AI IMPACT: મોદીની ‘રીલ’ના ચક્કરમાં દેશની છબી બરબાદ ; ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં અંધાધૂંધી મુદે કોંગ્રેસનું રિએક્શન, જુઓ વિશેષ ચર્ચા

AI IMPACT: દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ તેના પ્રથમ દિવસે જ વિવાદમાં આવી ગયો છે અને મોદી સાહેબની અચાનક મુલાકાત ગોઠવાતા સર્જાયેલી અવ્યવસ્થાને લઈ ભારે અફરા તફરી મચ્યા બાદ કેન્દ્ર સરકારે માફી માંગી છે.આ અંગે કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે 17 ફેબ્રુઆરીએ જણાવ્યું કે સમિટના પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ ભીડ થઈ જતા સર્જાયેલી અવ્યવસ્થા માટે માફી માંગીએ છીએ.

અહીં હજારોની સંખ્યામાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ટેક એક્સપર્ટ્સ અને વિદેશી પ્રતિનિધિઓ આવતા એન્ટ્રી પોઈન્ટ્સ પર લાંબી લાઈનો લાગી ગઈ અને ગ્લોબલ ટેક કંપનીઓના પ્રતિનિધિઓ અને ડેલીગેટ્સને કલાકો સુધી રાહ જોવી પડી હતી.વડાપ્રધાન મોદીના આગમન પહેલાં સુરક્ષા તપાસના નામે કેટલાકને પોતાનાજ સ્ટોલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી.

સ્ટાર્ટઅપ ‘નિયો સેપિયન’ના CEO ધનંજય યાદવે સોશ્યલ મીડિયા ઉપર ટ્વીટ કરી આક્ષેપ કર્યો કે સુરક્ષા તપાસ માટે જ્યારે તેમને સ્ટોલમાંથી બહાર મોકલવામાં આવ્યા ત્યારે તેમના કિંમતી AI વિયરેબલ્સ ગાયબ થઈ ગયા હતા.સમિટમાં થયેલી અવ્યવસ્થા પર કોંગ્રેસે સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ કરી કે મોદીની ‘રીલ’ના ચક્કરમાં દેશની છબી બરબાદ થઈ રહી છે.દિલ્હીમાં AI સમિટ થઈ રહી છે, સમિટમાં મિસ-મેનેજમેન્ટથી સ્થાપકો અને પ્રદર્શકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે.

PM મોદીના આગમન માટે મેઈન હોલ ખાલી કરાવી દેવામાં આવ્યો અને પ્રદર્શકોને તેમના જ પેઈડ સ્ટોલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.આમ,આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે અને આ મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તૃત ચર્ચા કરી હતી જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Youth Political Participation: ભારતના યુવાનો માત્ર વિરોધ સુધી સીમિત ન રહે, રાજકીય શક્તિ બનવાની દિશામાં આગળ વધે

  • October 3, 2026
  • 2 views
Youth Political Participation: ભારતના યુવાનો માત્ર વિરોધ સુધી સીમિત ન રહે, રાજકીય શક્તિ બનવાની દિશામાં આગળ વધે

Mamata Banerjee ED Case: દુર્ગા પૂજા ‘પ્રીવ્યૂ’ ફંડ કેસમાં EDનો દાવો, ઇન્દ્રનીલ સેનની કંપનીથી મમતા બેનર્જીના ખાતામાં ₹30 લાખ

  • October 3, 2026
  • 5 views
Mamata Banerjee ED Case: દુર્ગા પૂજા ‘પ્રીવ્યૂ’ ફંડ કેસમાં EDનો દાવો, ઇન્દ્રનીલ સેનની કંપનીથી મમતા બેનર્જીના ખાતામાં ₹30 લાખ

Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

  • October 3, 2026
  • 6 views
Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

  • October 3, 2026
  • 6 views
SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

  • October 3, 2026
  • 5 views
Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC

  • October 3, 2026
  • 7 views
SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC