Gondal News: ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ ઉપર હુમલો થતા ચકચાર,ભાજપના ગઢમાં ગાડીના કાચ તોડી માર મરાયો!

  • Gujarat
  • February 24, 2026
  • 0 Comments

Gondal News: રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટી (AAP)નાં પ્રદેશ સંયુક્ત સચિવ જિગીષા પટેલ અહીંના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક નજીક સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળવા ગયા ત્યારે કેટલીક મહિલાઓના ટોળાએ જિગીષા પટેલની કારને ઘેરી લીધી હતી. અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખી જિગીષા પટેલને બેત્રણ ઝાપટ મારી દેતા તેઓને ઈજા પહોંચી હતી, જોકે કારના ડ્રાઈવરે સ્થિતિને પારખીને કાર ભગાડી મૂકતા તેઓનો બચાવ થયો હતો.

જીગીશા બેન ને માથાના ભાગે વાગતા તેઓને ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી ટૂંકી સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ હુમલાની ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે બનેલી આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.

જિગીષા પટેલ આ સમયે પોતાની કારમાં હતાં અને મહિલાઓ એકત્ર થવા લાગતા કાર ચાલકે ચેતવ્યા હતા પણ જીગીશા પટેલ મક્કમ હતા તેઓ સ્થાનિક લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા આવ્યા હતા જોકે,અચાનક 4થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોએ બાજી પલટી નાખી અને એક મહિલાએ પથ્થર મારી કાચ તોડી નાખી જીગીશા બેનને લાફા મારવાનું શરૂ કરી દેતા સમય પારખી કાર ચાલકે કાર ભગાવી મુકતા જીગીશા બેન ઉપર વધુ હુમલો થતા રહી ગયો હતો.

મહત્વનું છે કે તા.31 ઓક્ટોબરથી ગોંડલ શહેર અને તાલુકાનાં અલગ અલગ ગામોમાં આપના નેતાઓ સમસ્યા અને જનતાના પ્રશ્નો સાંભળવા મુલાકાત લેતા હતા આવા સમયે આ ઘટના બનતા ‘આપ’ના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. બનાવની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Mehsana Congress Leaders Suspended: બીજા સામે લડવાના બદલે અંદરોઅંદર લડીને જ પતી જશે કોંગ્રેસ, ૩૩ દિગ્ગજ નેતાઓ સસ્પેન્ડ
  • May 30, 2026

Mehsana Congress Leaders Suspended: ગુજરાતમાં સત્તા મેળવવાના ફાંફા મારતી કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને પદ માટેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ફાટી નીકળેલા તીવ્ર આંતરિક વિખવાદ બાદ…

Continue reading
Khushboo Gujarat Ki Campaign: પ્રજાના ખર્ચે પીએમ મોદીનું પર્સનલ માર્કેટિંગ! ‘ખુશબુ ગુજરાત કી’ ના ઓથા હેઠળ દિલ્હીની સત્તા મેળવવાનો અસલી ખેલ ખુલ્લો પડ્યો
  • May 30, 2026

Khushboo Gujarat Ki Campaign: વર્ષ ૨૦૧૪માં દિલ્હીની સત્તા મેળવવા માટે નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાંથી જ ગુજરાતની તિજોરીના ભોગે પર્સનલ માર્કેટિંગનો આખો ખેલ ઘડી કાઢ્યો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ગાંધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને

  • May 31, 2026
  • 2 views
Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને

Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

  • May 31, 2026
  • 6 views
Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • May 30, 2026
  • 5 views
Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

  • May 30, 2026
  • 11 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

  • May 30, 2026
  • 7 views
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

  • May 30, 2026
  • 9 views
Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ