરન્સી કોઈને કોઈ જગ્યાએ સાયબર ઠગોએ છેતરપિંડીથી મેળવેલી રકમ હોય છે જે છેતરપીંડીની રકમ ઠગો બીટકોઈનમાં કન્વર્ટ કરી તે બીટકોઈન સસ્તા ભાવે વેચે છે હવે આ રકમ જે ખાતાઓમાં ટ્રાન્સફર થાય તે રકમ કમિશનથી લેનારને ખબર હોતી નથી અને જ્યારે તેના ખાતામાં આ રૂપિયા આવે છે તે સાયબર ક્રાઇમમાં નોંધાયેલી કોઈ ફરિયાદ સંદર્ભના નાણાં હોય તો તે નાણાં જેના ખાતામાં આવ્યા તે અથવાતો જે વ્યક્તિએ નખાવ્યા હોય તે ગુનેગાર બની જાય છે હકીકતમાં તે વ્યક્તિએ નખાવનાર કે ખાતા ધારક બન્ને માત્ર નજીવું કમિશન લેતા હોય છે પણ ટેકનિકલી આ પૈસા જે તે ફ્રોડના હોય તે મેટરમાં ગુનેગાર બની જાય છે

આવા અનેક યુવાનોની જિંદગી બરબાદ થઈ ગઈ હોવાનું કહેવાય છે, હવે જે યુવાન નજીવા કમિશન લેવાનું કામ કરતો હોય તે વકીલ કે કોર્ટનો ખર્ચ પણ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં હોતા નથી પરિણામે જેલમાં સડવાનો વારો આવે છે અને તે યુવકના પરિવાર લાખ્ખોના દેવામાં ડૂબી જવાના કિસ્સાઓમાં વધારો થયાનું કહેવામાં આવી રહ્યું છે મોટાભાગના કિસ્સામાં ધ્યાને આવ્યું છે કે આવા આરોપી છોકરા કાંતો ભણતા હોય છે અથવા નોકરીએ લાગેલા હોય છે આવા અનેક યુવાનો આ સ્કેન્ડલનો ભોગ બની રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.

●આજકાલ આવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.

દાખલા તરીકે 1 લાખનું એક ટકા કમિશન હોયતો 1000 મળે છે તે રીતે કમિશનનો ધંધો ચાલતો રહે છે એટલે કે એકજ રકમ વારંવાર બેંકમાં નાખી કાઢી લેવાની અને ઉપર કમિશન લઈ ફરી એજ રકમ બેંકમાં નાખવાની પદ્ધતિની રીત હોવાનું કહેવાય છે આ આખા ધંધામાં USDTનું કમિશનન મળતું હોવાનું લેનાર વ્યક્તિ વહેમમાં રહે છે પણ જ્યારે જે USDTની રકમ ફ્રોડની નીકળે ત્યારે જેની સાથે ફ્રોડ થયુ હોય તે મેટરમાં કમિશન લેનારા ભેરવાઈ જાય છે ત્યારે આરોપી બની જતા હોય છે.

દાખલા તરીકે 4 લાખ રૂપિયા હોય તો તે રકમ બેન્કમાં નાખી ક્રિપટોમાં કન્વર્ટ થયેલી રકમ વધુ કમિશન લઈ ઉપાડી લેવાની તેમાં 4 લાખ ઉપર કમિશન હોય તે વહેંચી લઈ ફરી તેજ 4 લાખ નાખવાના અને ઉપાડવાનો ધંધો હોય છે એટલે કે પાંચ લાખનું રોકાણ કરી વારંવાર પૈસા નાખવાના અને ઉપડવાના પણ ઉપરના કમિશનનો ધંધો હોય છે પણ પછી જે રકમ ઉપાડી હોય તે રકમનું ફ્રોડ લેનાર ઉપર આવી જાય છે કે જેણે કોઈ પાસેથી છેતરપિંડી કરી હોતી નથી પણ ખાતામાં આવ્યા એટલે તે ગુનેગાર બની જાય છે.

એમાં એકજ રકમ વારંવાર ફરતી રહે તો તે રકમ કરોડોમાં ગણાય જાય છે હકીકતમાં મૂળ રકમ તો 4 લાખ જ હોય છે પરંતુ કરોડોનું ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું નોંધાય છે આવા અનેક યુવાનો પૂરતી જાણકારીના અભાવે સાયબર ગઠિયાઓની ચુંગાલનો ભોગ બને છે અને દૂર બેઠેલા ઠગો ક્યારેય પકડાતા નથી અને કમિશન લેવા જતા જાણ્યે અજાણ્યે નિર્દોષ યુવાનો જેલોમાં કેદ થઈ જતા હોવાના કિસ્સા વધ્યા હોવાનું ચર્ચાઈ રહયુ છે.

આજના ટેક્નોલોજીના યુગમાં સાયબર ક્રાઇમના વધેલા બનાવો મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે.

ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી આપ સૌને મદદરૂપ બનવા જઈ રહ્યું છે ત્યારે સબંધિત વિભાગ આ વાતનું ધ્યાન રાખી નિર્દોષ રીતે સાયબર ગઠિયાઓની ચુંગાલમાં આવી ગયેલા આવા સેંકડો યુવાનો માટે કંઈક કરે તે પણ જરૂરી છે અને જો આવા યુવાનો પકડાય તો જેટલી રકમનું કમિશન લીધું છે તે કમિશન દંડ સાથે પરત લેવાની કાર્યવાહી કરી ખરેખર જેણે ફ્રોડને અંજામ આપ્યો છે તેવા અને આખી ઘટનામાં જેના કોઈ એડ્રેસ હોતા નથી તેવા સરહદ પાર મુખ્ય આરોપીઓ આપણી આધુનિક ટેકનોલોજી અપનાવી શોધી કાઢી ખરેખર ગુનેગારો છે તેની સામે ગુનો નોંધી ઝડપી લઈ પાંજરે પુરે તેવી લોકોમાં ચર્ચા સાથે માંગ ઉઠવા પામી છે.

● સાયબર જાગૃતિ માટે ગુજરાત પોલીસની કામગીરી પ્રશંસનીય, પણ અસલી ગુનેગારોને સજા કરવા ટેકનોલોજી જરૂરી છે.

આ આખા ફ્રોડ નેટવર્કમાં ટેકનિકલી રીતે કથિત ફ્રોડના પૈસા જે ખાતામાં આવ્યા હોવાનું દર્શાવાય છે તે આખી રકમ કમિશનથી લેનારે માત્ર કમિશન લીધું હોય છે, મતલબ જેની સાથે ફ્રોડ થયું હોય તે ઠગ મુખ્ય પાર્ટી સાથેતો છેતરપીંડી કરે જ છે પણ તે ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં બદલી લેનારને સસ્તા ભાવે પધરાવી દે છે એ રકમ બીજી ત્રીજી લેયરમાં આવતા લેનાર સાથે પણ છેતરપિંડી આચરે છે અને તે કમિશનની ચેઇનમાં આવેલો વ્યક્તિ ઘણા કિસ્સામાં જાણ્યે અજાણ્યે આરોપી બની જાય છે,કારણ કે વ્હાઇટ પૈસા ઠગ લઈ લે છે અને ફ્રોડના પૈસા લેનારને પધરાવી દે છે.

પોલીસ માત્ર ખાતા જુએ છે ખાતા ધારકની અને મ્યુલ અકાઉન્ટ ખોલાવનાર કમિશન લેનારાઓની અટક કરી કેસ કરે છે હકીકતમાં ખાતા ધારક અને તેનું ખાતું ખોલાવનાર બન્ને કમિશન લેતા હોય છે પણ ઉપરી ઠગ લોકો તેમને બીટકોઈન ના પૈસાનું કમિશન આપતા હોવાનું જણાવતા હોય છે તેઓ એમ નથી કહેતા કે અમે કોઈનું બૂચ માર્યું છે તે પૈસા અમે બીટકોઈનમાં ફેરવી તે ફ્રોડના પૈસા મોકલ્યા છે એ પૈસાની દેશભરમાં ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદો નોંધતી હોય છે અને લેનાર ચોર સાબિત થઈ જાય છે.

આખી વાતને જો દેશી ભાષામાં સમજીએ તો ચોરીનો માલ કોઈ ચોર બજારમાં વેચી મારે અને તમે તે માલ  સસ્તામાં ખરીદી લીધો ત્યારબાદ પોલીસ તમારી પાસે ચોરીનો માલ પકડે એટલે કે તમે બીજા લેયરમાં તે તમારી પાસે આવ્યો છે બસ આ પુરાવાના આધારે લેનાર જ ચોર ગણાય જાય તેવી વાત છે,મતલબ કે ખાતામાં ક્રિપટ્ટોના ફેરવેલા પૈસા પડ્યા અને તે પૈસા કોઈ સાથે થયેલા ફ્રોડ થયેલા છે તે આવ્યા છે બસ આટલું ઇનફ છે પછીના તબક્કામાં ખાતું કોનું – કોણે નખાવ્યા વગરે આવે અને તે કમિશનની ચેઇનમાં સંડોવાયેલાઓની અટકાયત કરાય છે પણ અસલી ચોર કે જેણે કોઈના પૈસા બૂચ માર્યા તેને પકડવો મુશ્કેલ બની જાય છે. 

મુખ્ય ગુનેગારો ખુબજ ચાલક અને અદ્યતન ટેકનોલોજીના જાણકાર હોય છે જેને પકડવા પોલીસની પહોંચ બહાર હોય છે અને આ માટે અદ્યતન ટેકનોલોજી તેમજ IT નું ભણેલા અને નોલેજ ધરાવતા યુવા અધિકારીઓ પણ ડીપાર્ટમેન્ટમાં હોવા જરૂરી થઈ પડ્યું છે.

બાકી ખૂબજ સ્માર્ટ ઠગો ક્યારેય હાથમાં આવે નહિ અને કમિશનવાળાનો ઝપેટમાં ચડી રહ્યા છે તેવા સમયે આવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ મામલે ગૃહ વિભાગ દ્વારા ઉંડાણ પૂર્વક પુનઃ વિચાર કરી ખરેખર ગુનેગારો છે તેની સામે કાર્યવાહી કરવા અને નિર્દોષ ફસાઈ જતા આરોપીઓ મામલે પણ કમિશન લેવા સબબ ગુનો અને દંડ અને જેટલું કમિશન લીધું હોય તેની વસુલાત કરવા મામલે પગલાં ભરવામાં આવે તેવી ચર્ચા ઉઠી છે.

મોટાભાગના કિસ્સામાં સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સી (USDT)માં કન્વર્ટ કરી પધરાવનારાઓ ક્યારેય હાથમાં આવતા નથી અને કમિશન લેનારા જેતે ફ્રોડની ફરિયાદનો ભોગ બનતા હોવાના બનાવો વધ્યા છે ત્યારે આવા યુવા વર્ગની કારકિર્દદી ખતમ થતી બચાવવા માટે તાકીદે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

ટૂંકમાં સાઇબર ક્રાઇમની દુનિયામાં અત્યારે ચાલી રહેલા ખતરનાક ટ્રેન્ડમાં મુખ્ય સૂત્રધારો પડદા પાછળ રહીને નિર્દોષ અથવા લાલચુ યુવાનોને ટાર્ગેટ કરી ફ્રોડના નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી કમિશનની લાલચ આપી ફ્રોડના આરોપી બનાવી રહ્યા છે ત્યારે  ‘માલ ખાય મદારી અને વળ ખાય વાંદરો’ જેવો ઘાટ સર્જાયો છે, આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં ફસાયેલા યુવાધનને બચાવવા ગૃહમંત્રી જાતે જ કોઈ નિર્ણય લે અને આ ગંભીર બાબતમાં કઈક નિવેડો લાવે તેવી સર્વત્ર માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 6 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 6 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે

  • June 16, 2026
  • 5 views
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે