Gujarat Police Recruitment: PSI-LRDની કસોટીના ‘કોલ લેટર’ ડાઉન લોડ કરી લો! તારીખ જાહેર

  • Gujarat
  • January 10, 2026
  • 0 Comments

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ વિભાગમાં હાલ PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટેના પ્રારંભિક તબક્કામાં શારીરિક કસોટી લેવામાં આવનાર છે અને જે ઉમેદવારો દોડ સહિતના શારીરિક માપદંડોમાં પાસ થશે, તેઓ જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.

આપને જણાવી દઈએ કે Gujarat Police Recruitment Board Official ઉપર જે વિગતો જાહેર કરાઈ છે તેમાં જણાવાયા મુજબ જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ શરૂ થનાર છે. જે માટે કોલલેટર તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ કલાક ૧૪:૦૦ થી Ojas વેબસાઇટ ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

વિગતો મુજબ આ ભરતી પ્રક્રિયા આગામી 21મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ જશે જ્યારે GPRB/202526/1 અન્વયે PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો પોતાના કોલલેટર 12મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યે ડાઉનલોડ કરી શકશે.

● કોલ લેટર ડાઉનલોડ કરવા આટલું કરો

સૌથી પહેલા તમારે ojas.gujarat.gov.in પર જવાનું છે જયાં ‘Call Letter’ સેક્શનમાં જઈને ‘Preliminary Exam Call Letter’ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી જરુરી વિગતો જેવીકે (Confirmation Number અને Birth Date) ભરવાની છે આટલું કર્યા બાદ ‘Print Call Letter’ પર ક્લિક કરીને તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.

● કસોટીના દિવસે એકદમ નોર્મલ રહેવાનું છે અને આટલું ધ્યાન રાખો

સિલેક્ટ ઉમેદવારોએ જે દિવસે શારીરિક કસોટી હોય તે દિવસે કોલ લેટરની પ્રિન્ટ સાથે ઓરિજિનલ આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટા પોતાની સાથે રાખવા જરૂરી છે.
ઉપરાંત વહેલી સવારે દોડ યોજાશે જેથી ઉમેદવારોએ તે મુજબ સિડયુંઅલ બનાવી વહેલા ઉઠી સમયસર ગ્રાઉન્ડ પર પહોંચવું પણ જરૂરી રહશે.

ઉલ્લેખનીય છે કે ભરતી બોર્ડ દ્વારા આ વખતે પણ શારીરિક કસોટી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે જેમાં દોડ સમયે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે.

સાથેજ મેદાન પર સીસીટીવી કેમેરા પણ તમારી દરેક હિલચાલની નોંધ રાખશે જેથી કોઈપણ જાતના દબાણ વગર જે પ્રેક્ટિસ કરી છે તે નિર્ધારિત સમયે પૂર્ણ થાય તેવો પ્રયાસ કરવાનો છે.આમ,કોલ લેટર ડાઉન લોડ કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે જે ડાઉનલોડ કર્યા બાદ તૈયારીમાં લાગી જવાનું છે The Gujarat Report દ્વારા દરેક ઉમેદવારને શુભકામનાઓ પાઠવવામાં આવે છે ઓલ ધ બેસ્ટ.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

  • September 13, 2026
  • 5 views
Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

  • September 13, 2026
  • 6 views
Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન

  • September 13, 2026
  • 7 views
Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

  • September 13, 2026
  • 9 views
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

Congress BJP Gujarat Strategy: ગુજરાતમાં 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું, એક જ દિવસે કોંગ્રેસ-ભાજપના પ્રભારીઓની બેઠકો

  • September 13, 2026
  • 8 views
Congress BJP Gujarat Strategy: ગુજરાતમાં 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું, એક જ દિવસે કોંગ્રેસ-ભાજપના પ્રભારીઓની બેઠકો

Modi Xi Jinping Meeting: ગલવાન બાદ પહેલીવાર ભારતમાં મોદી-શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક, સંબંધોમાં નરમાઈના સંકેત

  • September 13, 2026
  • 12 views
Modi Xi Jinping Meeting: ગલવાન બાદ પહેલીવાર ભારતમાં મોદી-શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક, સંબંધોમાં નરમાઈના સંકેત