Makar Sankranti: ઉત્તરાયણનું પર્વ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે! વાંચો

  • Gujarat
  • January 14, 2026
  • 0 Comments

Makar Sankranti: આજે ઉત્તરાયણનું પર્વ છે,લોકો સવારમાં દાન-પુણ્ય કરી બાળકો સાથે ધાબા ઉપર પતંગ ફીરકી,ચિક્કીના લાડુ,નાસ્તો લઈ ચડી ગયા છે અને ઊંધિયા પુરી અને જલેબીના ઓર્ડર આપી દીધા છે,બધેજ ઉત્સાહનું વાતાવરણ છે પણ દોસ્તો આજના દિવસે આપણે અન્ય જીવોનું પણ ધ્યાન રાખવું જોઈએ જે પક્ષીઓ માળા માંથી નીકળવાના સમય અને સાંજના સમયે પતંગ ચગાવવામાં થોડું ધ્યાન રાખવાનું છે, આજના દિવસે કાતિલ દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને કાંતો મૃત્યુ પામે છે તેથી આ અબોલ જીવોનું ધ્યાન રાખવું આપણા સૌની ફરજ છે.

પતંગ રસિયાઓ માટે ગુડ ન્યૂઝ એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે તા.14 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ જળવાઈ રહેશે આજે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેવાની છે.

હવેતો આ તહેવાર ભારત જ નહીં પણ વિદેશમાં પતંગ ઉડાડી ઉત્તરાયણનું પર્વ ઉજવાય રહ્યું છે પણ કાતિલ દોરીનો પ્રયોગ ન કરવો જોઈએ જેથી જીવ હિંસા થાય.

આજે   સાયન પદ્ધતિ પ્રમાણે વાત કરવામાં આવે તો સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે.

આજે વર્ષ 2026માં ઉત્તરાયણ પર્વ ઉપર સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ હોય છે તે અંગે જાણીશું.આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થવા જઈ રહ્યો છે.

●સમય: બપોરે 03:08 મિનિટે (IST)

●તિથિ: પોષ વદ 11

●નક્ષત્ર: અનુરાધા

●ચંદ્ર રાશિ: વૃશ્ચિક

●લગ્ન: વૃષભ

મકરસંક્રાંતિના દિવસે વર્ષોથી દાન કરવાનો મહિમા છે અને યથાશક્તિ દાન કરી શકાય છે જ્યોતિષ શાસ્ત્રમાં દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાનું જણાવાયું છે.

આમતો મકરસંક્રાંતીના દિવસે આખો દિવસ દાન કરવા માટે શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે બપોરે 3:08 વાગ્યે ઉત્તરાયણ શરૂ થશે અને 5:45 વાગ્યા સુધી ચાલશે જેથી ઉત્તરાયણનું પર્વ કુલ 2 કલાક અને 37 મિનિટ વધારે શુભ ગણી શકાય.

આજે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ, મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે.

ઉત્તરાયણ ઉપર તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવાનો મહિમા છે ઉપરાંત તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન કરી શકાય,ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ છે.

આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળનું સેવન કરવાની માન્યતા છે.
ઉત્તરાયણ ઉપર સૂર્યના સંપર્કમાં આવી પતંગ ચગાવવાથી વિટામિન ડી મળે છે.

ગોળ,તલ,ચીક્કી વગરે શરીરને ઠંડીથી રક્ષણ આપે છે વગરે પ્રાચીન સંસ્કૃતિમાં તહેવાર સાથે સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે,આમ આપણા તહેવારો કોઈને કોઈ રીતે સમાજ વ્યવસ્થા આરોગ્ય અને એકબીજાને નજીક લાવવાનો અવસર હોય છે.
આમ,આજનું પર્વ પ્રાચીન માન્યતાઓ સાથે હર્ષનો સંગમ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 2 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 2 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 7 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 5 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 13 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ