Uttarayan: ગુજરાતમાં અહીં ઉત્તરાયણ પર્વ પર લોકો પતંગ ચગાવતા નથી! કારણ જાણી ચોંકી જશો!

  • Gujarat
  • January 14, 2026
  • 0 Comments

Uttarayan: ઉત્તરાયણનું પર્વ આવે તે અગાઉ જ પતંગ રસિયાઓ પતંગ અને દોરી લેવાની તૈયારીઓ કરી લેતા હોય છે અને મકરસંક્રાંતિ પર્વના દિવસેતો ધાબાઓ ઉપર મ્યુઝિક સિસ્ટમ લઈ હાકલા પડકારા કરતા દિવસભર પતંગ ચગાવતા હોય છે અને ઊંધીયા-જલેબી અને ભાત-સુરતી કઢીની જયાફત ઉડાવતા હોય છે.

આ દિવસે ચિક્કી,તલ-શીંગના લાડુ વગરે ખાવાનો અને ખવડાવવાનો વર્ષોથી રીવાજ છે,પરંતુ તમને નવાઈ લાગશે કે ગુજરાતના આ બે વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ મનાવવામાં આવતું નથી અને શામાટે નથી મનાવવામાં આવતું તેના કારણો આપને જણાવવા જઈ રહયા છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા ૩૫ વર્ષથી પતંગ ઉડાડવા પર ગામલોકો દ્વારા સર્વાનુમતે પ્રતિબંધ મુકાયો છે આ ગામમાં કોઇ પતંગ કે દોરી લાવતું નથી,આ ગામના યુવાનો પતંગ ઉડાડવાના બદલે આ દિવસે ક્રિકેટ રમે છે અને દાન દક્ષિણા આપીને એ રીતે તહેવારની ઉજવણી કરે છે એટલું જ નહી આ ગામમાં જો કોઇ ઉતરાયણે પતંગ ચગાવે તેને દંડ ફટકારવામાં આવે છે.

આ ગામમાં ઉત્તરાયણ નહિ મનાવવા પાછળ 1991માં બનેલી એક કરુણ ઘટના જવાબદાર માનવામાં આવે છે 1991ના વર્ષ દરમ્યાન ઉત્તરાયણ પર્વ ઉપર વીજ કરંટ લાગવાથી બે યુવાનોના કરુણ મુત્યુ થયા હતા તે દિવસે આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને ગામલોકોએ ભેગા થઇને નક્કી કર્યું હતું કે ઉતરાયણ પર્વ ઉપર પતંગ ચગાવવો નહિ સ્વૈચ્છીક પ્રતિબંધ મુકી દીધો હતો જેનું પાલન ગામ લોકો હજુ પણ કરે છે અને કોઈ પતંગ ઉડાડતું નથી પણ દાન પુણ્ય કરે છે.

આજ રીતે ગુજરાતમાં અન્ય સ્થળ ગીર અને સોમનાથ જિલ્લાના કોડિનાર સુત્રાપાડા તથા તેની આસપાસના વિસ્તારમાં પતંગ ચગાવવામાં આવતો નથી અને ઉતરાયણનું પર્વ પતંગ ચગાવીને મનાવાતું નથી પતંગ નહિ ચગાવવાના કારણમાં અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે,જેઓ મુક્તપણે આકાશમાં વિહરતા હોય છે ત્યારે જો પતંગ ઉડાડે તો પક્ષીઓ પતંગ દોરાથી ઘાયલ થવાની શકયતા રહે છે આથી લોકો પતંગો ઉડાડતા નથી.

અહીં ઉતરાયણના દિવસે દાન પૂણ્ય અને પૂજાપાઠ કરવામાં આવે છે અને પક્ષીઓને ચણ અને પશુઓને ચારો નાખવામાં આવે છે.બીજુ કે દરિયાઇ પટ્ટી નજીક ઉતરાયણ દરમિયાન પવનની ગતિ અને દિશા પતંગ ઉડાડવા માટે કુદરતી રીતે અનુકૂળ હોતી નથી પરિણામે આ વિસ્તારના લોકો ભાદરવા મહિનામાં નૈઋત્યના પવનો વહેતા હોય તેવી સાનુકૂળ સ્થિતિમાં પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વ ઉજવતા હોય છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?