Prayagraj: યુપીમાં ભાજપનો હિન્દુત્વનો બનાવટી ચહેરો ખુલ્લો પડ્યો? સિટી મેજિસ્ટ્રેટે આપ્યું રાજીનામુ!

  • India
  • January 27, 2026
  • 0 Comments

Prayagraj: હિન્દૂ રાષ્ટ્રની વાતો કરનારા ભાજપ શાસનમાંજ હવે પ્રયાગરાજના ધાર્મિક મેળામાં શંકરાચાર્ય અને સાધુઓ ઉપર થયેલા અત્યાચારના દ્રશ્યો જોઈ હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ભારે ચકચાર મચી છે કારણકે રાજીનામાનું આપવાના કારણમાં તેઓએ UGCનો નવો કાયદો અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાહેરમાં અપમાન તેમજ તેમના શિષ્યોની મારઝૂડ હોવાનું જણાવ્યું છે.

તેઓ સોમવારે સાંજે લગભગ 7:30 કલાકે સિટી મેજિસ્ટ્રેટ ડીએમ અવિનાશ સિંહને મળવા જ્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે બહાર આવતા સિટી મેજિસ્ટ્રેટે આરોપ લગાવ્યો કે તેઓને ડીએમ નિવાસસ્થાને 20 મિનિટ સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા અને ગાળો દીધી હતી અને કહ્યું હતું કે આ પાગલ થઈ ગયો છે.તેઓએ ઉમેર્યુ કે લખનઉથી મને બે કલાકની અંદર નિવાસસ્થાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના સરકારી નિવાસસ્થાને ટેન્ટ લગાવવામાં આવ્યો હતો એ ટેન્ટ પણ પોલીસે ત્યાંથી હટાવી દીધો છે.

આ અગાઉ અલંકાર અગ્નિહોત્રી પોતાના નિવાસસ્થાનની બહાર એક પોસ્ટર લઈને ઉભા દેખાયા. જેના પર લખ્યું હતું- UGC_ ROLL BACK કાળો કાયદો પાછો લો, શંકરાચાર્ય અને સંતોનું આ અપમાન નહીં સહે ભારત, #BOYCOTT BJP #BOYCOTT BRAHMAN MP MLA…

તેમણે 5 પાનાનો એક પત્ર પણ લખ્યો. જેમાં તેમણે કહ્યું- ‘પ્રયાગરાજ માઘ મેળા દરમિયાન શંકરાચાર્યના શિષ્યોની ચોટી પકડવામાં આવી.’ તેમણે લખ્યું-આવી ઘટના કોઈ પણ સામાન્ય બ્રાહ્મણને અંદરથી હચમચાવી દે છે. એવું લાગે છે કે પ્રશાસન અને વર્તમાન સરકાર બ્રાહ્મણો અને સાધુ-સંતો વિરુદ્ધ કામ કરી રહી છે. તેમની ઇજ્જત સાથે ચેડાં થઈ રહ્યા છે. બ્રાહ્મણોની વાત કરનાર કોઈ નથી.

આ ઘટના બાદ શંકરાચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે નગર મેજિસ્ટ્રેટના રાજીનામા પર કહ્યું- શંકરાચાર્યનું જે સન્માન છે, તે સનાતન પ્રેમીઓના હૃદયમાં ખૂબ ઊંડું બનેલું છે. તેને આહત કરવાનું શું પરિણામ આવશે, તેનો અંદાજ આ ઘટના પરથી લગાવવો જોઈએ.

વિગતો મુજબ મોડી રાત્રે શંકરાચાર્યે સિટી મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે આખો સનાતની સમાજ તમારાથી ખૂબજ પ્રસન્ન છે અને જે પદ તમને સરકારે આપ્યું હતું, અમે તેનાથી મોટું પદ ધર્મના ક્ષેત્રમાં તમને આપીશું એમ જણાવ્યું હતું.

બીજી તરફ મળી રહેલા તાજા અહેવાલો મુજબ બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

રાજ્ય નિમણૂક વિભાગે કમિશનર ભૂપેન્દ્ર એસ. ચૌધરીને આ મામલાની તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.

આમ,સરકાર જેના ઉપર કૂદે છે તે ધીરેધીરે હિંદુત્વની પોલ ધીરે ધીરે ખુલી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ
  • August 1, 2026

Bhopal Water Contamination: ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોના ચાર સંગઠનોએ શુક્રવારે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ભોપાલ નગર નિગમ (BMC) સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સંગઠનોનું કહેવું છે કે પરિત્યક્ત યુનિયન કાર્બાઇડ…

Continue reading
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો
  • August 1, 2026

CJP Protest Women Targeted: નીટ પેપર લીક મુદ્દે જંતર-મંતર ખાતે યોજાયેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શનને કેન્દ્ર સરકારના આશ્વાસન અને તત્કાલીન શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સમાપ્ત કરવામાં આવ્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 3 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 7 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 4 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 4 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 11 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 15 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ