
Gujarat Politics: ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રાજકોટના કાગવડ ખાતે આયોજિત કન્વીનર મીટમાં અનાર પટેલને ‘ખોડલધામ સંગઠન’ના અધ્યક્ષ તરીકે જાહેર કરતા રાજકીય રીતે આ ઘટનાને મોટી માનવામાં આવી રહી છે આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.
ઉપરાંત અત્યાર સુધીમાં આ સૌથી મોટો સામાજિક રીતે એક ઐતિહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે, જેમાં નરેશ પટેલે પરંપરા તોડીને અનાર પટેલને સંગઠનની મોટી જવાબદારી સોંપી છે અનાર પટેલની આ નિમણૂકને ખોડલધામમાં નરેશ પટેલ પછીના સૌથી મહત્ત્વના અને મોટા હોદ્દા તરીકે જોવામાં આવે છે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થામાં અનાર પટેલને પ્રમુખપદે નિમણૂક કરવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે.
આ નિમણૂકને ગુજરાતના રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં ભાજપમાં ઉથલ પાથલ થવાની ગણતરી મંડાઈ રહી છે તેવે સમયે સિનીયર પત્રકાર મયુર જાનીએ જાણીતા રાજકીય વિશ્લેષક અને સિનિયર પત્રકાર રાજેશ ઠાકર સાથે વિશેષ ચર્ચા કરી હતી જેમાં અનાર પટેલનું ખોડલધામના અધ્યક્ષ બનવું શું સૂચવે છે? તે મુદ્દે વિસ્તુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે,જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








