Gift City: The Great Gambler ફેઈમ અમિતાભ બચ્ચને ગુજરાતમાં ₹ 7 કરોડનો દાવ ખેલ્યો અને ₹ 210 કરોડ થઈ ગયા!

  • Gujarat
  • January 11, 2026
  • 0 Comments

●The Great Gambler ફેઈમ અમિતાભ બચ્ચને ગુજરાતના રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ ફાયદામાં રહ્યું!

Gift City: ગાંધીનગરમાં ‘ગિફ્ટ સીટી’જ્યાં બન્યું છે તેની બરાબર સામે બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ₹ 7 કરોડમાં 14 વિઘા જમીન ખરીદી હતી ત્યારે તેઓને અંદાજ પણ ન્હોતોકે આ જમીનમાં કરેલું રોકાણ સોનાની લગડી સાબિત થશે.

આ જમીન 2011માં ચાંદલોડિયાના વિરમભાઈ રૂડાભાઈ ગમારા પાસેથી ABCLના એમ.ડી.રાજેશ ઋષિકેશ યાદવે બચ્ચનના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે ખરીદી હતી.

બચ્ચન પરિવારમાં તે સમયે એટલેકે તા.16 નવેમ્બર, 2011, બુધવારે પૌત્રી આરાધ્યના જન્મ પછીના સાત દિવસ બાદ 23 નવેમ્બર બુધવારે અમિતાભ બચ્ચને ગિફ્ટ સિટીની સામે શાહપુરમાં આ જમીન ખરીદી હતી, આમ, 2011ના નવેમ્બરના બે બુધવાર વાસ્તવમાં લક્ષ્મીની કૃપારૂપ સાબિત થઈ જતા હવે ત્રીજો પણ બુધવારનો દિવસ પસંદ કરી અભિષેક બચ્ચન અહીં મોટા એક પ્રોજેકટ માટે તૈયારીઓ શરૂ કરી છે.

નવું વર્ષ એટલે કે જાન્યુઆરી 2026ના બુધવારના રોજ અભિષેક બચ્ચને આ જમીન પર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવા માટે લોટસ ડેવલપર્સ સાથે એગ્રીમેન્ટ કર્યો છે.આ કરાર મુજબ ડિઝાઈન અને પ્લાનિંગ તથા બાંધકામ લોટસ ડેવલપર્સ કરશે પણ જમીન બચ્ચન પરિવારની માલિકી હક્ક રહેશે.

ઉલ્લેખનીય છે કે ₹ 7 કરોડમાં ખરીદેલી 23,169 સ્કવેર મીટર, એટલે કે 5.72 એકર(14 વીઘા) જમીન અંદાજે 210 કરોડની થઈ ગઈ છે, હાલમાં અહીં એક વિઘા જમીનનો ભાવ અંદાજે ₹15 કરોડ ચાલે છે,આમ 14 વર્ષમાં 203 રૂપિયાનો જમ્બો નફો થયો છે.
આમ,બચ્ચન પરિવારમાં આરાધ્યનો બુધવારે જન્મ થયો અને લક્ષ્મીના આગમન સાથે બુધવારે જમીનનો સોદો થયો ત્યારબાદ 203 કરોડનો નફો થયો હવે અત્યારની 210 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી જમીન ઉપર લોટસ ડેવલપર્સ સાથે કરાર કરી પ્રોજેકટ આકાર લેવા જઈ રહ્યો છે અને તે દિવસ પણ બુધવાર પસંદ કરાયો છે બોલિવૂડના Gift City: The Great Gambler ફેઈમ અમિતાભ બચ્ચને ગુજરાતના રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ ફાયદામાં રહ્યું! The Great Gambler અમિતાભ બચ્ચનને રિયલ લાઈફમાં પણ નસીબનો સાથ મળ્યો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 3 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 6 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 8 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 6 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ