Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!

  • World
  • March 13, 2026
  • 0 Comments

Tariff: આપણા દેશમાં બે સૂત્રો જોરદાર ચાલ્યા હતા કે ‘અબ કી બાર મોદી સરકાર’ અને બીજું ‘વિકાસ ગાંડો થયો!’હવે આવાજ સૂત્રો ટ્રમ્પ માટે પણ ચાલ્યા જેમાં ‘એક અબકી બાર ટ્રમ્પ સરકાર!’ અને બીજું હમણાં હમણાં ટ્રમ્પની વિચિત્ર હરકતોના કારણે ‘ટ્રમ્પ ગાંડો થયો’આપણે ત્યાં વિકાસ ગાંડો થયો તેમ અહીં ટ્રમ્પ ગાંડો થયો! એમ આ વાક્યો જોડીને લોકો મજા લઈ રહયા છે અને કટાક્ષ કરી રહયા છે.

ટ્રમ્પની નાદાનીને લઈ યુદ્ધ છેડાઈ ગયું અને છંછેડાયેલા ઇરાને હોર્મૂઝનો રસ્તો બંધ કરી દેતા સમગ્ર દુનિયામાં મંદીનો માહોલ ઉભો થયો છે જેમાં ક્ષોભ અનુભવવાને બદલે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત સહિત તેના 16 મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર્સ વિરુદ્ધ ‘સેક્શન 301’ હેઠળ ટેરીફ વસૂલવા ચક્રો ગતિમાન કર્યા છે આ સેક્સન અમેરિકાને એવા દેશો પર એકતરફી ટેક્સ વધારવાની સત્તા આપે છે, જે તેની કંપનીઓને નુકસાન પહોંચાડતી હોય.

સુપ્રીમ કોર્ટમાંથી લપડાક મળ્યા બાદ હવે ટ્રમ્પ અન્ય કાયદાકીય માર્ગ અપનાવી તેની ટેરીફ વૃત્તિમાંથી બહાર આવવા માંગતા નથી અને અમેરિકાને દેવામાં ઢસડી જનાર ટ્રમ્પ હવે તેના વિકલ્પ રૂપે અન્ય દેશોને નિશાન બનાવવામાં લાગી ગયા છે.અગાઉ ભારત સહિત દુનિયાભરમાં ટેરીફવોર ઉભી કરી મંદી ઉભી કરનાર ટ્રમ્પને ત્યાંની સુપ્રીમ કોર્ટ લપડાક મારતા ઢીલા પડ્યા પણ ફરી એવા રસ્તા શોધવા લાગ્યા કે કેમ કરી ટેરીફ વસૂલી લઉં.

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા હવે હુમલો થતાં તો થઈ ગયો પણ ઈરાન માટેની તેઓની ધારણા ખોટી પડી છે હવેતો ઈરાને તો ત્યાં સુધી કહ્યું કે અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું છે, ખતમ અમે કરીશું.યુદ્ધના 14 દિવસ પછી પણ ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા બન્નેને બરાબરની ફાઈટ આપી રહ્યું છે સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને દુનિયાની ઈકોનોમી હાઇજેક કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને નબળું સમજવાની ભૂલ કરી માર ખાઈ ગયા છે.ટ્રમ્પ એવા ફાંકા મારતા હતા કે ઈરાનની તાકાત નથી કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે જો એવું કરશે તો અમે તે માર્ગ ખોલી નાંખીશું પણ જ્યારે ખુદ અમેરિકન નેવીએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અસમર્થતા દર્શાવી ત્યારે ટ્રમ્પને ભાન થયું કે તે સહેલું નથી.હવે દુનિયાને મંદીમાં ધકેલી દઈ ટ્રમ્પ વહીવટીતંત્ર આર્થિક કટોકટીનો સામનો કરવાના રસ્તાઓ શોધવા માટે ઝઝૂમી રહ્યું છે.

હવે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત અને ચીન સહિત તેના 16 મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર્સ વિરુદ્ધ ‘સેક્શન 301’ હેઠળ નવી તપાસ શરૂ કરી છે. ‘સેક્શન 301’ અમેરિકાને એવા દેશો પર એકતરફી ટેક્સ વધારવાની સત્તા આપે છે, જે સસ્તો માલ વેચી તેની કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યા હોય.ગયા મહિને અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ, પ્રશાસન હવે નવા કાનૂની રસ્તાઓથી ટેરિફનું દબાણ પાછું બનાવવાની તૈયારીમાં છે.

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમિસન ગ્રીર અનુસાર, આ તપાસના કારણે આ વર્ષે ઉનાળામાં હવે ભારત, ચીન, યુરોપિયન યુનિયન અને મેક્સિકો જેવા દેશો પર નવા ટેરિફ લગાવવામાં આવી શકે છે.આમ,યુદ્ધ મેન અને ટેરીફ મેન કઈક ને કઈક નવા નવા ફતવા લાવી આખી દુનિયા માટે માથાનો દુઃખાવો બનતા લોકોમાં ચર્ચા થવા લાગી છે કે ક્યાંક “ટ્રમ્પ ગાંડો થયો છે!”

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?
  • March 13, 2026

Iran War: ઈરાન ઉપર હુમલો કરીને ભેખડે ભરાયેલા ટ્રમ્પ હવે હોર્મુઝનો રસ્તો ખોલવા નિષ્ફળ ગયા છે અને દુનિયાને મંદીની લહેરમાં નાખી હાથ ઊંચા કરી દેતા આ પ્રકારની લાપરવાહી અને બેજવાબદાર…

Continue reading
Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન
  • March 12, 2026

Donald Trump: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલો કર્યા બાદ જ્યારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ બંધ કર્યો તે વખતે ટ્રમ્પ એવા ફાંકા મારતા હતા કે “આ માર્ગ ચપટી વગાડતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

  • March 13, 2026
  • 3 views
Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!

  • March 13, 2026
  • 9 views
Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!

Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

  • March 12, 2026
  • 4 views
Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન

  • March 12, 2026
  • 8 views
Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન

Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

  • March 12, 2026
  • 14 views
Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!

  • March 12, 2026
  • 20 views
Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!