Donald Trump: શું ગ્રીનલેન્ડ હવે અમેરિકાનું ? ટ્રમ્પે ધ્વજ લગાવી ફોટો શેર કર્યો! ટ્રમ્પની ખુલ્લી દાદાગીરીથી દુનિયા દંગ

  • World
  • January 20, 2026
  • 0 Comments

●પહેલા વેનેઝુએલા ઉપર કબ્જો હવે ગ્રીનલેન્ડ કબ્જે કરવાના ધમપછાડા અને પછી કેનેડાનો વારો? આ તમામ ભાગો અમેરિકાનો હીસ્સો હોવાનું દર્શાવવામાં આવતા ખળભળાટ

Donald Trump: જગત જમાદાર તરીકે ટ્રમ્પ હવે પોતાને શક્તિશાળી સમજવા લાગ્યા છે અને હવે ખુલ્લેઆમ દાદાગીરી ઉપર ઉતર્યા છે તેઓએ યુરોપિયન દેશોના વિરોધની ઐસી તૈસી કરી  ટ્રુથસોશિયલ પર એક ફોટો શેર કરી ધમાલ મચાવી દીધી છે, ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડને કાયદેસર અમેરિકાનો પ્રદેશ ગણાવ્યો છે.

આ ફોટામાં ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર અમેરિકાનો ધ્વજ લગાવતા  દર્શાવવામાં આવ્યા છે ટ્રમ્પની આ હરક્તથી સમગ્ર યુરોપ સ્તબ્ધ થઈ ગયું છે.

વેનેઝુએલ ઉપર કબ્જો કર્યા બાદ હવે ટ્રમ્પને ગ્રીનલેન્ડ પસંદ આવી ગયું છે તેઓ પ્રેમથી અમેરિકામાં ભળી જવાનું કહી રહયા છે અન્યથા કબ્જો કરવાની વાત કરી રહયા છે જેમાં યુરોપે ટ્રમ્પની આ વાતનો વિરોધ કર્યો છે અને પોતાની સેના મોકલી તેથી અમેરિકાએ તેઓ ઉપર ટેરીફની ધમકી આપી છે પરિણામે યુરોપ અને અમેરિકા આમને સામને જોવા મળી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે પણ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક તસવીર શેર કરી છે અને ગ્રીનલેન્ડ ઉપર અમેરિકન ધ્વજ લહેરાવી દીધો છે.

આ તસવીર જોયા બાદ ડેનમાર્ક સહિત ઘણા યુરોપિયન દેશોમાં ચિંતા વધી ગઈ છે. આ તસવીરમાં, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને ગ્રીનલેન્ડની ભૂમિ પર ધ્વજ લગાવતા બતાવ્યા છે. આ તસવીરમાં ટ્રમ્પ સાથે જેડી વાન્સ અને માર્ક રુબિયો પણ જોવા મળી રહ્યા છે. આ જ તસવીરમાં, એક બોર્ડ પર લખ્યું છે, “ગ્રીનલેન્ડ- યુએસ ટેરિટરી- EST 2026”.

● કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલા અમેરિકાના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે

ટ્રમ્પે વેનેઝુએલા સહિત ગ્રીનલેન્ડ અને હવે કેનેડાને પણ અમેરિકાના ભાગ તરીકે દર્શાવતો નકશો પણ શેર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, ટ્રમ્પે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બને તેવી ઈચ્છા અંગે જણાવ્યું હતું.

જોકે,ત્યારબાદ મે મહિનામાં ચૂંટણી જીત્યા પછી તરત જ, વડા પ્રધાન માર્ક કાર્નેએ તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના આ નિવેદનને સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું કે,”ઇચ્છાઓ અને વાસ્તવિકતા વચ્ચે તફાવત છે.” મંગળવારે, યુએસ રાષ્ટ્રપતિએ નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથે ગ્રીનલેન્ડ વિશે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ દાવોસમાં ઘણા હિસ્સેદારો સાથે મુલાકાત કરશે. તેમણે ગ્રીનલેન્ડ પર પોતાની સ્થિતિનો પુનરાવર્તિત કર્યો, તેને અમેરિકન અને વૈશ્વિક સુરક્ષા માટે અભિન્ન ગણાવ્યું છે.

● અમેરિકા NORAD વિમાન તૈનાત કરશે

ગ્રીનલેન્ડ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, અમેરિકા ગ્રીનલેન્ડના પિટુફિક સ્પેસ બેઝ પર નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) વિમાન તૈનાત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને જોડવાની ધમકીઓ વચ્ચે તણાવ વધી ગયો છે. NORAD એ જણાવ્યું હતું કે વિમાન વિવિધ લાંબા આયોજિત પ્રવૃત્તિઓ કરવા માટે બેઝ પર પહોંચશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કાર્યવાહી ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સાથે સંકલનમાં કરવામાં આવી હતી. NORAD નિયમિતપણે ઉત્તર અમેરિકાના હવા અને અવકાશનું રક્ષણ કરવા માટે કામ કરે છે, જેમાં તેના ત્રણ પ્રદેશો: અલાસ્કા, કેનેડા અને ખંડીય યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.

આ યુએસ પગલું ડેનિશ સૈન્યની આગેવાની હેઠળ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત પછી તરત જ આવ્યું છે આમ,ટ્રમ્પ હવે પોતાનો વિસ્તાર વધારવા આસપાસના નાના સ્વતંત્ર ટાપુ અને રાષ્ટ્રો અમેરિકામાં ભેળવવા દાદાગીરી ઉપર ઉતરતા વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે.

● શું ટ્રમ્પ ગ્રીનલેન્ડ ઉપર કબ્જો કરી શકે ખરા? શુ છે નિયમો જાણો

ડોનાલ્ડ ટ્રમ્પ તો અગાઉ 2019થી જ ગ્રીનલેન્ડનો કબ્જો કરવાની ઈચ્છા ધરાવે છે તેઓનો તેમના બીજા કાર્યકાળમાં પણ આજ મુદ્દો રહ્યો છે, પરંતુ કેટલીક કાયદકીય આંટીઘૂંટીમાં તે સરળ નથી.

એકતો ગ્રીનલેન્ડ અને અમેરિકા બંને NATO ના સભ્ય દેશો છે અને નિયમ તેમજ કાયદા મુજબ, એક NATO દેશ બીજા NATO દેશ પર કાયદેસર રીતે કબજો કરી શકે નહી. આવું કરવું ગેરકાયદે અને NATO સંધિના નિયમો વિરુદ્ધ હશે.

NATOનો આર્ટિકલ 5 કહે છે કે એક સભ્ય પર હુમલો એ બધા દેશ પર હુમલો ગણાય છે. જો કોઈ દુશ્મન દેશ હુમલો કરે તો બધા સભ્યો મળીને તેની મદદ કરવાની રહે છે.
આમ,નાટો સભ્યપદ ધરાવતા અન્ય દેશો અમેરિકામી ગ્રીનલેન્ડ કબ્જે કરવાની વાતનો વિરોધ કરી રહયા છે તેમછતાં ટ્રમ્પ માનવા તૈયાર નથી અને હવે ઝંડો લગાવી અમેરિકાનો પ્રદેશ ગણાવી રહયા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 2 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 3 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 6 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 3 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 6 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 7 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા